જાંબુ એક મોસમી ફળ છે. જે ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ હોવાની સાથે સાથે ઔષધીય ગુણ પણ મળી આવે છે. જાંબુમાં આયર્ન અને ફોસ્ફરસ જેવા તત્વ ભરપૂર માત્રામાં મળી આવે છે. એમાં કોલીન અને ફોલીક એસિડ હોય છે. તેવી જ રીતે આ જાંબુના ઝાડ ના પાન પણ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે. જાંબુ એ ડાયાબિટિશ ના દર્દી માટે પારંપરિક ઔષધ છે. જાંબુ ની છાલ, ગર્ભ અને ઠળિયા બધુંજ ડાયાબિટિશના દર્દીઓ માટે ફાયદાકારક છે.
જાંબું ખૂબ લાભદાયક ફળ છે. એનું સેવન કરવાથી બોડીની ઇમ્યૂનિટી સિસ્ટમ મજબૂત થાય છે. જાંબુમાં એન્ટી કેન્સરના ગુણ પણ મળી આવે છે. આ કીમોથેરાપી અને રેડિએશનમાં પણ ફાયદાકારક હોય છે. શરીરમાં પાણીની ખામી છે તો, તેને દૂર કરવા માટે જાંબુનુ જ્યુસ બનાવીને પણ પીવુ અનુકુળ સાબિત થઈ શકે છે.
જાંબુમા વિટામીન સી નું પ્રમાણ હોય છે. જેનું સેવન કરવાથી શરીરથી વિટામીન સી ની કમી થશે નહીં. જો સાંધાના દુખાવાની સમસ્યાથી પીડિત હોય તો જાંબુની છાલને અને ગોળ ખૂબ જ ઉકાળો અને બચેલા ગોળનો લેપ ઘૂંટણ પર લગાવો. એનાથી રાહત થાય છે.
હાઈ બ્લડ પ્રેશર દર્દીઓ માટે પણ જાંબુ ખૂબ જ ઉપયોગી માનવામાં આવે છે. જાંબુને ઠંડા કરી સામાન્ય ફળોની જેમ જ વપરાશ કરી શકો છો. તે સિવાય જાંબુમાંથી ફ્રૂટ ચાટ અથવા સલાડ બનાવી પણ વપરાશ કરી શકાય છે.
જાંબુના ઠળીયાની પેસ્ટ બનાવીને દાંતે ઘસવાથી દાંત મજબુત થાય છે. કીડની અને પથરીની પરેશાનીમાં જાંબુના ઠળીયાને સુકવીને પાવડર બનાવીને સેવન કરવાથી ફાયદો થાય છે. જે દહી સાથે પણ લઇ શકાય છે.
કાચા જાંબુનો રસ કાઢીને પીવાથી પેટના રોગોમાં રાહત થાય છે. ગળાના રોગમાં જાંબુના ઝાડની છાલને પીસીને તેનો પાવડર બનાવો અને આ પાવડરને પાણીમાં નાખી કોગળા કરવાથી ગળુ સાફ થાય છે તેમજ મોની દુર્ગંધ પણ દુર થાય છે.
ઘણી બધી વ્યક્તિ જાંબુના ઠળિયાને સૂકવીને તેનો પાઉડર બનાવી તેનું સેવન કરે છે. જેથી ડાયાબિટીસ કંટ્રોલમાં રહે છે. પરંતુ જાંબુના ઝાડ ના પાન અને ઠળિયા ડાયાબિટીસમાં ખૂબ જ ફાયદાકારક થાય છે. જાંબુના ઠળીયા સાથે જાંબુના પાન ને સુકવી જાંબુના ઠળિયાનો પાઉડર બનાવવાની પ્રક્રિયા માં સાથે ઉમેરો અને તેનો પાવડર બનાવી દિવસમાં બેવાર સેવન કરવાથી ઉત્તમ પરિણામ આપશે.
જાંબુમાં મીઠુ અને મરી નાખીને પીવાથી હરસ મસામાં ફાયદાકારક રહે છે.જાંબુની સીઝનમાં તેના ઠળીયા સુકવીને પાવડર બનાવી લેવો જે બારેમાસ વાપરી શકાય છે. એસિડીટીથી સમસ્યાથી છુટકારો મેળવા માટે કાળા માઠીમાં શેકેલું જીરૂ મિક્સ કરીને પીસી લો એનું જાંબુ સાથે સેવન કરવું.
સૌંદર્ય વધારવા પણ ઉપયોગી જાંબુ જાંબુનું સેવન વાળ માટે ખુબ ફાયદાકારક છે. વાળ લાંબા થવામાં મદદરૂપ થાય છે તેમજ સફેદ થતા અટકાવે છે. જાંબુના સેવનથી ત્વચામાં પણ ચમક આવે છે અને મૃત ત્વચા દુર થાય છે.જાંબુ ખાવાના કારણે રકતસંચાર થાય છે. જેના કારણે કરચલીઓ દુર થાય છે, તેમજ કાળા દાગ ધબ્બા થવાની શકયતા રહેતી નથીં .જાંબુના પલ્પને સ્કીન પર લગાવવાથી ત્વચા કોમળ અને ચમકીલી બને છે. તેના ઠળીયાનાં પાવડરની પેસ્ટ બનાવી વાળમાં નાખવાથી પણ ફાયદો થાય છે.
જે વ્યક્તિઓને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા હોય તેઓએ જાંબુના પાન નું સેવન કરવું જોઇએ. તેની અંદર રહેલા ઔષધિય ગુણ આપણા શરીરની અંદર હાઈ બ્લડ પ્રેશરને નિયંત્રિત કરવામાં મદદરૂપ થાય છે.
જાંબુના પાન નો ઉપયોગ કરવામાં આવે તો શરીરની અંદર રક્ત પરિભ્રમણની પ્રકિયા સારી રીતે થાય છે. પરંતુ જો આ રક્ત ભ્રમણ ની પ્રક્રિયા ઝડપી થાય એટલે કે હાઈ બ્લડપ્રેશર ની સમસ્યા થાય તો આપણે હૃદયને નુકસાન કારક છે. નિયમિત સ્વરૃપે તેનું સેવન કરવામાં આવે તો આ રક્ત પરિભ્રમણ ની ક્રિયા સારી રીતે ચાલે છે.
પથરી ના ઈલાજ માટે પણ જાંબુ બહુ ફાયદાકારક હોય છે. પથરી ની સમસ્યા થવા પર જાંબુ ના બીજ ને સુકવીને બારીક પીસી લો અને તેને દહીં ની સાથે ખાઓ. કેટલાક જ દિવસો માં પથરી ની સમસ્યા થી છુટકારો મળી જશે.
પિત્ત ની સમસ્યા થી પરેશાન છો તો જાંબુ ના સિરકા માં પલાળીને રાખો અને દરરોજ સવાર-સાંજ તેનું સેવન કરો. તેનાથી પિત્ત શાંત થાય છે.
જો કોઈ વ્યક્તિએ નશો કર્યો હોય તો તે ઉતારવા માટે જાંબુના પાન નો રસ પીવડાવવાથી નશો જડપથી ઉતરી જાય છે. જો કોઈના મો માથી સતત વાસ આવતી હોય તો જાંબુના પાન ને ચાવવાથી તે દૂર થાય છે. નસ્કોરી ફૂટી, નાકમાંથી લોહી નીકળે ત્યારે જાંબુના કૂણા પાનનો રસના બે ટીપાં નાખવાથી ફાયદો થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.