શરદી-ઉધરસ અને તાવ થાય એટલે મોટાભાગના દર્દીઓના શરીરમાંથી ઓક્સિજન લેવલ ઘટી જાય છે. આ કારણે અત્યાર સુધી અસંખ્ય દર્દીઓના જીવ ગયા છે. આવામાં ઓક્સિજન લેવલ જાળવી રાખવું બહુ જ જરૂરી છે. ઓક્સિજન લેવલ વધારવા માટે બહારથી ઓક્સિજન ના બોટલ લાવવાની જરૂર નથી. દર્દી આપમેળે ઘરે પણ ઓક્સિજનની માત્રા વધારી શકે છે. તો ચાલો આપણે જાણીએ ઘરે બેઠા કઈ રીતે ઓક્સિજન લેવલ વધારી શકાય છે.
યોગમાં દિવસમાં બે વખત 15 મિનિટ સુધી પ્રાણાયમ કરવા જોઈએ. સાથે જ બે વખત ઊંધા સૂઈને ઊંડા શ્વાસ લેવા જોઈએ. જેથી ઓક્સિજન લેવલ વધે છે. શ્વાસોશ્વાસ યોગ્ય કરવા રોજ રાય-મીઠું પાણીમાં નાંખી ઉકાળી નાસ લેવો. તેનાથી ઓક્સિજન લેવલ વધારી શકાય છે.
ઓક્સીજન લેવલ વધારવા માટે કપૂરની ગોળી, 1 ચમચી રાઈ, અડધી ચમચી મીઠું, તેમાં અજમો અને તુલસીના પાન તેમજ લવિંગ આ વસ્તુને ભેગી કરીને તેને ખાંડીને પોટલી બનાવી તેનાથી શ્વાસ લેવાથી નાક અને શ્વાસ નળી સાફ થાય છે. જેથી ઓક્સિજન લેવલ વધે છે અને ઊંચું જાય છે. આ તમારું ઘટેલું ઓક્સીજન લેવલ 88-89 હશે તે આ ઉપાય કરવાથી તમારું સામાન્ય ઓક્સીજન હશે તે પ્રમાણે 96-97 થઈ જાય છે.
લીંબુ ફેફસાની સફાઈ માટે ખુબ ઉપયોગી છે. લીંબુમાં વિટામીન-સી ના લીધે લીંબુમાં એન્ટી ઓક્સીડેન્ટ તત્વ હોય છે. જે શરીરમાં મેટાબોલીઝમને મજબુત કરે છે. આપણે વ્યસન અને બીડીના ધુમાડાની સફાઈ પણ આ લીંબુથી થાય છે. માટે સફાઈ લીંબુનો રસ પીવો જોઈએ. જેના લીધે ફેફસાની સફાઈ થતા ઓક્સીજન લેવલ વધે છે.
અજમાના પાંદડા, રાઈ, સાથે સુંઠ અને લવિંગ, મીઠું અને ફુદીનાના વગેરે લઈને તેની એક બે ગ્લાસ પાણીમાં ગરમ કરો. જ્યારે તેમાંથી વરાળ નીકળે ત્યારે તે વરાળ મો અને નાક વડે લો. જેનાથી ગળામાંથી અને નાકમાંથી અડચણ રૂપ કફ બહાર નીકળી જાય છે અને શ્વાસ સરળતાથી લઈ શકીએ છીએ જેથી ઓક્સિજન લેવલ વધે છે.
ઝંડુ બામ એ નાકને અને શ્વસન તંત્રને ખૂલું કરવામાં ખુબ જ ઉપયોગી છે. ઝંડુબામ નાક વાટે લેવાથી બંધ થયેલું નાક ખુલી જાય છે અને શરીરમાંથી કફ પણ છૂટો પડી જાય છે. જેના લીધે ઓક્સીજન પુરતો મળતા ઓક્સીજન લેવલ વધે છે.
આદુ, હળદર, ગાજર, લસણ ફુદીનો, મેથી, બીટ અને હાથલા થોરના ફીંડલા વગેરે મિક્સ કરીને તેને મિક્સરમાં નાખીને તેનો રસ પી લેવાથી ફેફસાની સફાઈ બરાબર થાય છે. ફેફસામાં રહેલા કફને આ ઔષધિઓમાં રહેલા એન્ટીઓક્સીડેન્ટ ગુણો દુર કરે છે. જેનાથી અશુધ્ધિઓ દુર થાય છે. સાથે લોહી અને હિમેગ્લોબીન પણ વધે છે. જેથી શ્વાસ બરાબર અને પુરતો લઇ શકીએ છીએ જેનાથી ઓક્સીજન લેવલ વધે છે.
તુલસીના 10-12 પાન લઇને સારી રીતે ધોઇ લો. એક પેનમાં 3 કપ પાણી લો. તેમાં તુલસી, આદુનો એક ટુકડો, 2 કાળા મરી ઉમેરીને સારી રીતે ઉકાળી લો. આ પાણી જ્યારે ઉકાળીને તેની માત્ર 2 કપ થઇ જાય તે પછી તેણે ગાળી લો. આ પાણી તમારા શરીર ઇમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવશે અને શરીરમાં ઓક્સિજનના લેવલમાં પણ વધારશે.
હવાને શુદ્ધ કરે તેવા છોડ વાવો, તુલસી, પીપળો, બામ્બુ જેવા છોડ સૌથી વધારે ઓક્સીજન આપે છે. જયારે નાના નાના છોડ પણ ઘરમાં રાખી શકાય છે જે તમારી આજુબાજુ હવાને શુદ્ધ કરશે. ઘરમાં રાખવામાં આવતા છોડ ખુબ જ ઉપયોગી થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.