યોગ સારું સ્વસ્થ્ય રાખે છે. રોગપ્રતિકારક શક્તિને વધુ સારી રીતે જાળવવામાં યોગની પણ મહત્વની ભૂમિકા છે. આજે કોરોનાની અસર ફરી વધવા લાગી છે અને પ્રદૂષણની સમસ્યા પણ વધી છે. આ સ્થિતિમાં ઊંડો શ્વાસ અને પ્રાણાયામ ખૂબ ફાયદાકારક બને છે. પ્રાણાયમ દ્વારા પ્રાણવાયુને શરીરના તમામ અંગોમાં પહોંચે છે અને શક્તિનો સંચાર થાય છે. આનાથી માનવીને ઘણી બધી ઊર્જા-તાકાત મળી જાય છે.
નાક દ્વારા ઊંડો શ્વાસ લેવાથી શરીરને તાજો ઓક્સિજન મળે છે. તાજો ઓક્સિજન શરીરમાં રહેલા ઝેરી તત્વો અને કાર્બનડાયોક્સાઈડ બહાર કાઢે છે. જ્યારે પણ શરીરમાં રહેલું લોહી ઓક્સિજનેટેડ હોય છે ત્યારે તેનાથી શરીરની રોગપ્રતિકાર ક્ષમતામાં વધારો થાય છે. શરીરના મહત્ત્વના અંગો પણ સારી રીતે કામ કરી શકે છે.
પ્રાણાયમ કરવાથી પાચનક્રિયામાં વધારો થાય છે અને વજન ઘટાડવામાં અસરકારક બને છે. પ્રાણાયામ પેટના સ્નાયુઓને સંતુલિત કરે છે. રક્ત પરિભ્રમણ સુધારે છે અને ચહેરા પર ચમક લાવે છે. પ્રાણાયમ કરવાથી પેટ સુડોળ અને વ્યવસ્થિત બને છે. પ્રાણાયમ મનને શાંત અને ઉન્નત બનાવે છે.
દરરોજ માત્ર એક મિનિટના ઊંડા શ્વાસોશ્વાસની પ્રક્રિયાથી વધેલું બ્લડપ્રેશર ઘટી શકે છે. અને આ બ્લડપ્રેશર ઘટાડાની અસર આશરે ત્રીસેક મિનિટ સુધી ચાલુ રહેતી હોય છે. જો નિયમિત રીતે પેટથી ઊંડા શ્વાસોશ્વાસ લેવાની ટેવ પાડી શકાય તો ઘણા બધા રોગોમાંથી બચી શકાય એમ છે. શ્વસોશ્વાસની પ્રક્રિયા ઉપર અને નીચે થવાથી રક્તપ્રવાહની ગતિમાં વધારો થાય છે. તેનાથી ઝેરી પદાર્થોને બહાર ફેંકવામાં મદદ મળે છે.
નિયમિત પ્રાણાયામ કરવાથી લોહી શુદ્ધ થાય છે. ઉપરાંત, શ્વસન કાર્યમાં સુધારો થાય છે અને તણાવની સમસ્યા દૂર થાય છે, અનિદ્રાથી પણ રાહત મળે છે. જે લોકોમાં ઊંડા શ્વાસોશ્વાસથી કે અન્ય કસરતો કરીને ફેફસાંની ક્ષમતા વધારે હોય છે એ લોકોને હાર્ટ એટેક આવવાની શકયતા અન્ય લોકો કરતાં ઘણી ઓછી હોય છે. હ્રદયરોગને કારણે થતા દુખાવા ઊંડા શ્વાસોશ્વાસ અને પ્રાણાયામ કરવાથી ઘટી શકે છે. આમ, હ્રદયરોગને અટકાવવામાં અને એનો દુ:ખાવો થાય તો એને ઘટાડવામાં ઊંડા શ્વાસોશ્વાસ અને પ્રાણાયામ મદદરૂપ થાય છે.
ઊંડો શ્વાસ લેવાથી તમારા મનમાં ચાલતા ચિંતાજનક વિચારો, તણાવ અને મનમાં થતી ગભરામણથી છુટકારો મળે છે. ઊંડો શ્વાસ લેવાથી હૃદયની ગતિ એકદમ સામાન્ય થઈ જાય છે, જેથી કરીને શેરીર વધુ ઓક્સિજન લઈ શકે છે. અને હોર્મોન સંતુલિત થાય છે. શરીરમાં ઉત્પન્ન થતા કોર્ટિસોલનું સ્તર ઓછું કરે છે. કોર્ટિસોલ શરીર માટેનું સ્ટ્રેસ હોર્મોન છે. જેતે સમયે શરીરમાં કોર્ટિસોલનું સ્તર લાંબા સમય સુધી વધેલું રહે તો શરીરને નુકસાન પણ થઈ શકે છે.
પ્રાણાયામ અને ઊંડો શ્વાસ લેવાથી શરીરને જરૂર પૂરતો ઓક્સિજન મળે છે. એટલે કે એક જાતની વિદ્યુતશક્તિ તમારા શરીરના તમામ કોષો સુધી પહોંચે છે. ઊંડા અને મોટા શ્વાસ લેવાથી હૃદય, લીવર અને પેટની ક્રિયા સારી રીતે કામ કરે છે. પ્રાણાયમ કરવાથી મગજ, હૃદય, ફેફસાં, લીવરના રોગો થતા નથી. તમારા આયુષ્યમાં સતત વધારો થતો જાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.