શરદી, ઉધરસ, તાવ જેવા વાયરલ ઇન્ફેકશનથી બચવા માટે લોકો આયુર્વેદ તરફ વળી રહ્યા છે. ગળો ને હમેશા અમૃતા કહેવામાં આવે છે, આ અમૃતા મૂળ ભારતીય નામ છે. ગળો સ્વાદે કડવી અને તૂરી હોય છે. ગળો તાવ, તૃષા, દાહ-બળતરા, રક્તદોષ, પાંડુ રોગ, કમળો, લિવરના રોગો, હૃદય રોગ, ખાંસી, કૃમી, એસિડિટી, ઊલટી, મંદાગ્નિ, મરડો, સંગ્રહણી જેવાં અનેક રોગો મટાડે છે. ગળો શરીરના તમામ પ્રકારના રોગને દૂર કરવામાં સક્ષમ છે. હવે અમે તમને જણાવીશું ગળોના ફાયદાઓ વિશે.
ગળોમાં એન્ટીએલેર્જીક ગુણ હોય છે જેના લીધે શરદીથી જલ્દીથી આરામ મેળવી શકાય છે. ઉધરસ દુર કરવા ગળોનો ઉકાળો પણ ફાયદાકારક છે. ઉધરસથી છુટકારો મેળવવા માટે ઉકાળો બનાવીને મધ સાથે દિવસમાં 2 વખત સેવન કરવાથી ઉધરસ દુર થાય છે. ગળોના એન્ટીપાયરેટીક ગુણના લીધે જે જૂનામાં જૂના તાવને દુર કરે છે. આ પરિણામે ડેન્ગ્યું, મેલેરિયા, સ્વાઈન ફ્લુ જેવી ગંભીર સમસ્યાઓથી આરામ મેળવી શકાય છે. તાવ આવતા સમયે ગળોનું ચૂર્ણ દિવસમાં બે વખત લેવાથી તાવ દુર થઇ શકાય છે.
હરડે, ગળો અને ધાણા સરખા પ્રમાણમાં 20 ગ્રામ જેટલા લઇ અડધા લીટર પાણીમાં ઉકાળી લીધા પછી તેમાં ચોથા ભાગનું પાણી વધે ત્યારે તેનો ઉકાળો બનાવીને તેમાં ગોળ નાખીને સવાર અને સાંજે પીવાથી કબજીયાતની બીમારી ઠીક થાય છે. ગળો શરીરને ઠંડક આપે છે. જેનાથી તાવમાં રાહત મળે છે. આ પ્રમાણે ચીકનગુનીયામાં માટે પણ ગળો ખુબ જ ફાયદાકારક છે. ગળોનું સેવન શ્વેતકણોને નિયંત્રિત કરે છે. ગળોમાં સોજા રોકવાના અને કફ અને દમ અને ડાયાબીટીસમાં લોહીમાં સુગર કન્ટ્રોલ કરવાના ગુણ હોય છે.
ગળો અને મધનું સેવન કરવાથી કફ મટે છે. ઘણા વ્યક્તીને શરદી અને ઉધરસ આવતી હોય છે. આ સમસ્યા માટે કફ જવાબદાર છે. દરરોજ બે ચમચી ગળોનો રસ પીવાથી કફ સંપૂર્ણ નાશ પામે છે. ગળો શરીરને અને લોહીને શુદ્ધ કરવાનો ગુણ ધરાવે છે જેના લીધે ફેફસા, શ્વાસનળી અને નાક સાફ રહે છે અને કફ હોય તો તે મળ દ્વારા બહાર નીકળી જાય છે. મધ સાથે ગળોનું સેવન કરવાથી કફ મટે છે.
ગળો હાઈપોગ્લાયકેમિક એજન્ટ તરીકે કામ કરે છે અને ડાયાબિટીઝની સારવાર કરવામાં મદદ કરે છે. ગળોનો રસ બ્લડ સુગરના ઉચ્ચ સ્તરને ઘટાડવામાં મદદ કરે છે. ગળોને એડેપ્ટોજેનિક ઔષધિ તરીકે પણ વાપરી શકાય છે. તે માનસિક તાણ તેમજ અસ્વસ્થતા ઘટાડવામાં મદદ કરે છે. તે ઝેરથી છુટકારો મેળવવામાં, મેમરી પાવર વધારવામાં મદદ કરે છે, તે મનને શાંત કરે છે અને જો અન્ય વનસ્પતિઓ સાથે જોડાય તો એક શ્રેષ્ઠ આરોગ્ય ટોનિક બનાવે છે.
આંખો સંબંધી સમસ્યાના નિરાકરણમાં ગળો ઉપયોગી છે. જે રોગપ્રતિકારક શક્તિ વધારનારા ઈમ્યુનોમોડ્યુલેટરી ગુણા આભારી છે. આંખોની સમસ્યામાં રોગપ્રતિકારક શક્તિ વધતા તે રોગનો નાશ થાય છે. જેમાં આંખની આંજણી, કમળો, આંખમાંથી પાણી પડવું અને મોતિયો જેવી બીમારીમાં રાહત મળે છે.
જ્યારે 10 થી 15 દિવસોમાં તાવની સમસ્યા દુર ન થાય તો તે વ્યક્તિને જુનો તાવ હોય શકે છે. આ સમસ્યામાં ગળો ખુબ જ લાભદાયી છે. આ તાવમાં ગળો લાભ પહોંચાડે છે. તેના માટે ગળોના વેલા અને પાંદડાનો ઉપયોગ કરવામાં આવે છે. જેમાં એન્ટીપાયરેટીક તાવ ઠીક કરનારા અને એન્ટી મેલેરીયલ મેલેરિયા દુર કરનારા તત્વો હોય છે.
ગળોના ફાયદાને કારણે જ શારીરિક પાચન ક્રિયા પણ સંયમિત રહે છે. જુદા જુદા પ્રકારની પેટની તકલીફોને દુર કરવામાં ગળો ખુબ જાણીતી છે. આપણા પાચન તંત્રને સારું કરવા માટે જો એક ગ્રામ ગળોનો પાવડરને થોડા એવા આંબળાના પાવડર સાથે નિયમિત રોતે લેવામાં આવે તો ખુબ ફાયદો થાય છે.
ગળોમાં સોજાનો નાશ કરવાના એન્ટી ફ્લેમેટરી ગુણ હોય છે, સાથે સાંધાનો સોજો દુર કરવાના ગુણ હોય છે જેના પરિણામે સાંધાનો સોજાથી ઓછા કરવાના એન્ટી અર્થરાઈટીક અને દુખાવામાં રાહત આપતા એન્ટી ઓસ્ટીયોપોરાટીક જેવા ફાયદાકારક ગુણ હોય છે જેન લીધે ગઠીયો વા દુર થાય છે. ગળોના કોઇપણ રૂપે સેવન કરવાથી આ વા માં રાહત મળે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.