તમાલપત્રનો ઉપયોગ દાળ, ઢોકળા,બિરયાની સહીત કોઈ પણ મસાલેદાર શાકમાં કરવામાં આવે છે. તમાલપત્રનો ઉપયોગ માત્ર ભારતીય રસોડામાં ખાવાનો સ્વાદ વધારવા માટે જ થતો નથી, પરંતુ આના ઘણા આયુર્વેદિક ફાયદા પણ છે. તમાલપત્ર એન્ટીઓકિસડન્ટ, વિટામિન એ, વિટામિન સી, આયર્ન, ફોલિક એસિડ અને પોટેશિયમ, જેવા પોષક તત્વોથી સમૃદ્ધ છે જે ઘણી રીતે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે.
તમાલપત્રના એન્ટી-ઇંફ્લેમેટરી, એન્ટિફંગલ અને એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મોને કારણે, આયુર્વેદમાં દવાઓ બનાવવા અને સારવાર માટે પણ થાય તેનો ઉપયોગ થાય છે. તમાલપત્રનો સ્વાદ થોડો કડવો અને તાસીર ગરમ છે. આજે અમે તમને તમાલપત્રના ફાયદાઓ વિશે જણાવીશું. સૌપ્રથમ આપણે તમાલપત્રની ચા બનાવવાની રીત જાણીશું.
2 કપ પાણીમાં 1 તમાલપત્ર અને અડધી ચમચી તજ પાવડર નાંખો અને 4-5 મિનિટ સુધી ઉકાળો. ગેસ બંધ કરો અને થોડીવાર માટે ઢાંકી રાખો. ત્યારબાદ તેને ગાળીને તેમાં લીંબુ અથવા મધ મિક્ષ કરીને પીવો. આ ચા તમારા સ્વાસ્થ્ય માટે ખૂબ ફાયદાકારક રહેશે.
તમાલપત્રને પીસીને તેનું બારીક ચૂર્ણ બનાવી લો, આની એક ચમચી દરરોજ ત્રણ વખત પાણીમાં લેવાથી ડાયાબિટીઝના દર્દીઓને લાભ મળે છે. લોહીમાં રહેલું સુગર ઘટવા લાગે છે. સાથે જ શુગરના દર્દીઓમાં ઇંસુલિનની ઘટતી-વધતી માત્રાને પણ રેગ્યુલેટ કરવાનું કામ કરે છે. તેને તમે સૂપમાં પાવડર, ભાત કે પુલાવ દાળમાં ઉમેરીને ઉપયોગ કરી શકો છો.
તમાલપત્રનું સેવન કરવાથી આપનું દિમાગ તેજ થાય છે. તમાલપત્રના સેવનથી યાદશક્તિમાં વધારો થાય છે અને કોઇપણ વસ્તુ યાદ રાખવામાં સરળતા રહે છે. તમાલપત્રના નિયમિત સેવન કરવાથી વ્યક્તિને અલ્ઝાઇમર જેવી માનસિક બીમારી થવાની સંભાવના ખુબ જ ઘટી જાય છે એટલું જ નહી વૃદ્ધાવસ્થા દરમિયાન પણ વ્યક્તિની યાદશક્તિ તેજ રહે છે.
તમાલપત્રમાં એન્ટિમાઇક્રોબાયલ ગુણ હોય છે, જે શરીરમાં ક્યાંય પણ ઘા હોય તો ઝડપથી મટાડવામાં મદદ કરે છે. તેથી તમાલપત્ર તમારા માટે ફાયદાકારક હોઈ શકે છે. બોડી એલડીએલ ઘટાડીને શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઘટાડવામાં મદદ કરે છે અને લોહીમાં એકંદર કોલેસ્ટરોલ પણ જે તમારા હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.
મચકોડ આવવા પર તમાલપત્ર, અજમો અને વરિયાળીથી બનેલો ઉકાળો રામબાણ ઇલાજ છે. મચકો઼ડ આવવા પર તેનુ સેવન કરી શકો છો. જે દુખાવા અને સોજાને ઓછા કરવામાં મદદરૂપ છે. તે સિવાય તમે તમાલપત્ર અને લવિંગને પાણીમાં પીસીને તેનો લેપ બનાવી શકો છો. તમાલપત્ર અને લવિંગનો લેપ લગાવવાથી દુખાવામાં તમને આરામ મળશે.નસોમાં આવતા સોજામાં આરામ,નસોમાં સોજા આવવાના કારણે ઘણી તકલીફ થાય છે અને તેની અસર કામ પર પડે છે.
તમાલપત્રમાં એક વિશેષ પ્રકારનું એન્ઝાઇમ જોવા મળે છે જે પાચનમાં સુધારો કરવામાં મદદ કરે છે. જો તમને કબજિયાત અથવા એસિડિટીની સમસ્યા છે, તો તમારે તમાલપત્રની ચા પીવી જ જોઇએ. જો તમારા દાંત પીળા થઇ ગયા હોય તો તમાલપત્ર અને પીસીને તેના પાઉડરમાં સંતરાની છાલનો પાવડર ભેળવી દો, હવે આ મિશ્રણથી અઠવાડિયામાં ત્રણ વખત પોતાના દાંત ઘસી લો આનાથી દાંત મા રહેલી પીળાશ ઓછી થાય છે.
તમાલપત્રના 2-3 પાનને અડધો કપ પાણી કે ચા માં ઉકાળીને પીવાથી શરદી ખાંસીમાં આરામ મળે છે.જો તમને અપચો કે પેટમાં ભારેપણું અને પેટ ફુલવાની સમસ્યા રહેતી હોય તો 5 ગ્રામ તમાલપત્રનું ચૂર્ણ લેવું. કટકો આદુ વાટીને લેવું. અને 200 મિલિ. પાણીમાં અડધું રહે ત્યાં સુધી ઉકાળીને તેનું સેવન કરવું. તમે તેમાં થોડું મધ નાખીને પણ પી શકો છો. આ નુસખો દિવસમાં બે વાર કરવો.
રાતે સૂતા પહેલાં આના તેલથી માલિશ કરવામાં આવે તો બહુ જ સારી ઉંઘ આવે છે અને લોહીનું પરિભ્રમણ પણ યોગ્ય રીતે થાય છે. તમાલપત્ર એ એન્ટી ઇન્ફ્લેમેટરી હોય છે. વાઈના દર્દીઓ એ તમાલપત્રના ધુમાડાની વચ્ચે રહેવું જોઈએ. એવું પણ કહેવામાં આવે છે કે તમાલપત્ર વાઈની રોગને જડથી નાબુદ કરી શકે છે.
તમાલપત્રને બાળવાથી તમારો થાક પણ દુર થઈ જાય છે. તમારો મગજ શાંત થાય છે. મગજની નસને આરામ મળે છે. એટલું જ નહિ પણ આ ધુમાડો શ્વાસ દ્વારા આપણી અંદર જાય છે આપણી ઈમ્યુન સિસ્ટમને પણ મજબુત કરે છે. તમાલપત્રનું તેલ પણ ખુબ ઉપયોગી છે. આ તેલમાં મિનરલ્સ, વિટામીન સી અને એન્ટીઓક્સીડેન્ટ હોય છે. આ તેલ આપણી ત્વચા માટે ખુબ જ અસરકારક છે. તેને લગાવવાથી ત્વચા મુલાયમ, સાફ અને કીટાણું રહિત થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.