શતાવરી એ ઔષધીય છોડ છે. તેનો પાક 18 મહિનામાં તૈયાર થઈ જાય છે. શતાવરીના મૂળમાંથી દવાઓ બનાવાય છે. શતાવરી ની અંદર ભરપુર માત્રામાં વિટામિન એ, વિટામિન સી, વિટામિન ઇ, વિટામિન કે, ઉપરાંત લોહતત્વ, તાંબુ, કેલ્શિયમ, પ્રોટીન અને ફાઇબર હોય છે જે શરીરને સ્વસ્થ રાખવામાં મદદરૂપ સાબિત થાય છે.
શતાવરી વાયુશામક, પિત્તશામક છે. શતાવરીથી ભૂખ લાગે, ખોરાક પચે, હૃદયને બળ આપે, મુત્ર પ્રવૃત્તિ વધારે, ગર્ભ પોષણ આપે, સોજો મટાડે, આંખોને પોષણ આપે, બળતરાનું શમન કરે, વેદના દૂર કરે, વ્રણને ચોખ્ખો કરે, શક્તિ આપે, ધાવણ વધારે વગેરેમાં ખૂબ જ ઉપયોગી થાય છે. શતાવરીનો ઉપયોગ ઘણાં રોગોમાં થાય છે. તો ચાલો આજે આપણે જાણીશું શતાવરીના ફાયદાઓ વિશે.
અનિદ્રાની સમસ્યા ધરાવતા લોકો માટે શતાવરી નુ સેવન ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે શતાવરીના ૫ ગ્રામ ચૂર્ણ ૧૦ ગ્રામ જેટલું તથા દૂધ ઉમેરી સેવન કરવાના કારણે અનિદ્રાની સમસ્યા દૂર થઈ જાય છે. શતાવરીનું સેવન ગમે તેવા તાવની સમસ્યાને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે.
માટે શતાવરીના મૂળનો ઉકાળો બનાવીને પીવાથી શરદી અને તાવ મટે છે. સુકી ખાંસી અને ઉધરસ આવતી હોય તેવા લોકોએ 10 ગ્રામ શતાવરી, 10 ગ્રામ અરડૂસીના પાંદડા અને 10 ગ્રામ સાકરનો ભુક્કો લઈને 150 મિલી પાણીમાં ઉકાળીને દિવસમાં 3 વખત આ ઉપચાર કરવાથી આ સમસ્યા દુર થાય છે. કફ જામે ત્યારે શતાવરી અને નાગબલાનો ઉકાળો બનાવીને અને ચૂર્ણને ઘીમાં પકાવીને સેવન કરવાથી કફ નાબુદ થાય છે.
ફેફસાને લગતી નાની મોટી બીમારી ને લઇને દૂધમાં સાકર અને શતાવરી ઉકાળીને લાંબા સમય સુધી પીવાથી ફાયદો થાય છે. જે વ્યક્તિમાં રતાધરાપણું આવ્યું હોય તેમને શતાવરીના પાનને ઘીમાં વઘારીને ખાવાથી દૂર થાય છે. મોઢામાં, હોજરીમાં કે હોજરીના છેડે રહેલા ચાંદાને દૂર કરવા માટે શતાવરીના ચૂર્ણને લેવાથી ફાયદો થાય છે.
શતાવરી, જેઠીમધ અને સાકરને ને પાણીમાં ગરમ કરી પાણી બળી જાય પછી તેને પીવાથી ગળાના ચાંદા, મોં, હોજરી તથા ગર્ભાશયના ચાંદા ને દૂર કરવામાં શતાવરી ખૂબ જ લાભદાયક છે. શતાવરી નું સેવન કરવાથી આયુષ્ય વધે છે અને સ્વાસ્થ્ય પણ સારું રહે છે. જે લોકોને દુખતા હરસ અને મસા હોય તેવા લોકોએ સાકર અને શતાવરી નાખીને પિવાથી ખુબજ લાભ થાય છે.
અપચો થાય ત્યારે 5 મિલી શતાવરીના મૂળના રસમાં મધ અને દૂધ મેળવીને પીવાથી અપચોની સમસ્યા દૂર થાય છે. એસીડીટી અને પિત્ત દોષના કારણે પેટમાં દુખાવો થતો હોય તો દરરોજ સવારે 10 મિલી શતાવરીના રસમાં 10 થી 14 ગ્રામ મધ મેળવીને પીવાથી દુખાવો મટે છે.
શરીરમાં કમજોરી અને તાકાતમાં ઉણપ વર્તાય તો વ્યકિતએ શતાવરીને ઘીમાં ગરમ કરીને શરીર પર માલીશ કરવાથી કમજોરી દૂર થાય છે. શતાવરીના તાજા સુકા મૂળ લઈને તેનું ચૂર્ણ કરી એ ચૂર્ણ 5-5 ગ્રામ સવારે અને સાંજે દરરોજ ગરમ કરેલા સાકરવાળા દૂધમાં નાખીને પીવાથી શરીર પુષ્ટ બને છે અને ધાતુવૃદ્ધિ થાય છે.
2 થી 4 ગ્રામ શતાવરીનું ચૂર્ણ દુધમાં ગરમ કરીને તેમાં ઘી નાખીને ખાવાથી ઊંઘ નહિ આવવાની સમસ્યા દૂર થઇ જાય છે. જેના લીધે વ્યક્તિ શાંતિથી ઊંઘ લઈ શકે છે. શતાવરી તણાવ અને થાક ઓછો કરે છે અને મગજના ટેન્શન મુક્ત સ્નાયુઓને જાગૃત કરે છે જેથી ઊંઘ આવી જાય છે.
કિડનીમાં સોજો આવ્યો હોય તો ગોખરુ અને શતાવરી લેવાથી ફાયદો થાય છે. જે લોકોમાં ઓછું ધાવણ આવતું હોય તેમણે શતાવરીનું ચૂર્ણ દૂધ સાથે પીવાથી ધાવણ ફૂલ આવે છે. શતાવરી નો દૂધપાક બનાવીને પણ લઈ શકાય છે. જો મુત્ર માર્ગે લોહી પડતું હોય તો શતાવરી, ગોખરુ અને સાકર ને પાણી માં નાખી ઉકાળી પીવાથી આરામ થાય છે.
માથાના દુઃખાવા માટે તથા માઈગ્રેનની સમસ્યા માટે શતાવરી ખૂબ જ ઉપયોગી ઔષધી સાબિત થાય છે. શતાવરીનો રસ કાઢીને તેટલી જ માત્રામાં તલનું તેલ ભેળવી માથા ઉપર માલિશ કરવામાં આવે તો તેના કારણે માથાના દુખાવામાંથી રાહત મળે છે. આ ઉપાય દ્વારા આધાસીસી ની સમસ્યામાં પણ રાહત મળે છે.
દરરોજ સવારે 10 મિલી શતાવરીના રસમાં 10 થી 12 ગ્રામ મધ ભેળવીને પીવાથી એસીડીટીમાં ઘટાડો થાય છે અને પછી મટે છે. શતાવરીના મૂળનું ચૂર્ણ દુધમાં પીવાથી એસીડીટી મટે છે. સાથે મોઢામાં ચાંદા અને આંતરડાની ગરમીમાં પણ શતાવરી ખુબ જ ઉપયોગી ઔષધી છે. પિત્ત દોષના કારણે થનારા પેટના દુખાવામાં અને પેટમાં બળતરા ઉત્પન્ન થાય ત્યારે શતાવારી બહુ જ ઉપયોગી છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.