સૂકા ધાણા એક ખૂબ જ ઉપયોગી છોડ છે. તેનો ઉપયોગ ફક્ત મસાલા તરીકે થાય છે. કોથ મીરનો ઉપયોગ કોઈપણ ઘરેલુ ભોજનમાં કરવામાં આવે છે. કેટલાક ધાણાના પાંદડાનો ઉપયોગ કરે છે અને કેટલાક પાવડર તરીકે ધાણાનો ઉપયોગ કરે છે. સૂકા ધાણામાં પોટેશિયમ, કેલ્શિયમ, મેગ્નેશિયમ અને વિટામિન સી ભરપુર માત્રામાં હોય છે. આરોગ્ય માટે સુકા આખા ધાણાને ઉત્તમ માનવામાં આવે છે અને તેને ખાવાથી ઘણી બીમારીઓ ને દૂર કરી શકાય છે. તો ચાલો આપણે જાણીએ સુકા ધાણા ખાવાથી કયા કયા ફાયદા થાય છે.
મોં માંથી દુર્ગંધ આવવાની સમસ્યાથી પરેશાન લોકો સૂકા ધાણા નું સેવન કરો. સૂકા ધાણા ખાવાથી મોં ની દુર્ગંધ એકદમ દૂર થઈ જાય છે. તમે બસ થોડા સૂકા ઘણા મોં માં નાખી દો અને તેને સારી રીતે ચાવી ને ખાઈ લો. આવું કરવાથી મોં ની દુર્ગંધ એક દમ દૂર થઈ જશે. દિવસમાં બે વાર ધાણા ખાવ. આ સિવાય ઇચ્છો તો સૂકા ધાણાના પાણીથી કોગળા પણ કરી શકો છો. એક ગ્લાસ પાણી ગરમ કરો અને તેની અંદર સૂકા ધાણાના દાણા નાખી દો. ત્યારબાદ આ પાણીને થોડું ઠંડુ થવા દો. પાણી ઠંડુ થયા પછી તેને ગાળી લો અને કોગળા કરો.
સૂકા ધાણા આર્થરાઈટ્સમાં પણ રાહત આપે છે. તેમાં લીનોલિક એસિડ જોવા મળે છે. જે એન્ટી આર્થરાઈટ્સની જેમ કામ કરે છે. ધાણાના પાણીમાં રહેલા એસ્કોર્બિક એસિડ એન્ટીઓક્સિડેંટ શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. જેથી શરદી અને ઉધરસની સમસ્યા દૂર થાય છે. તે ઊંઘ લાવનાર અને છાતીમાંથી કફ કાઢનાર પણ મનાય છે.
સૂકા ધાણા રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે ગાળી, તેમાં એક તોલો સાકર મેળવીને પીવાથી દાહ મટે છે. ધાણા અને સાકર પીવાથી પેટમાં થતી બળતરા શાંત થાય છે. ધાણા અને જીરું એક-એક તોલો લઈ, અધકચરું ખાંડી, વીસથી ત્રીસ તોલા પાણીમાં રાત્રે પલાળી રાખી, સવારે મસળી, ગાળી, તેમાં સાકર નાખી ચાર-છ દિવસ સુધી તેને પીવાથી કોઠાનો દાહ-બળતરા શાંત થાય છે. હાથ-પગમાં બળતરા થતી હોય તો તે પણ દૂર થાય છે.
આંખોમાં બળતરા કે આંખોમાંથી પાણી આવવાની ફરિયાદથી પીડાતા લોકો ધાણાનું પાણી પોતાની આખો માં નાખી દો. સૂકા ધાણાનું પાણી આખોમાં નાખવાથી આખો થી સંકળાયેલી આ સમસ્યાઓ થી તમને રાહત મળી જશે.ધાણાનું પાણી તૈયાર કરવા માટે તમે સૂકા ધાણા કચડી નાખો. પછી તેને પાણીમાં ઉકાળી નાખો. જ્યારે આ પાણી સારી રીતે ઉકળી જાય તો આ પાણીને ઠંડુ કરી ગાળી લો. આ પાણી ને આખોમાં નાખવાથી આંખોમાં બળતરા, દુઃખવો અને પાણી નીકળવાની સમસ્યા દૂર થઈ જશે.
સૂકા ધાણાને જવના લોટની સાથે વાટી, તેની પોટીસ બાંધવાથી ઘણા દિવસોનો સોજો ઊતરી જાય છે, ભિલામો ઊઠવાથી ફોડલા પડયા હોય અથવા તેનો ધુમાડો લાગવાથી સોજો આવ્યો હોય તો તે પ૨ કોથમીરનો રસ ચોપડવાથી તે શાંત થાય છે, કોથમીર ન મળે તો ધાણાને પાણી સાથે લસોટીને ચોપડવા. ધાણા છાતીમાંથી કફ કાઢનાર, ઊંઘ લાવનાર, પેશાબ વધારે લાવનાર,પેટની પીડાનો નાશ કરનાર, પાચક અને કામોદ્દીપક છે.
કમળા જેવી બીમારીના ઉપચારમાં સુકાયેલા ધાણા ખુબ જ લાભકારી છે. કમળો થાય ત્યારે સુકાયેલા ધાણા, ખાંડ, આંબળા અને ગોખરુંને બરાબર સરખા પ્રમાણમાં લઈને એણે પીસી લેવું. એનું દરરોજ સવાર સાંજ ૧-૨ ચમચી ચૂર્ણ પાણી સાથે લેવાથી લીવરનો સોજો, કમળો અને પેશાબ ઓછો આવવાની સમસ્યા માંથી આરામ મળે છે.
સૂકા ધાણાને પાણીમાં પલાળી, મસળી, તેમાં થોડી સાકર નાખીને પીવાથી ગરમીમાં લાગેલી લૂ મટે છે. ધાણાનું ચૂર્ણ અને સાકર દહીંમાં મેળવીને પીવાથી ચઢેલા ઝેરમાં ફાયદો થાય છે. લીલા ધાણાને પીસી, ગરમ કરી, પોટલી બાંધી, તેનાથી અર્શ-મસા પર શેક કરવાથી મસા નરમ પડી જાય છે અને તેની પીડા મટે છે.
ઘણી વાર મન મચલાવા લાગે છે, જયારે ખાવાનું સરખી રીતે પચ્યું ના હોય અને બીજી બીમારીઓ ના કારણે ઉલટી થવા લાગે છે. એવા સમયે ડોક્ટરની પાસે જવાના બદલે ઘરમાં જ રહેલા સુકા ધાણાનો પ્રયોગ કરવો. એના માટે ૧ ચમચી ધાણા, ૨ ચમચી ખાંડ અને એક એલાઈચીને પીસીને ખાવાથી ઘણો લાભ જોવા મળે છે.
બદહજમી, અજીર્ણમાં પણ ધાણાને હિતકારી માનવામાં આવે છે. વૈજ્ઞાનિક મત પ્રમાણે ધાણા સુગંધી, ઉત્તેજક, ઉદરવાતહર અને દીપનપાચન છે. અપચો અને શરદી પર એ વપરાય છે. એલોપથીમાં ધાણા માંથી કાઢેલું તેલ વપરાય છે. એ તેલ વાતહર હોવાથી આફરો અને ઉદરશૂળ ના રોગ માટે વપરાય છે. ગરમીથી એ તેલ ઊડી જાય છે.
મિત્રો, જો તમને આ જાણકારી કામ આવી હોય તો લાઇક ના બટન જરૂર દબાવ જો કમેંટ માં તમારા વિચાર અને તમારા સાવલો પૂછી શકો છો અને નીચે આપેલા લાઈક બટન ને દબાવો ને અમારા પેજ ને ફોલો કરી લો જેથી જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.