આયુર્વેદિક ઉકાળાનું સેવન કરવાથી કોરોના થતો નથી, ઘણા બધા લોકોએ ઉકાળાનું સેવન કરીને કોરોનાને માત આપી છે, કોરોના થયા સમયે જો ઉકાળાનું સેવન કરવામાં આવે તો કફ છૂટો પડીને બહાર નીકળી જાય છે. નવા નિર્માણ પામતા કોરોના વાયરસના પ્રજીવને આપણા શરીરમાં શ્વેત કણોમાં ઉત્પન્ન થતી રોગ પ્રતિકારક શક્તિ મારી નાખે છે.
કોરોના રોગ થયા પછી અને પહેલા ઉકાળો ખુબ જ ઉપયોગી છે. ઉકાળાનો ઉપયોગ શરીરની રોગપ્રતિકાર શક્તિને સશક્ત રાખવા માટે તથા શરદી-તાવની સારવારમાં ઉપયોગી થઇ શકે તે માટે છે. કોરોના વાઇરસના ચેપની સારવાર માટે ઉકાળાનો ઉપયોગ કરી શકાય છે. તો ચાલો આજે આપણે જાણીએ અલગ અલગ ઉકાળા બનાવવાની રીતો.
આરોગ્ય રક્ષક ઉકાળો:
તુલસી, સૂંઠ, હળદર, ગળો, અશ્વગંધા આ બધી વસ્તુ 30-30 ગ્રામ લેવી અને ગંઠોડા 25 ગ્રામ, કાળીજીરી 15 ગ્રામ, જેઠીમધ 15 ગ્રામ, કરિયાતું 5 ગ્રામ , લીંડીપીપર 300 ગ્રામ લેવું. બધી વસ્તુના ભૂકાનું મિશ્રણ કરીને 10 ગ્રામ ભૂકો (અથવા 5 ગ્રામ ચૂર્ણ) 200 મિલિ લિટર પાણીમાં ઉકાળીને ચોથા ભાગનું (50 ml) થાય ત્યાં સુધી ધીમા તાપે ઉકાળવું. ત્યાર બાદ તેને ગાળીને લેવું, દ્રવ્યો ચૂર્ણ ના બદલે ભૂકાના સ્વરૂપમાં મળે તો વધુ સારું.
ઉકાળો વધુ કડવો લાગે તો તેમાં ઉકાળતી વખતે અડધી ચમચી (2 ગ્રામ જેટલું) જેઠીમધનું ચૂર્ણ ઉમેરી શકાય, જરૂર પડે તો ઉકાળ્યા પછી દેશી ગોળ પણ ઉમેરી શકાય. આ માપ એક વ્યક્તિ માટે છે. ઘરમાં જેટલા વ્યક્તિઓ હોય તે મુજબ ઉકાળા માટેનું ચૂર્ણ તથા પાણી લેવું.
ઉકાળો ગરમ-ગરમ પીવો હિતાવહ છે. પંદર વર્ષથી નાના બાળકો માટે ઉકાળાનું પ્રમાણ 25mm જેટલું રાખવું. ઉકાળો લેવાના આગળ પાછળના અડધો કલાક સુધી કોઈ ખોરાક ન લેવાય તે સારું માનવામાં આવે છે. આ ઉકાળામાં સમાવેલ ઔષધિઓ પૈકી કેટલીક વનસ્પતિઓ વાઇરસ પ્રતિરોધક, રોગ પ્રતિકારક શક્તિ વધારવાનો તથા અન્ય ઔષધિઓની અસરકારકતા વધારવાનો ગુણ ધરાવે છે.
પથ્યાદિ ઉકાળો :
હરડે, બહેડા, આમળાં, ગળો, કરિયાતું, લીમડાની છાલ, હળદર ના ભૂકાને સમપ્રમાણમાં ભેગા કરી રાખવા. તેમાંથી 10 ગ્રામ ભૂકો લઈ 200 ml પાણીમાં ઉકાળી 50 ml પાણી બાકી રહે ત્યારે ગાળીને નવસેકુ પીવું. સવારે નરણા કોઠે અને સાંજે ભૂખ્યા પેટે એમ દિવસમાં એક કે બે વખત લઈ શકાય. આ ઉકાળો પીવાથી શરીરમાં ઉર્જા વધે છે અને તમામ બીમારીઓ દૂર થાય છે.
સુંઠ – મરી – તુલસી – કાળી દ્રાક્ષનો ઉકાળો :
આરોગ્ય રક્ષક ઉકાળાની વનસ્પતિઓ મેળવવી મુશ્કેલ બને તેમ હોય તો ઘરે મળતી ચીજોમાંથી આ ઉકાળો બનાવીને લઈ શકાય. તુલસીના પાન, તજ, મરીનું ચૂર્ણ, સૂંઠ અને કાળી દ્રાક્ષને એક ગ્લાસ પાણીમાં ઉકાળીને દિવસમાં બે-ત્રણ વખત લઈ શકાય. સ્વાદ માટે ગોળ અથવા થોડો લીંબુનો રસ નાખી શકાય. આ ઉકાળો પીવાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તાવ, શરદી, ખાંસીમાં રાહત મળે છે.
ગળોનો ઉકાળો બનાવવાની રીત :
આદુ કે સૂંઠ, હળદર, મરી, દ્રાક્ષ, અજમા, વગેરે ખાંડી લો. ગળો અને તુલસીના પાંદડા છૂંદીને તેનો છૂંદો કરી લો. આ બાદમાં તેને એક ગ્લાસ પાણીમાં નાખીને તપેલીમાં ગરમ કરો. તેમાં તજ પાવડર, ફુદીના પાન અને તુલસીના પાન કે અર્ક, દેશી ગોળ, સિંધાલુ મીઠું વગેરે તેમાં નાખો. આ એક ગ્લાસ પાણીમાં તમામ ઔષધિઓને ઉકાળવા દેવી, તેમજ તેનો ઉફાળો આવવા દેવો. ઉફાળો આવ્યા બાદ તેને સતત હલાવતા રહો અને જ્યારે તેમાંથી અડધા કરતા ઓછું પાણી વધે ત્યારે આ ઉકાળાને ઉતારીને તેને ગાળી લો.
આ ઉકાળો ઉતારી તેમાં સ્વાદ અનુસાર લીંબુનો રસ નાખીને તેને પીવાથી શરીરમાં રોગ પ્રતિકારક વધે છે. આ ઉકાળો પીવાથી કોરોના રોગ દરમિયાન ઈમ્યુનીટી વધવાની સાથે તે કફ અને ગળાને સાફ કરે છે. આ સિવાય ગળું સાફ થવા સાથે રોગ શ્વાસ નળી અને ફેફસામાં રહેલા કફને પણ દુર કરે છે.
ગળો અને સુકી દ્રાક્ષનો ઉકાળો :
સૌથી પહેલા 1 ગ્રામ જેટલી હળદરની ગાંઠ, આદુ કે સુંઠ 1 ગ્રામ, મરી 3 નંગ વગેરેને પીસી લો. આ પછી 1 ગ્લાસ પાણી તપેલીમાં લઈને ગરમ કરો. પાણી ગરમ થતા બધી તેમાં નાખી દો. આ પછી તેમાં ગળો કે ગળોનું ચૂર્ણ, તુલસીના પાન 10 નંગ કે 10 ટીપા અર્ક નાખો, તેમજ 1 તજ પાવડર નાખો. આ પછી કાળી દ્રાક્ષ 10 નંગને તેને ઉકળવા દો. જ્યારે આ ઉકાળાનું પાણી અડધું થઇ જાય ત્યાં સુધી હલાવતા રહો. જયારે તે પાણીમાંથી અડધુ પાણી વધે ત્યારે તેને ઉતારી લો. આ પછી તેને ગાળી લો. જ્યારે આ ઉકાળો થોડો હુંફાળો રહે ત્યારે તેનું સેવન કરવામાં આવે તો કોરોના સામે લડવાની રોગ પ્રતિકારક શક્તિ વધે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.