શિકાકાઈ ગુણમાં કફદન તથા પિત્તશામક છે. રેચક પણ છે. શિકાકાઈ એન્ટિઓક્સિડન્ટ્સ, વિટામિન સી, વિટામિન કે અને વિટામિન ડી થી ભરપુર છે. વાળ અને ત્વચા માટે શિકાકાઈ તેલ ફાયદાકારક છે સાથે સાથે તે સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે. તેનો ઉપયોગ અનેક રોગોથી મુક્તિ મેળવવામાં મદદ કરે છે.
ચાલો આપણે શિકાકાઈના ફાયદાઓ વિશે વિગતવાર જાણીએ. શિકાકાઈનો મુખ્ય ઉપયોગ કફને પાતળો કરવા માટે થાય છે તે અરીઠાની માફક માથામાં નાખવા માટે વપરાય છે. એનાથી વાળ સાફ અને સુંવાળા થાય છે. કોઈ વાર માથાનો દુઃખાવો થયો હોય ત્યારે શિકાકાઈનું ફીણ માથામાં ચોપડવાથી માથું હલકું પડે છે. દુઃખાવો ગાયબ થઈ જાય છે.
શિકાકાઈ અજીર્ણ મટાડે છે. તે પિત્તની ઉંમચ આવતી હોય તે મટાડે છે. એ પેટના ગુલ્મ વાયુનો નાશ કરે છે. શિકાકાઈ મીઠાં તથા સિંધાલૂણ સાથે આપવાથી જમાવો થયેલા મળના ભાગને અમળાટ વગર ખુલાસે ઝાડો લાવી નિવૃત્તિ પમાડે છે. કફ પાતળો કરવા શિકાકાઈનું પાણી પીવામાં આવે છે.
શિકાકાઈના કાતરા, આંબળા, અરીઠાની છાલ, કાળા તલ, ચાક અને સાજીખાર એ દરેક ચીજો ૧૦ – ૧૦ ગ્રામ લઈને બારીક ખાંડી તેની સોપારી જેવી સોગઠી બનાવી રાખવી, આ સોગઠી શરીરે લગાડવાથી ચામડી સુંવાળી બને છે. શિકાકાઈના ફીણથી ઘણા લોકો દાગીના સાફ કરવા માટે પણ ઉપયોગ કરે છે. ઘણા લોકો નહાવાના તથા કપડાં ધોવાના કામમાં શિકાકાઈનો ઉપયોગ કરે છે.
શિકાકાઈમાંથી બનાવેલી સોગઠી માથામાં ચોપડવાથી માથાની જૂ, લીખ, ખોડો તથા ગડગૂમડાં વગેરે મટાડવામાં ઉપયોગી નીવડે છે. વીંછીના ડંખ પર ખૂજલી, સાંધાનો સોજો, કંઠમાળ અને કાનખજૂરાના વિષ માટે એનો લેપ લગાડવાથી પણ સારો લાભ થતો જોવાયો છે. આમ કપડાં ધોવા, સ્નાન કરવા તથા સોના ચાંદીના દાગીના ધોવા માટે શિકાકાઈ એક ઉત્તમ વનસ્પતિ છે. એના ઉપયોગ હંમેશાં લાભદાયી પુરવાર થયા છે.
શિકાકાઈના નિયમિત ઉપયોગથી વાળ ખરવાથી બચી શકાય છે. પિત્ત દોશની વૃદ્ધિને કારણે વાળ ખરતા અથવા તૂટી જવાના કિસ્સા ક્યારેક જોવા મળે છે અને શિકાકાઈ ઠંડા ગુણધર્મો ધરાવે છે અને વાળ ખરતા અટકાવે છે અને વાળના મૂળને મજબૂત બનાવે છે. એનાથી કમળો, પિત્ત તથા યકૃતનાં દર્દો પણ નરમ પડે છે. એનાથી ઝાડો સાફ આવે છે તથા પિત્ત નીકળી જાય છે.
શિકાકાઈના ઉપચાર ગુણધર્મોને લીધે, તે ઘાને ઝડપથી મટાડવામાં મદદ કરે છે. કોઈ પણ પ્રકારની સોજો અથવા બળતરા થાય છે, તેના ઠંડુ ગુણવત્તાને લીધે, તે જગ્યાએ ઠંડક પ્રદાન કરીને તેને મટાડવામાં પણ મદદ કરે છે. તો શિકાકાઈની શીંગ નું સેવન કરવાથી સુકી ઉધરસથી ઝડપી રાહત મળે છે.
જ્યારે કમળો થાય છે ત્યારે ઉલટી અને તાવ સામાન્ય છે. શિકાકાઈનું સેવન કરવાથી કમળો અને તાવ બંનેથી રાહત મળે છે. શિકાકાઈના 10-10 મિલી ઉકાળો લેવાથી ઉલટી ઓછી થાય છે અને તાવ અને કમળોમાં રાહત મળે છે. શિકાકાઈ ના પાન પીસીને પેટમાં લગાવવાથી પેટનો ગેસ નીકળી જાય છે અને રાહત મળે છે. શિકાકાઈના નરમ પાનનો ઉકાળો બનાવો અને તેને 10-30 મિલી માત્રામાં પીવો, તે લીવર રોગમાં રાહત આપે છે.
શિકાકાઈ વાળ માટે ફાયદાકારક છે તે જ રીતે તે ત્વચા સંબંધિત સમસ્યાઓ માટે પણ કામ કરે છે. શિકાકાઈના ફળને પીસીને ત્વચા પર લગાવવાથી રાહત મળે છે. શિકાકાઈ તેની રસદાર ગુણવત્તાને કારણે વાળની ચમક વધારવામાં મદદગાર છે. તેનો ઉપયોગ કરવાથી તે વાળમાંથી ગંદકી અને પરસેવો દૂર કરવામાં મદદ કરે છે, જેનાથી વાળની ચમક વધી જાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.