જ્યારે લાંબા સમય સુધી સતત કામ કરતા હોઈએ છીએ. તો આપણે આપણી આંગળીઓને એકબીજી આંગળીઓની મદદથી ટચાકિયા ફોડતા હોઈએ છીએ. તેનાથી ઘણા લોકોનું એવું પણ કહેવું હોય છે કે તેવું કરવાથી તેમને રાહત મળે છે. ઘર ઓફીસ તેમજ કોલેજમાં લોકોને તમે આવી રીતે ટચાકીય ફોડતા જોયા હશે. પરંતુ હકીકતમાં આ આદત આપણા સ્વાસ્થ્ય માટે ખુબજ નુકશાન કરે છે.
હાથ-પગની આંગળીઓનાં ટચાકા ફોડવાથી સાંધાની આસપાસનાં મસલ્સ અને હાથને પણ આરામ મળે છે, પરંતુ લાંબા ગાળે મોટી બિમારીનો ભોગ પણ બને છે. વારંવાર ટચાકા ફોડો છો ત્યારે તે થોડા સમય બાદ ગંભીર બીમારીનું રૂપ લઈ શકે છે. તે સ્વાસ્થ્ય પર તો ખરાબ અસર કરે છે. આ સાથે તે હાડકા પર પણ ખરાબ અસર કરે છે.
ટચાકિયા ફોડવાની આદત સારી નથી કારણ કે તેનાથી આપણા હાડકા નબળા પડી જાય છે. હાથ અથવા પગની આંગળીઓમાં ટચાકિયા ફોડવાથી તેની સીધી અસર આપણા હાડકા પર પડે છે. તે કાર્યક્ષમતા પણ ઘટાડે છે.
આંગળીઓના ટચાકિયા ફોડતી વખતે આંગળી પર અને સાંધામાં દબાવ પડે છે, જેનાથી સાંધામાં ખેંચ તાણ અનુભવાય છે અને આ એકબીજાથી દૂર થવા લાગે છે. અને શરીરના હાડકા એકબીજા સાથે લિગામેન્ટ થી જોડાયેલા હોય છે. જેને સાંધા પણ કહેવાય છે. અને આ સાંધા ની વચ્ચે દ્રવ્ય કાર્બન ડાયોક્સાઇડ હોય છે.
જે લુબ્રિકેશન નું કામ કરે છે. અને જ્યારે આપણે વારંવાર ટચાકિયા ફોડ્યા કરીએ ત્યારે આ દ્રવ્ય ખત્મ થવા લાગે છે. ટચાકા ફોડવાથી આંગળીના સાંધામાં રહેલું લિક્વિડ ધીરે ધીરે ખતમ થઈ જાય છે. જો આવું થાય તો તમને ગાંઠ પણ થઈ શકે છે.
હાડકા એકબીજા સાથે લીગમેન્ટથી જોડાયેલ હોય છે. પરંતુ વારંવાર ટચાકિયા ફોડવાથી તેમાંથી ઉત્પન્ન થતા લીક્વીડની માત્રા ઘટવા લાગે છે. જો તે લીક્વીડની માત્રા બરાબર નહી રહે તો વ્યક્તિને સંધિવા નામનો રોગ પણ થવાની સંભાવના છે. આ ઉપરાંત આ રીતે ટચાકિયા ફોડીને આપણા સાંધાને વારંવાર ખેંચવામાં આવે તો સાંધાની પકડ ઘટી જાય છે. જેથી સાંધાને લગતી સમસ્યાનો સામનો કરવો પડે છે.
વારંવાર ટચાકિયા ફોડવા તે આપણા હાડકા માટે ખતરનાક સાબિત થઇ શકે છે. તેનાથી હાડકાને કોઈને કોઈ નુકશાન તો થાય જ છે. જ્યારે વારંવાર ટચાકિયા ફોડ્યા કરીએ ત્યારે સાંધા નબળાં પડવા લાગે છે, અને દ્રવ્ય મા ગેસ ભળી શકતો નથી જેના કારણે ગઠીયા રોગ ઉત્પન્ન થઇ શકે છે. વારંવાર ટચાકા ફોડવાથી લાંબા ગાળે આંગળીઓ અસક્ષમ બની જાય છે.
ટચાકા ફોડવાની આદત તમને લાંબાગાળે નુકશાન કરી શકે છે. એટલે કે આ આદતના કારણે વ્યકિતના આંગળા મોટી ઉંમરે સારી રીતે કામ કરી શકતા નથી તેમજ આંગળીઓમાં દુ:ખાવો પણ થાય છે. નાનુ કે મોટુ કોઈ પણ કામ હાથની આંગળીઓ મારફત જ થતું હોય છે, એટલા માટે આંગળીઓને સક્ષમ રાખવી ખૂબ જરૂરી છે. તેથી ટચાકા ફોડવાની અત્યંત ગંભીર આદતને અટકાવવી જ જોઈએ.
આથી હવે જો તમને પણ ટચાકિયા ફોડવા ની આદત હોય તો બને તેટલી જલ્દી આ આદત ને ભૂલી જવી એ જ આપણા શરીર માટે અને આપણા ભવિષ્ય માટે સારી છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.