ખસખસ આમ તો આપણે ગાર્નિશિંગ માટે ઉપયોગમાં લેતા હોઇએ છીએ પરંતુ શું તમને તેના અઠળક ફાયદાઓ વિશે ખ્યાલ છે ? કેલ્શિયમ, આર્યન, મેગ્નેશિયમ, મેગેનિઝ, ઝિંક જેવા અનેક પ્રકારના વિટામિન અને મિનરલસ થી ભરપુર છે. ખસખસ માત્ર કેકનો ટેસ્ટ વધારવા કે ગાર્નિશિંગ માટે જ નથી પરંતુ તમારી સ્કિન અને પેટની તકલીફોનું પણ સોલ્યુશન છે.
ખસખસનો ઉપયોગ સારી ઊંઘ મેળવવા માટે પણ કરી શકાય છે. તમે ચા માં ખસખસનું થોડું એવું પ્રમાણ મેળવીને તેનું સેવન કરી શકો છો જેથી તમને સારી ઉંઘ આવશે. ખસખસમાં ભરપૂર પ્રમાણમાં ફાઇબર રહેલુ હોય છે. તેના સેવનથી કબજિયાતની સમસ્યા દૂર થાય છે અને તે ખાવાનું પચાવવામાં પણ મદદ કરે છે.
શેમ્પૂ કર્યા પહેલા વાળમાં ખસખસ લગાવવાથી ઘણા ફાયદા મળે છે. આ માટે ખસખસને પહેલા 1-2 કલાક માટે પલાળી દો અને પછી તેમાં 1 લીંબુ નીચોડો અને 1 ચમચી મધ મેળવો. હવે આ મિશ્રણને વાળમાં સારી રીતે લગાવી દો અને 1 કલાક સુધી રાખો. ત્યારબાદ સ્વચ્છ પાણીથી માથુ ધોઈને શેમ્પૂ કરી લો.
આર્યુર્વેદમાં પણ સુંદરતા વધારવા માટે ખસખસને ફાયદાકારક ગણવામાં આવી છે જો ખસખસને દહીં અથવા મધ સાથે મેળવીને લગાવવામાં આવે તો આ એક શ્રેષ્ઠ સ્ક્રબ તરીકેનું કામ કરે છે. એટલે કે ખસખસ ડેડ સ્કિનને પણ રિમૂવ કરવામાં મદદ કરે છે.
મોઢાના ચાંદા નાના થી લઇ ને મોટા દરેક વ્યક્તિ ને પરેશાન કરે છે. જેના કારણે ખાવામાં, દાંત સાફ કરવામાં, પાણી પીવામાં પણ તકલીફ થતી હોય છે. ખસખસની તાસીર ઠંડી હોવાને કારણે તે પેટની ગરમીને જલ્દી દૂર કરે છે અને ચાંદામાં રાહત અપાવે છે.
ખસખસનું સેવન કરવાથી બીમારીઓથી લડવાની ક્ષમતા પણ વધે છે એટલે કે રોગ પ્રતિકારક શક્તિ મજબૂત થાય છે. તેમા વિટામિન બી, ફાઇબર, ઓમેગા-6, ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં રહેલા હોય છે જે સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક છે. બધા પ્રકાર ના ભયથી બચવા માટે આપણે આહારમાં ખસખસ નો ઉપયોગ કરવો જોઈએ.
જો તમને પેટમાં દુખાવાની તકલીફ હોય તો ઘી અથવા માખણમાં ખસખસનો પાઉડર ઉમેરીને તમે પેટની સમસ્યાથી છૂટકારો મેળવી શકો છો. ખસખસનો ઉપયોગ ઘણી દવાઓ બનાવવામાં પણ કરવામાં આવે છે. ખસખસ માં વધુ પ્રમાણમાં એન્ટીઓક્સીડેંટ હોવાને કારણે તેમાં અદ્દભુત એન્ટીઓક્સીડેંટ ગુણ હોય છે. આ એન્ટીઓક્સીડેંટ ફ્રી રેડીકલના હુમલાથી અંગો અને ઉત્તકોનું રક્ષણ કરે છે.
ખસખસમાં આયરન હોય છે જે શરીરમાં લોહીની કમીને દૂર કરે છે અને એનીમિયાથી બચાવવામાં મદદ કરે છે. ખસખસમાં ફોસ્ફરસ હોય છે જેનાથી દાંત મજબૂત થય છે. ખસખસમાં પોટેશિયમની માત્રા વધુ હોય છે જેનાથી બીપી કંટ્રોલ થાય છે.
ખસખસના બીજમાં શાંતિદાયક ગુણ હોવાને કારણે તે શ્વાસની બીમારીઓના ઈલાજમાં ઘણું ફાયદાકારક બને છે. તે ખાંસીને ઓછી કરવામાં મદદ કરે છે અને અસ્થમા જેવી સમસ્યાઓની સામે લાંબા સમય સુધી રાહત પૂરી પાડે છે. દુખાવો કે સોજા માટે ખસખસને ખૂબ ફાયદાકારક માનવામાં આવે છે. ખસખસનો પેસ્ટ બનાવીને તેને દુખાવા કે સોજા પર લગાવવાથી દર્દમાં રાહત મળે છે.
મધુમેહથી પીડાતી વ્યક્તિ ખસખસનું સેવન કરી શકે છે. ખસખસ ફાઈબરથી ભરપુર હોય છે, જે ટાઇપ ૨ ડાયાબીટીસમાં સારું એવું કામ કરે છે. ખસખસમાં મેગ્નેશિયમ પણ ભરપુર હોય છે. કહેવામાં આવે છે કે મેગ્નેશિયમની ઉણપના કારણે ડાયાબીટીસ થવાનો ખતરો વધી જાય છે. ત્યારે ખસખસ નો ઉપયોગ કરવો તમારા માટે લાભદાયક નિવડે છે.
પથરી થી પરેશાન વ્યક્તિઓ માટે ખસખસ ખુબ જ લાભકારી નીવડે છે. કારણ કે અમુક શોધખોળ માં જાણવા મળ્યું છે કે વધારે પડતું કેલ્શિયમનું પ્રમાણ શરીરમાં પથરી થવાની સંભાવનાને વધારી દે છે. તેવામાં ખસખસ નો ઉપયોગ કરવાથી કેલ્શિયમની માત્રા શરીરમાં જળવાઈ રહે છે અને પથરી થવાની સંભાવના ઘટી જાય છે. શિયાળામાં ત્વચા ડ્રાય બની જતી હોય છે, ખસખસમાં એવા તત્વો રહેલા છે જે તમારી સ્કિનને એકદમ તાજગી ભરેલી રાખે છે અને ખસખસ ત્વચામાં રહેલા મોઇશ્ર્ચરને ઓછુ થવા દેતું નથી.
ખસખસનો હલવો મનની નબળાઇને પણ દૂર કરે છે. જો તમને ખ્યાલ ન રહેતો હોય, યાદશક્તિ ઓછી થતી જાય છે તથા માથામાં દુખાવો થતો રહે છે, તો દરરોજ ખસખસનો હલવો બનાવીને ખાવો. ખસખસ બુદ્ધિ ક્ષમતાને વધારે છે. તેથી જ સ્કૂલના વિદ્યાર્થીઓને ખસખસ ખવડાવવા જોઈએ, જેથી તેમનો શારીરિક અને માનસિક વિકાસ સારો થઈ શકે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.