આયુર્વેદ શાસ્ત્ર અનુસાર પપૈયાને માત્ર એક ફળ જ માનવામાં નથી આવતુ, પરંતુ પપૈયાને એક સર્વશ્રેષ્ઠ ઔષધિ માનવામાં આવે છે. કેમકે પપૈયાં આ સમગ્ર ઝાડની અંદર અમુક એવા ગુણો છે કે જે તમારા શરીરને અનેક રીતે ફાયદાકારક સાબિત થાય છે. તો ચાલો હવે આપણે જાણીશું પપૈયાના રસના ફાયદાઓ.
બરોળ, લીવરની તકલીફો, ડિપ્લેરિયા જેવા ચેપી રોગો થયા હોય, સ્વરનળિકામાં સોજો આવ્યો હોય, અનિદ્રા જેવો ભયંકર રોગ થયો હોય, કબજિયાત, મરડો, પેટનો દુખાવો, જેવા રોગો થયા હોય તો તેમાં પપૈયાનો રસ અત્યંત ગુણકારી છે. નેત્રરોગ, હાડકાંનું કળતર પણ પપૈયાના મધુર રસથી મટે છે. પ્રમેહ તથા આંખોની બીમારી પપૈયાના રસના સેવનથી મટે છે.
કરમિયા, કાયાની કાળાશ તથા હૃદયરોગ ઉપર પપૈયું મહત્ત્વનો ભાગ ભજવે છે. પપૈયું ફળફળાદિમાં તદન સસ્તુ અને બારેમાસ મળતું ફળ છે. પપૈયાનો રસ અને દૂધ-સાકર ભેગાં કરવામાં આવે તો મધુર પીણું બને છે. આ પીણું એક ગ્લાસ સવારે, એક ગ્લાસ બપોરે અને એક ગ્લાસ સાંજે પીવાથી અનિદ્રાનો ભયંકર રોગ મટે છે અને મીઠી નિંદ્રા આવે છે.
પેટમાં મળનો ભરાવો થયો હોય તે કચરો પપૈયાના રસથી બહાર નીકળી જાય છે. અજીર્ણના રોગમાં તેમજ કબજિયાતમાં પપૈયાનો મીઠો રસ ખૂબ જ કામ લાગે છે. રોગ નાબૂદ થયા પછી આવેલી અશક્તિ પપૈયાના ફળથી તરત મટે છે. પેટની બરોળ વધી ગઈ હોય તો પપૈયાંનાં ફળની પેટીસ મૂકવાથી મટે છે.
પપૈયાનો રસ ૨કત વધારે છે. કબજિયાત, આંતરડાની બીમારી વગેરે પેટનાં રોગો પપૈયાનાં રસથી મટે છે. પપૈયાના રસથી શરીરની કાર્યશક્તિ વધુ છે. પાકાં પપૈયા પિત્તનાશક, વીર્યવર્ધક, છે. એનાથી પેશાબ સાફ આવે છે. મળનો નિકાલ થાય છે અને ભૂખ સારી લાગે છે.
પપૈયામાં એ, બી, સી અને ડી વિટામિન સારા પ્રમાણમાં છે. બીજાં ફળ કરતાં ઉત્તમ ગુણો પપૈયામાં છે. નેત્રરોગ, મૂત્રાશયના રોગો, અસ્થિરોગ, લોહીનાં દબાણની વૃદ્ધિ, પક્ષઘાત, ગાંઠિયો વા, ઊલટી, વગેરેથી પપૈયાનો રસ બચાવે છે. પપૈયાનો રસ આંતરડાના કૃમિનો નાશ કરે છે તથા આંતરડાની દીવાલ પર ચોંટેલા મળ જંતુઓનો નિકાલ કરે છે. પપૈયાંનો રસ પીને સખત ગરમીમાં જનારાને લૂ લાગતી નથી, પપૈયાના ફળના રસથી મોઢાના ખીલ દૂર થાય છે.
સંધિવાના રોગીઓ માટે કાચા પપૈયાનો ઉપયોગ ખૂબ જ ફાયદાકારક છે. સૌથી પહેલા તમે કાચા પપૈયાને પાણીમાં નાખો, તેને સરખી રીતે ઉકાળતા પહેલા વચ્ચે એકવાર તેને કાઢીને ધોઇ લો અને તેના બી કાઢી લો. ફરીથી 5 મિનિટ માટે પાણીમાં નાખીને ઉકાળો ત્યારબાદ ઉકળતા પાણીમાં બે ચમચી ગ્રીન ટી નાખી દો. એને ગાળીને આ પાણીને રાખી લો અને દિવસભર તેને પીવો.
ડાયાબીટીસના રોગીઓ માટે કાચુ પપૈયુ ખાવુ એ ઘણુ સારુ છે. કાચુ પપૈયુ લોહીમાં શુગરની માત્રાને ઓછી કરે છે જે ડાયાબીટીસને કંટ્રોલમાં રાખે છે. એટલા માટે ડાયાબિટીસના રોગિઓ માટે કાચુ પપૈયુ ઘણુ ફાયદાકારક છે. કાચા પપૈયા ખાવાથી પેટદર્દની સમસ્યા અને પેટમાં ગેસની સમસ્યામાં આરામ મળે છે. તેની સાથે પાચનતંત્રને પણ ઠીક કરે છે. કાચા પપૈયાનો ઉપયોગ લિવર અને પીળીયાના રોગીઓ માટે ફાયદાકારક છે.
હાડકાના દુખાવા અને કમજોરીનું કારણ વિટામિનની કમી હોઈ શકે છે. કાચા પપૈયામાં વિટામિનથી ભરપુર માત્રામાં જોવા મળે છે. કાચા પપૈયાને ખાવાથી તમને એ સમસ્યાથી છુટકારો મળી શકે છે. કાચા પપૈયામાં ભરપૂર માત્રામાં ફાઈબર હોય છે. જે કબજિયાતની સમસ્યામાંથી છૂટકારો અપાવે છે. કાચા પૈપયામાં કેટલાક એવા પણ એન્ઝાઇમ જોવા મળે છે, જે પાચનતંત્રમાં સુધારો કરી પેટના દર્દથી રાહત અપાવે છે.
પપૈયાંનાં કાચાં ફળ ] માંથી દૂધ નીકળે છે. આ દૂધ દાદર પર ચોપડવાથી દાદર મટે છે. ગૂમડામાં કીડા પડયા હોય તો પણ આ દૂધથી કીડા મરી જાય છે. પપૈયાનાં આ પ્રકારનાં દૂધમાં આલ્કોહોલ અથવા શુદ્ધ દારૂ મેળવી રાખી પછી ગાળી નાખી બાટલીમાં પેક કરવાથી ઔષધી તરીકે કામ લાગે છે. આ દૂધથી ઉદરના દર્દો, કૃમિ તથા એસિડિટી દૂર થાય છે. કાચા પપૈયાંનું દૂધ સ્તન પર લેપ કરવાથી દૂધ વધુ આવે છે. ધાવણ વધે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.