બદલાતી જીવનશૈલી અને બહારના ખોરાક ને કારણે લોકોમાં એલર્જી અને ચામડીના રોગ થવાની સમસ્યા સામાન્ય બની ગઈ છે. આ મોટે થી લઈ ને નાના બળકોમાં પણ જોવા મળે છે. જાણો આ લેખ વાંચીને કે કયા કયા કારણે શરીરમાં ખંજવાળ આવે છે અને તેના ઘરેલુ અને અસરકારક ઉપચાર વિશે.
ખસ, ખૂજલી, દરાજ, દાદર, ચળ, ખંજવાળ આ બધાં જ ચામડીના દર્દો છે. લોહી બગડવાથી પણ આ રોગ થઈ શકે છે. અને આ રોગમાં ચામડી પર ભયંકર ખંજવાળ આવે છે. આ ઉપરાંત કોઈ વસ્તુની એલર્જીના કારણે અથવા મચ્છર કરડવાથી પણ શરીર પર ખંજવાળ આવે છે.
લીમડો, નગોડ, બોરડી અને પીલવન આ ચારે વૃક્ષનાં પાન ભેગા કરી ખૂબ ઉકાળીને ઉકાળો તૈયાર કરવો. આ ઉકળાથી ચોળી ચોળીને નાહવાથી ચામડીના રોગ મટે છે. એમાં ફક્ત લીમડો કે નગોડ પણ મળે તો તેનાં પાનનો ઉપયોગ કરવાથી લાભ થાય છે, અને આ રોગને કારણે આવતી ખંજવાળ પણ મટે છે.
ગૌમૂત્ર શરીર પર ચોળીને થોડીવાર પછી સ્નાન કરવું જોઈએ. આ ઉપરાંત તાજી ગળોનો રસ રોજ પીવો. તાંદળજાની (ચોલાઈ) ભાજીને ઉકાળી તેનો રસ પીવો. ચારોળી પાણીમાં વાટીને પીવાથી શરીર પર થતી ખસ-ખંજવાળ નરમ પડે છે અને શરીર પરની ખંજવાળ પણ શાંત પડી જાય છે.
શરીર પર કીડ થાય તો ટંકણખાર પાણીમાં મેળવીને લગાડવાથી લાભ થાય છે. શરીરમાં ઘવડો-(ભયંકર ખંજવાળ) થયો હોય તો કાળાં મરી અને લીંબુનો રસ સમભાગે મેળવી ધુપેલમાં નાખી શરીર પર ખૂબ માલિશ કરવી પછી ૧ ક્લાક સૂર્યના તડકામાં બેસવું. પછી સ્નાન કરવું. આ પ્રયોગ થી શરીર પર આવતી ખંજવાળ મટે છે.
કોપરેલ અને લીંબુનો રસ મેળવી શીરીરે લગાડવાથી ખંજવાળ-ખૂજલી મટે છે. ગાયનું મૂત્રથી શરીરે માલિશ કરવાથી કીડ મટે છે અને ખંજવાળ દૂર થાય છે. પગનાં આંગળાંમાં થતી ખંજવાળ મટાડવા દિવેલમાં તળેલી હરડેનું ચૂર્ણ રોજ લગાડવું, આનાથી લાભ થાય છે.
ધંતૂરાનાં બીનું ચૂર્ણ તલના તેલમાં પકાવી તે તેલ શરીરે ઘસવું. આંબાનાં પાંદડાંની રાખ ગાયના મૂત્રમાં મેળવીને શરીરે ઘસવાથી કીડ, ખંજવાળ મટે છે. અને શરીરને આરામ મળે છે. કુંવાડિયાનું બિયાંનું ચૂર્ણ શરીરે ખૂબ મસળવાથી ખંજવાળ નરમ પડે છે.
આંકડાના પાનને વરાળથી બાફી તેમાં ગંધક મેળવી શરીરે લગાડવામાં આવે તો ખંજવાળ અને કીડ મટે છે. કાથો, જેઠીમધનો શીરો અને ગાયનું ઘી ભેગું કરી લગાડવાથી દાદર, ખસથી થતી ખંજવાલ મટે છે, અને દર્દીને આરામ મળે છે. તમાકુનું પાન ૧ તોલો, ગધેડા ની લાદ ૧ તોલો, બન્નેને ધૂપેલમાં નાખીને શરીરે લગાડવાથી ખંજવાળ મટે છે.
ગાયનું છાણ શરીરે ખૂબ મસળીને પછી કાળી માટીથી શરીર શુદ્ધ કરી સ્નાન કરવું, આ ઉપચાર પણ ખુબજ લાભકારી માનવામાં આવે છે. અને તે અસરકારક પણ સાબિત થાય છે. અરીઠાનું ફીણ ઘીમાં મેળવી શરીરે ઘસી સૂર્યના તડકામાં બેસવું. ત્યાર બાદ ઘી મસળવું. પછી ઠંડા પાણીથી સ્નાન કરી લેવું આથી લાભ મળે છે.
સૂકાં આમળાં ૨ તોલા ૧ શેર પાણીમાં ઉકળવાં. પા ભાગ રહે ત્યારે તેમાં ગાયનું ઘી પા તોલો, સરસિયું પા તોલો અને સિંધવ પા તોલો નાખીને સારી રીતે મેળવી શરીર પર લગાડવું. ૧૫ મિનિટ તડકે બેસવું, ત્યારબાદ ઠંડાં પાણીએ સ્નાન કરવાથી લાભ મળે છે. હરડે દિવેલમાં તળીને તેનું ચૂર્ણ કરવું. રોજ રાત્રે તે ચૂર્ણની ફાકી મારી ઠંડું પાણી પીવું. આ અસરકારક ઈલાજ સાબિત થાય છે.