ચોમાસામાં ગોખરુના વેલા જમીન પર પથરાયેલા જોવા મળે છે. તેનાં પાન નાનાં નાનાં હોય છે. તેને ચણા જેવડાં કે તેથી નાનાં ફળ બેસે છે, જેના ઉપર કાંટા હોય છે. ફળ તાજાં હોય ત્યારે લીલા રંગનાં અને સુકાતાં કઠણ અને સફેદ બને છે. ગોખરું ઠંડુ છે, આથી પેશાબના દરેક જાતના રોગોમાં ખુબ સારું કામ આપે છે.
પેશાબ ઓછો આવવો, પેશાબ ન આવવો, પેશાબ અટકી અટકીને આવવો, પેશાબમાં બળતરા થવી, પેશાબ દુર્ગધવાળો કે ડહોળો આવવો વગેરેમાં ગોખરું ઉપયોગી છે. ગોખરું કીડની પર ઉત્તેજક, વેદના દુર કરનાર તથા મુત્ર સંસ્થાનના આંતરીક સ્તર પર સ્નીગ્ધ અસર કરે છે. આથી જ ના પરમીયા અને મુત્રાશય તથા મુત્રમાર્ગની બળતરા પર લાભ કરે છે.
ગોખરું સ્નેહન, મુત્ર વધારનાર, બળ(વીર્ય) વધારનાર, તથા મૈથુનમાં ઉત્તેજના લાવનાર છે. એ શુક્રજંતુઓ વધારે છે. ધાતુપુષ્ટી માટે ગોખરું ઉત્તમ છે. પેશાબમાં વીર્ય જતુ હોય તેના ઈલાજ માં ગોખરું વાપરી શકાય. તે મુત્રપીંડ અને મુત્રાશયને કાર્યશીલ રાખે છે. આથી પથરીના રોગીને તથા કીડની બગડી હોય તેવા રોગીઓ પણ તેનું સેવન કરી લાભ મેળવી શકે છે. ગોખરુંને સુકવી, ખાંડી, ચુર્ણનો બનાવીને પણ તેનો ઉપયોગ કરી શકાય છે.
સર્વ પ્રકારના પ્રમેહમાં અને પ્રોસ્ટેટના સોજામાં ગોખરું લાભદાયી છે. સરખા ભાગે બનાવેલ ગોખરું અને તલનું ચુર્ણ એક ચમચી અને એક ચમચી મધને બકરીના દુધ સાથે લેવાથી હસ્તમૈથુનથી આવેલી નબળાઈ અને નપુંસકતા દુર થાય છે. એક ચમચી ગોખરુ ચુર્ણનો ઉકાળો સવાર સાંજ પીવાથી પથરી તુટી જાય છે.
મુત્રમાર્ગમાં વેદના સાથે પેશાબ થતો હોય તો સો ગ્રામ દુધ, સો ગ્રામ પાણી અને એક ચમચી ગોખરું નું ચુર્ણ નાખી પાણીનો ભાગ બળી જાય ત્યાં સુધી ઉકાળી થોડી સાકર નાખી આ ઉકાળો પીવાથી લાભ થાય છે. નાના ગોખરુના પંચાંગના ભુકાને ઉકળતા પાણીમાં એક કલાક ભીંજવી રાખી, પછી તેને મસળીને ગાળી લઈને તેમા મધ અને સાકર નાખી પીવાથી મુત્રની અને મુત્રમાર્ગની શુદ્ધી થાય છે.
ગળો, ગોખરું અને આમળાના સમાન ભાગે બનાવેલા ચુર્ણને રસાયન ચુર્ણ કહે છે. શરીરમાં ગમે ત્યાં દાહ, બળતરા, અશક્તી રહેતી હોય તો સવાર, બપોર, સાંજ અડધી ચમચી આ ચુર્ણ ફાકીને ગાયનું તાજું દુધ પીવું. આહારમાં તીખી, ગરમ ચીજો બંધ કરવી. ઉંદરીથી દાઢી, મુછ, આંખ વગેરે પરના વાળ ખરી જાય છે, તેમાં ગોખરું અને તલને સરખા ભાગે વાટીને મધ અને ઘી માં મેળવીને લેપ તૈયાર કરવો, આ લેપ અસરગ્રસ્ત ભાગ પર લગાવવાથી ઉંદરી મટી જાય અને નવા વાળ ઉગવા લાગે છે.
એક એક ચમચી ગોખરા નું બારીક ચુર્ણ, ગાયનું ઘી અને ખડી સાકર સારી રીતે મીશ્ર કરી રોજ રાત્રે બેથી ત્રણ અઠવાડીયાં સુધી જમ્યા પછી આ મિશ્રણ લેવાથી સ્ત્રીઓને થતી શ્વેતપ્રદરની તકલીફ મટે છે અને ગર્ભાશય મજબુત થવાથી તેની શીથીલતા દુર થાય છે. ગોખરુ અને સુંઠનો ઉકાળો સવાર-સાંજ પીવાથી કટીશુળ અને સવાગ સંધીવા મટે છે.
એક ચમચી જેટલું ગોખરુચુર્ણ, એક ચમચી સાકર સાથે રોજ સવાર-સાંજ લેવું અને પછી ઉકાળીને ઠંડું કરેલું દુધ પીવું, આનાથી વાયુ, પીત્ત અને કફ જેવા દોષમાં લાભ થાય છે. ગોખરું અને અશ્વગંધાનું પ થી ૭ ગ્રામ ચુર્ણ એનાથી બમણી સાકર સાથે કે બે ચમચી મધ સાથે લેવાથી શરીર પુષ્ટ થાય છે, શારીરીક શક્તી તથા કામશક્તી વધે છે.
200 ગ્રામ દુધમાં એટલું જ પાણી અને એક ચમચી ગોખરા નું ચુર્ણ નાખી ધીમા તાપે ઉકાળી પાણીનો ભાગ ઉડી જાય એટલે ઉતારી ઠંડુ પડ્યા પછી આ ઉકાળો પીવાથી મૈથુનશક્તી વધે છે. આ ઉકાળો સવાર-સાંજ તાજો બનાવીને પીવો. આ ઉકાળમાં સાકર પણ નાખી શકાય. ૩-૩ ગ્રામ એટલે કે એક નાની ચમચી જેટલું ગોખરું દીવસમાં બે થી ત્રણ વાર પાણી, સાકર, દુધ, ઘી કે મધ સાથે તકલીફ અનુસાર લઈ શકાય છે.
અડધી ચમચી ગોખરુંનું ચુર્ણ એક ચમચી મધ સાથે દીવસમાં ત્રણ વાર ચાટી ઉપર એક ગ્લાસ ઘેટીનું દૂધ પીવાથી પથરી તુટી જઈ મુત્ર માર્ગે બહાર નીકળી જાય છે. આ પ્રયોગ માત્ર સાતથી દસ દીવસ જ કરવા. ગોખરુને દુધમાં ઉકાળો કરીને પીવાથી રક્તપીત્ત મટે છે. કીડનીના સોજામાં, મુત્ર ક્ષારવાળું તથા ડહોળું હોય ત્યારે ગોખરુના ઉકાળામાં શીલાજીત મેળવીને પીવું.
મિત્રો, જો તમને આ જાણકારી કામ આવી હોય તો લાઇક ના બટન જરૂર દબાવ જો કમેંટ માં તમારા વિચાર અને તમારા સાવલો પૂછી શકો છો અને નીચે આપેલા લાઈક બટન ને દબાવો ને અમારા પેજ ને ફોલો કરી લો જેથી જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.