વાત્ત-પિત્ત અને કફનો દુશ્મન છે સવારે ઉઠતાંવેંત આનું સેવન, શરીરનો તમામ કચરો દૂર કરી ચરબી અને સાંધાના દુખાવામાં છે 100% ફાયદાકારક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

આપણા શરીરનો 60 ટકા ભાગ પાણીથી બનેલો છે. સ્વસ્થ અને સુંદર શરીર માટે પાણી પીવું ખરેખર જરૂરી છે. દિવસ દરમિયાન 10-12 ગ્લાસ પાણી પીવું જરૂરી છે અને જો પાણી ગરમ કરીને પીવામાં આવે છે, તો તેના ફાયદાઓ વધુ છે. ગરમ પાણી પીવાથી શરીરમાં હાજર તમામ બેક્ટેરિયા બહાર નીકળી જાય છે અથવા મરી જાય છે.

દરેક વ્યક્તિએ ગરમ પાણી પીવું જ જોઈએ. ગરમ પાણી પીવું સ્વાસ્થ્ય માટે ફાયદાકારક માનવામાં આવે છે, તેથી જે લોકો વજન ઓછું કરવા અથવા પાચનક્રિયાને યોગ્ય રાખવા માગે છે, તેઓ ગરમ પાણી પીવે છે. તો ચાલો હવે અમે તમને જણાવીશું ગરમ પાણી પીવાથી આપણાં શરીને થતા અનેક ફાયદાઓ વિશે.

મહિલાઓને પીરિયડ્સ દરમિયાન કે જો પેટમાં દુખાવો થતો હોય તો એક ગ્લાસ ઉકાળેલું પાણી પીવાથી દુખાવામાં રાહત મળે છે. વળી માસિક શરૂ થવાના દિવસોમાં પેટમાં દર્દ થાય છે ત્યારે ગરમ પાણીમાં ઇલાયચી પાવડર મિક્સ કરીને પીઓ. આનાથી માસિકનું દર્દ તો દૂર થશે પણ શરીર, પેટ અને માથાના દુખાવામાં પણ રાહત મળશે.

ગરમ પાણી શરદી-તાવ અને કફ માં પણ બહુ ફાયદાકારક હોય છે. જો તમે શરદી, તાવ અને ગળામાં કફ ની સમસ્યા થી પરેશાન છો તો દિવસ માં ઓછા થી ઓછા 4-5 વખત ગરમ પાણી નું સેવન કરો. થોડાક જ સમય માં આરામનો અનુભવ થશે.

જો કોઈને પથરી થઇ હોય તો તેણે દરરોજ રાત્રે એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઇએ. જેના કારણે પેશાબના માર્ગ પરથી પથ્થર ધીમે થી બહાર આવવા લાગે છે. દરરોજ રાત્રે સૂતા પહેલા એક ગ્લાસ ગરમ પાણી પીવાથી વાળ ખૂબ સુંદર બને છે. ગરમ પાણી પીવાથી વાળમાં ચમક અને શક્તિ આવે છે. જે તેમને વધારે સુંદર બનાવે છે.

કબજિયાત ની સમસ્યા થી પરેશાન લોકો ને રોજ સવારે ઉઠ્યા પછી એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. ક્યારેક ક્યારેક શરીરમાં પાણીની કમીથી પણ કબજિયાત ની સમસ્યા થવા લાગે છે. સવારે સવારે ગરમ પાણી પીવાથી શરીરનો કચરો સરળતાથી બહાર નીકળી જાય છે અને કબજિયાતની સમસ્યા દૂર થાય છે.

દરરોજ રાત્રે એક ગ્લાસ ગરમ પાણી પીવાથી હૃદયરોગ થતો નથી અને હૃદય તંદુરસ્ત રહે છે. તેથી દરરોજ એક ગ્લાસ ગરમ પાણી પીવો. જો તમને ભૂખ લાગતી નથી અથવા તમારું પાચન યોગ્ય રીતે થતું નથી, તો તમારે દરરોજ સૂવાનો સમય પહેલાં એક ગ્લાસ ગરમ પાણી પીવું જોઈએ. આ ભૂખ અને પાચનશક્તિની ખોટની સમસ્યાને દૂર કરશે. ભૂખ વધારવામાં પણ ગરમ પાણી ખૂબ જ ઉપયોગી છે.

ગઠીયા અને સાંધાઓના દર્દથી મોટી સંખ્યામાં લોકો પરેશાન રહે છે. જે લોકોને સાંધાઓના દર્દ, માંસપેશીઓમાં એંઠન, ગઠીયા વગેરેની ફરિયાદ રહે છે તેમને સવારે સવારે ખાલી પેટ એક ગ્લાસ ગરમ પાણી પીવાની ટેવ રાખવી જોઈએ. તેનાથી થોડાક જ દિવસોમાં તમને આરામ મળશે.

એક ગ્લાસ ગરમ પાણીમાં લીંબુનો રસ, કાળા મરી અને મીઠુ ઉમેરી પીવાથી પેટનું ભારે પણું દૂર થાય છે. અસ્થમા, આંચકી, ગળામાં ખરાશ જેવા રોગોમાં પણ ગરમ પાણી ફાયદાકારક છે.ગરમ પાણીનું નિયમિત સેવન કરવાથી બ્લડ સર્કુલેશન પણ ઝડપી થાય છે. પેટમાં ગેસ થયા કરતો હોય તો ગરમ પાણી પીવાતી ગેસ બહાર નીકળી જાય છે.

ગરમ પાણી વજન ઘટાડવામાં પણ ખૂબ મદદ કરે છે,રોજ સવારે ખાલી પેટ ગરમ પાણીમાં 1/2 લીંબુ અને એક ચમચી મધ મિલાવી ને પીવાથી શરીર પાતળું થાય છે. ગરમ પાણી આપણા શરીરના તાપમાનને તેજીથી વધારે છે.

સાથે સાથે જાણો ઠંડુ પાણી પીવાથી થતું નુકશાન:

જો તમે જમ્યા પછી તરત જ ઠંડુ પાણી પીશો તો પાચન ને લગતી સમસ્યા થશે. જમ્યા પછી તરતજ પાણી પીવાથી, તૈલીય પદાર્થ પરિવર્તન આવે છે. જેને પચાવી આસાન નથી. અને તેના લીધે ગેસ, કબજિયાત,જેવી જેવી સમસ્યા થાય છે. એટલા માટે જમ્યા પછી ગરમ પાણી પીવાની આદત પડો સ્વસ્થ રહેશો.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Show Comments