આજના સમયમાં હરસ સૌથી વધુ જોવા મળતી સમસ્યા છે. આ ઘણો જ કષ્ટદાયક રોગ છે. હરસ એવી બીમારી છે જેમાં મળદ્વારની અંદર અથવા બહારની તરફ મસા થાય છે. આ મસામાં ઘણી વખત લોહી નીકળતું હોય છે અને સખત દુખાવો પણ થાય છે. ક્યારેક-ક્યારેક જોર લગાવવા પર આ મસા બહારની તરફ આવી જાય છે. જે અસહ્ય હોય છે. હવે આજે અમે તમને હરસ-મસાને દૂર કરવાના ઉપાયો જણાવીશું.
દરરોજ બે-ત્રણ કલાકે એક મોટી ચમચી કાચી વરીયાળી ખૂબ ચાવીને ખાવાથી હરસની તકલીફ મટે છે. રોજ સવારે 1 ચમચી કાળા તલ ખૂબ ચાવીને ખાઈને ઉપર એક કપ દહીં ખાવાથી હરસ-મસામાં ફાયદો થાય છે. દાડમનો રસ પીવાથી હરસમાં ફાયદો થાય છે. પાકા કોઠાના ગર્ભ સાથે ગોળ તથા પાણી મેળવી શરબત બનાવી 15 દિવસ સુધી પીવાથી હરસ દૂર થાય છે.
હરસ થયા હોય તો બને તેટલું લીલું અથવા સૂકું કોપરુ ખાવું અને તાજા નાળિયેરનુ પાણી દરરોજ 1-1 ગ્લાસ દિવસમાં બે ત્રણ વાર પીવું. આથી વગર દવાએ હરસ મટી જાય છે. લીમડાના કુમળા પાનના રસનુ પાંચ દિવસ સેવન કરવાથી મસાની પીડામાંથી મુક્ત થવાય છે.
હરસ-મસા પર લીમડાનુ તેલ લગાડવાથી અને ચાર પાંચ ટીપાં દરરોજ પીવાથી લાભ થાય છે. લોહીવાળા મસા પર જીરુનો લેપ કરવાથી અને રોજ ઘી, સાકર તથા જીરુ ખાવાથ અને ગરમ આહાર બંધ કરી દેવાથી લાભ થાય છે. આંબાની ગોટલીનુ ચૂર્ણ મધમાં અથવા સાદા હૂંફાળા પાણી કે મોળી છાસમાં લેવાથી દૂઝતા હરસ મટે છે.
દરરોજ બે-ત્રણ કલાકે એક મોટો ચમચો કાચી વરિયાળી ખૂબ ચાવીને ખાવાથી હરસની તકલીફ જડમૂળથી જતી રહે છે. હરસમાં લોહી પડતું હોય તો દાડમની છાલનું થાસ સાથે સેવન કરવું. વાયુથી ઉત્પન્ન થયેલા હરસમાં માખણ સાથેનો મઠો અને કફથી ઉત્પન્ન થયેલા હરસમાં માખણ કાઢેલો મઠો આપવો. મઠાના સેવનથી હરસનો નાશ થાય છે.
હળદરનો ગાંઠિયો શેકી, તેનું ચૂર્ણ કરી, કુંવારના ગર્ભમાં મેળવીને સાત દિવસ સુધી ખાવાથી હરસમાં ફાયદો થાય છે. હરસમા લોહી પડતું હય તો ઘી ને તલ સરખે હિસ્સે લઇ થોડી સાકર મેળવી ખાવું. દિવસમાં ચારેક વખત આ પ્રયોગ નિયમિત કરવાથી હરસમાં પડતું લોહી તરત જ બંધ થાય છે. થોડા દિવસ પ્રયોગ ચાલુ રાખવાથી હરસની તકલીફમાંથી મુક્ત થવાય છે. હરસ-મસામાં સવાર-સાંજ માખણ ખાવાથી લાભ થાય છે.
1 તોલો કાળા તલનો કલ્ક કરી, 10-15 તોલા બકરીના દૂધમાં મેળવી ½ તોલો સાકર નાખી સવારમાં પીવાથી હરસમા પડતું લોહી તરત જ બંધ થય છે. દહીંના ઘોળવામાં હિંગ, જીરૂ તથા સિંધવ વાખી પીવાથી હરસ, અતિસાર અને પેઢાનું શૂળ મટે છે. ગાયનું માખણ અને તલ ખાવાથી હરસ મટે છે. રાત્રે ધાણા પાણીમાં પલાળી રાખી સવારે ગળી તે પાણી પીવાથી અથવા કોથમીરનો રસ પીવાથી દૂઝતા હરસમાં ઝાડામાં પડતું લોહી બંધ થાય છે.
ગરમ ગરમ શેકેલા ચણા ખાવાથી હરસ મટે છે. ધાણા અને સાકરનો ઊકાળો કરી પીવાથી હરસમાં પડતું લોહી બંધ થાય છે. વડની છાલ, કૂણાં પાન કે કૂણી કુંપળોનો ઉકળો પીવાથી દૂઝતા હરસમા ફાયદો થાય છે. સૂરણના ટુકડા ઘીમાં તળી ખાવાથી હરસ મટે છે. સૂરણનો કંદ સૂકવી બનાવેલુ ચૂર્ણ 320 ગ્રામ, ચિત્રક 60 ગ્રમ અને મરી 20 ગ્રામ એ સર્વેનુ ચૂર્ણ કરી તેનાથી બમણો ગોળ નાખી મોટા બોર જેવડી ગોળીઓ બનાવી ખાવાથી બધા પ્રકારના હરસ મટે છે.
સૂંઠનુ ચૂર્ણ છાસમાં પીવાથી હરસમાં ફાયદો થાય છે. આમલીના ઝાડની છાલનું વસ્ત્રગાળ ચૂર્ણ ગાયના અધમળ્યા દહીં સાથે સવાર-સાંજ ખાવાથી હરસ મટે છે. કોકમનું ચૂર્ણ કે ચટણી દહીંની ઉપરની તર (મલાઇ) માં મેળવી ખાવાથી હરસ મટે છે. છાસમાં ઇંદ્રજવનુ ચૂર્ણ મેળવી પીવાથી હરસ મટે છે. મખણ, નાગકેસર અને ખડી સાકર ખાવાથી હરસમાં ફાયદો થાય છે. મીઠા લીમડાનાં પાનને પાણી સાથે પીસી, ગાળીને પીવાથી હરસ મટે છે.
60 ગ્રામ અજમો 60 ગ્રામ જૂના ગોળમાં મેળવી, પીસી, તેમાંથી 5-5 ગ્રામ જેટલો સવાર-સાંજ લેવાથી વાયુના હરસ મટે છે. આમલીના ફૂલોનો રસ લેવાથી હરસ મટે છે. એક ચમચો કળા તલ પાણીમાં પલાળી વાટી માખણ કે દહીંમા મેળવી રોજ સવારે ખવાથી હરસ મટે છે. જીરું વાટી લૂગદી કરી બાંધવાથી હરસમાં પડતુ લોહી બંધ થાય છે, બળતરા મટે છે અને બહાર નીકળેલા મસા અંદર જતા રહે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.