કોણી અને ઘૂંટણ અને ગરદન કાળા થવું એ સામાન્ય સમસ્યા છે. કોણી અને ઘૂંટણ, ગરદનમાં કાળાશની સમસ્યા મોટાભાગે એવા લોકોની હોય છે જે ઘરની બહાર વધુ જતા હોય છે. કોણી અને ઘૂંટણની કાળાશ તમારી સુંદરતામાં ઘટાડો કરે છે.
ઘણીવાર લોકો તેમના કોણી અને ઘૂંટણ, ગરદનની કાળાશ છુપાવવાનો પ્રયાસ કરે છે, પરંતુ કાળાપણું છુપાવવું એ આ સમસ્યાનું સમાધાન નથી. આજે અમે તમને કોણી અને ઘૂંટણની કાળાશથી છુટકારો મેળવવા માટેના કેટલાક સારા ઘરેલું ઉપાયો જણાવીશું, જેના ઉપયોગથી તમે તમારી કોણી અને ઘૂંટણની કાળાશને દૂર કરી સુંદર બનાવી શકો છો.
કોણી અને ઘૂંટણ, ગરદનની કાળાશ ઘટાડવા માટે ચણાનો લોટ અને દૂધ એ ઘરેલું ઉપાય છે. અડધૂ બાઉલ ચણાનો લોટ દૂધમાં નાખીને પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને તમારી કોણી અને ઘૂંટણ પર લગાવો અને તેને હળવા હાથે ઘસો અને થોડા સમય પછી તેને પાણીથી ધોઈ લો.
દૂધ અને હળદરનો ઉપયોગ કોણી અને ઘૂંટણના કાળાશને દૂર કરી શકે છે. એક કપ દૂધ લો, તેમાં 3 થી 4 ચમચી હળદર પાવડર મિક્ષ કરી પેસ્ટ બનાવો. હવે આ પેસ્ટને કોણી અને ઘૂંટણ પર લગાવો અને પછી તેને હળવા હાથે ઘસો અને થોડી વાર માટે સુકાવા દો. 15 થી 20 મિનિટ પછી તેને પાણીથી ધોઈ લો.
દૂધમાં બેકિંગ સોડા મિક્સ કરીને પેસ્ટ તૈયાર કરો. હવે આ પેસ્ટ હાથ અને પગની કાળાશ હોય એવી જગ્યાએ હળવા હાથે ઘસવું. આ પ્રક્રિયાને નિયમિતપણે પુનરાવર્તિત કરવાથી, કોણી અને ઘૂંટણ અને ગરદનની કાળાશ અદૃશ્ય થઈ જશે.
પાકેલા પપૈયામાં પાણી ઉમેરીને પેસ્ટ તૈયાર કરો, હવે આ પેસ્ટ કોણી અને ઘૂંટણના કાળા ભાગમાં લગાવો. આ રીતે ઉપયોગ કરીને, કોણી, ગરદન અને ઘૂંટણની કાળાશ દૂર કરી શકાય છે. નાળિયેર તેલથી કોણી, ગરદન અને ઘૂંટણની માલિશ કરવાથી કાળાશ ધીરે ધીરે દૂર થઈ જશે. નાળિયેર તેલ ત્વચાના ઘર્ષણને ઘટાડીને ત્વચામાં ભેજ જાળવે છે.
લીંબુના રસમાં મલાઈ મિક્સ કરો અને કોણી, ગરદન અને ઘૂંટણના કાળા ભાગ પર ધીમેથી ઘસવું. કોણી, ગરદન અને ઘૂંટણની કાળાશ દૂર કરવા માટે આ એક સારી અને સરળ રીત છે. ખાંડ અને ઓલિવ તેલ મિક્સ કરો અને કોણી અને ઘૂંટણના કાળા ભાગ પર ઘસવું, આ પગ અને હાથની કાળાશ દૂર કરશે, અને તે ત્વચા પણ નરમ બનાવે છે.
ટામેટાં કાપીને કોણી અને ઘૂટણ પર લગાવવાથી તે કાળાશ દૂર કરે છે. ટામેટાંમાં એન્ટીઑકિસડન્ટો હોય છે, જે શરીરની મલિનતાને દૂર કરે છે. લીંબુનો ઉપયોગ તમામ પ્રકારની ગંદકી સાફ કરવા માટે થાય છે.
લીંબુ લગાવતા પહેલા, તમારી કોણી અને ઘૂંટણને થોડા સમય માટે પાણીમાં પલાળી રાખો જેથી કોણી અને ઘૂંટણમાં જમા થયેલો મેલ નીકળી જાય. હવે કોણી અને ઘૂંટણ પર લીંબુ કાપીને ઘસવું. દરરોજ બે વાર આ ઉપચાર કરવાથી, કોણી અને ઘૂંટણની કાળાશ દૂર થઈ જશે.
એલોવેરા એક ખૂબ વધારે પ્રભાવકારી મોઇશ્ચરાઇઝર છે આ સ્કિનટોનમા પણ સુધાર લાવે છે તેના સિવાય તેમાં એન્ટી બેક્ટેરિયલ પ્રોપર્ટીજ પણ હોય છે. સરખા ભાગે એલોવેરા જેલ અને દૂધ ભેળવી ને આ મિશ્રણ ને કાળા હિસ્સા ઉપર લગાવો અને આખી રાત સુધી રહેવા દો અને સવારે હલકા હાથે પાણીથી ધોઈ નાખો.
કોણી, ગરદન અને ઘૂંટણ પર વેસેલિનની માલિશ કરવાથી પણ કાળાશ દૂર થાય છે. લીંબુની છાલમાં ખાંડ નાંખો અને થોડી વાર માટે રાખી મૂકો. હવે લીંબુની છાલ કોણી અને ઘૂંટણના કાળા ભાગમાં 10 થી 15 મિનિટ સુધી ઘસવી, અને પછી તેને પાણીથી ધોઈ લો. આ કરવાથી કાળાશ દૂર થશે. સંવેદનશીલ ત્વચાવાળા લોકોએ ખાંડનો ઉપયોગ ન કરવો જોઇએ.
કાકડીઓના ગોળાકાર ટુકડાઓ કાપો, હવે આ ટુકડાઓથી તેને કોણી અને ઘૂંટણ પર ધીમેથી ઘસવું. દરરોજ આ કરવાથી, કોણી અને ઘૂંટણની કાળાશ અદૃશ્ય થઈ જશે. છાશમાં ઓટમીલ, બદામ મિક્સ કરીને પેસ્ટ બનાવો, હવે આ પેસ્ટથી કોણી અને ઘૂંટણ પર હળવા હાથે ઘસો. તેનો ઉપયોગ અઠવાડિયામાં એકવાર કરવો.
રાત્રે સુતા પહેલા લીંબુના રસમાં એરંડા તેલ મિક્સ કરીને કોણી અને ઘૂંટણની કાળાશ પર લગાવો. તેને અઠવાડિયામાં એકવાર લગાવવાથી ઘણો ફરક જોવા મળે છે. સિરકા મા એસિટીક એસિડ હોય છે અને દહીંમાં લેકટિક એસિડ ભરપૂર હોય છે આ બંને ત્વચા ને ઊંડેથી સાફ કરવા ની સાથે તેને બ્લીચ પણ કરે છે. એક ચમચી દહીં સફરજન ના સિરકા મા ભેળવી તેને કાળાશવાળા ભાગ પર લગાવો 15 મિનિટ સુધી તેને સુકાવા દો અને પછી થોડા ગરમ પાણી થી ધોઈ નાખો તેનાથી ઘીરે ઘીરે કાળાશ દૂર થઈ જશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.