ફુદીનાના પાન આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ફુદીનાના પાન ખાવાનું આપણા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. ફુદીનોનો રસ શરીરમાંથી ઝેર બહાર કાઢવાનું કામ પણ કરે છે. આ સાથે, તેઓ ચયાપચય વધારવામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. ફુદીનામાં એન્ટી બેક્ટેરિયલ ગુણધર્મો હોય છે.
ફુદીનો સ્વાદુ, રુચીકર, હ્રદયની બીમારી, ગરમી, લુ લાગવી, વાયુ અને કફનો નાશ કરનાર તથા મળમુત્રને અટકાવનાર રોગને દૂર કરે છે. એ ઉધરસ, અજીર્ણ, એસીડિટી, સંગ્રહણી, અતીસાર, કોલેરા અને કૃમીનો નાશ કરનાર છે. ફુદીનો ઉલટી અટકાવે છે, પાચનશક્તી વધારે છે, તથા પીત્ત કરે તેવું બગડેલું ધાવણ સુધારે છે. એમાં વીટામીન ‘એ’ સારા પ્રમાણમાં છે. વીટામીનની દ્રષ્ટીએ ફુદીનાનું સેવન તમામ રોગોમાંથી બચાવનાર એક જડીબુટ્ટી સમાન છે. આવો જાણીએ ફુદીનો કઇ-કઇ રીતે આપણા સ્વાસ્થ્યને ફાયદો પહોંચાડી શકે છે…
ઉલટી થાય ત્યારે ૨ ચમચી ફુદીનો દર ૨ કલાકમાં તે દર્દીને પીવડાવો તેનાથી ગભરામણ અને ઉલટી જેવી બીમારીમાં ખુબ જલ્દી રાહત મળે છે, જો પેટને લગતી અને અન્ય બીમારીઓ છે તો ફુદીનાના પાંદડા ને તાજા લીંબુના રસ અને તેના જેટલા જ પ્રમાણ માં મધ લઈને તેની સાથે ભેળવીને લેવાથી પેટની લગભગ બધી બીમારીઓમાં જલ્દી રાહત મળે છે.
ત્વચા તૈલીય હોય તો ફુદીનામાથી બનેલું ફેશિયલ ઘણું સારું રહે છે. તેના માટે તમે બે મોટી ચમચી સારી રીતે વાટેલા ફુદીનાના પાંદડા બે ચમચી દહીં અને એક મોટી ચમચી ઓટમીલ આ બધાને ભેળવીને એક લેપ બનાવી લો અને આ લેપને તમારા ચહેરા પર ૧૫ મિનીટ સુધી લગાવીને રાખો.
ફેફ્સામાં જામેલ કફને શરીરમાંથી બહાર કાઢવા માટે ફુદીનો બહુ જ કામ આવે છે. ફુદીનાને સુકવીને તેનું બારીક ચૂરણ બનાવી લો. અને તેને દિવસમાં 2 વાર પાણી સાથે લો.ફુદીનાનો રસ પીવાથી હિચકીને ઓછી કરી શકાય છે. જો હિચકી બંધ ન થાય તો લીંબૂનો રસ મિક્સ કરીને તેનું સેવન કરો. ફુદીનાના પાનને વાટીને ચહેરા પર લગાવો અને પછી ઠંડા પાણીથી ચહેરો ધોઈ લો. તેનાથી ફેસ એકદમ સાફ થઈ જાય છે.
માસિક ધર્મ માં કોઈ તકલીફ તો તેના માટે પણ છે ફુદીનો છે ઘણો સારો, જો તમારે પણ માસિક ધર્મ સમયે ન આવતું હોય તો તમે ફુદીનાના રસનું સેવન કરી શકો છો.તમને જણાવીએ કે આજે તે ફુદીના ના સુકા પાનનું ચૂર્ણ મધ સાથે ભેળવીને દિવસમાં બેથી ત્રણ વખત નિયમિત લેવાથી માસિક ધર્મની સમસ્યામાં રાહત મળે છે.મિત્રો આ મહિલા ઓ ને ખુબ રાહત આપે છે.
ગરમીની ઋતુમાં લૂ થી બચવા માટે ફુદીના અને ડુંગળીની ચટણી બનાવી તેનું સેવન કરવું જોઈએ. ખુબ લું લાગે છે તો આ ખુબ રામબાણ ઈલાજ છે, આમ કરવાથી લૂ લાગવાની સમસ્યાથી બચી શકાય છે. વધુ પડતી ગરમીથી છુટકારો મેળવવા માટે એક ચમચી સૂકા ફૂદિનાના પાન ની અંદર અડધી ચમચી એલચીનો પાઉડર ભેળવી ગરમ પાણીમાં પીવાથી લાભ મળે છે. આનાથી લું ની સમસ્યા માં ખુબ ફાયદાકારક છે.
ગળાના રોગોમાં ફુદીનાના રસને મીઠાંના પાણીની સાથે ભેળવીને કોગળા કરવાથી તમારો અવાજ પણ સાફ થાય છે અને જો ગાળામાં ભારેપણું અથવા ગળું બેસી જવાની ફરિયાદ હોય તો તે પણ આનાથી દુર થઇ જાય છે. ફુદીનાનો રસ મધ સાથે લેવાથી આંતરડાની ખરાબી અને પેટના રોગો મટે છે. આંતરડાંની લાંબા સમયની ફરીયાદવાળા માટે ફુદીનાના તાજા રસનું સેવન અમૃત સમાન ગણાય છે
ફુદીનાના રસને મુલતાની માટીની સાથે ભેળવીને ચહેરા પર લેપ કરવાથી ઓઈલી ત્વચા સરખી થઇ જાય છે અને ચહેરા પરથી કરચલીઓ ઓછી થઇ જાય છે તેના સિવાય તેને લગાવવાથી ચહેરાની ચમક વધી જાય છે. જો કોઈ પણ પ્રકાર ની ધાધર, ખંજવાળ, અથવા બીજા અન્ય પ્રકારના કોઈ ચામડીના રોગ હોય તો તાજા ફુદીનાના પાંદડાને સરખી રીતે વાટી લો અને આ લેપને ત્વચા પર લગાવો આનાથી ખુબ જલ્દી આરામ મળે છે.
કોલેરામાં ફુદીનો, ડુંગળીનો રસ, લીંબુનો રસ સમાન માત્રામાં મિક્સ કરી પીવાથી લાભ થાય છે. ઉલ્ટી, ઝાડા કોલેરા હોય તો અડધો કપ રસ દર કલાકના અંતરાલ પર રોગીઓને પીવડાવો. ફુદીનાનો તાજો રસ ક્ષય રોગ, અસ્થમા અને વિવિધ પ્રકારના શ્વાસના રોગોમાં બહુ લાભદાયક છે. પાણીમાં લીંબુનો રસ, ફુદીનો અને સંચળ નાંખી પીવાથી મેલેરિયાના તાવમાં રાહત મળે છે. ફુદીનાવાળી ચા પીવાથી ત્વચાની સમસ્યા અને પેટની મુશ્કેલીઓ દૂર થાય છે. ફુદીનો પેટ સાફ રાખે છે અને ત્વચા પરથી ખીલ દૂર કરે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.