કેસર એક ઘણી ગુણકારી વસ્તુ છે અને તેનો ઉપયોગ ઘણા પ્રકારની દવાઓ બનાવવામાં કરવામાં આવે છે. કેસર નું સેવન ઘણી રીતે કરવામાં આવે છે. કેટલાક લોકો તેને દૂધમાં નાંખીને પીવે છે તો ઘણા લોકો કેસરનો હલવો ખાવાનું પસંદ કરે છે.
કેસરની સુગંધની જેમ જ તેનો સ્વાદ પણ ઘણો સારો હોય છે અને આ તબિયત માટે ઘણું ફાયદાકારક માનવામાં આવે છે. હા જો તેનું વધારે સેવન કરવામાં આવે તો આ તબિયત માટે હાનીકારક પણ થઇ શકે છે. તો ચાલો અમે તમને જણાવીએ કેસરથી તમારા શરીરને કયા કયા લાભ થાય છે.
જે લોકો ની પાચન ક્ષમતા નબળી છે તે લોકો જો કેસરનું સેવન કરે તો તેમની પાચન શક્તિ મજબુત થઈ જાય છે. તેના અંદર એન્ટી ઇન્ફલેમેટરી, એન્ટીઓક્સીડેન્ટ તત્વો જોવા મળે છે જે પેટ માટે ઘણું સારું માનવામાં આવે છે.
કેસરમાં એન્ટીઇન્ફલેમેટરી ગુણ હોય છે જે કોઈ પણ પ્રકારના સોજા ને દુર કરવામાં સહાયક થાય છે અને તરત જ સોજાને દુર કરી દે છે. કેસર વાળા દૂધમાં થોડીક હળદર મેળવીને પીવાથી સોજા થી ઘણી રાહત મળી જશે. સોજાની જ જેમ આ દાંતમાં થતાં દર્દ ને પણ ગાયબ કરી દે છે.
મગજને તેજ કરવા માટે પણ કેસર ઘણું સારું માનવામાં આવે છે અને તેને ખાવાથી મગજ સારી રીતે કાર્ય કરે છે. કેસર નું સેવન કરવાથી મગજ પર સારી અસર પડે છે અને તેનાથી યાદશક્તિમાં વધારો થાય છે. જે લોકો ને ઊંઘ નથી આવતી તે લોકોએ કેસર વાળું દૂધ પીવુ જોઈએ. કેસરમાં ક્રોસીન હોય છે જે સારી ઊંઘ લાવવામાં મદદ કરે છે. કેસર નું દૂધ પીવાથી ઇન્સોમેનીયા અને ડીપ્રેશન જેવી સમસ્યાઓ પણ દુર થઇ જાય છે.
શરદીની સમસ્યામાં રોજ રાતે એક ગ્લાસ દૂધમાં બે તાંતણા કેસર અને એક ચમચી મધ નાખીને લેવાથી શરદીમાં રાહત મળે છે. જે લોકોના વાળ માથાના વચ્ચેના ભાગથી જતા રહ્યાં હોય, તેણે દૂધમાં થોડું જેઠીમધનું પાઉડર મિક્સ કરી તેમાં ચપટી કેસર નાખીને તેની પેસ્ટ બનાવીને સૂતા સમયે ટાલ પર લગાવવાથી ટાલ પર નવા વાળ ઉગવા લાગશે.
ચેહરાની ખૂબસૂરતી વધારવા માટે પણ કેસર ગુણકારી અને ઉપયોગમાં આવી શકે તેવું તત્વ છે. કેસરમાં ચંદન અને દૂધ ભેળવીને ફેસપેક તૈયાર કરી લો. આ પેક ને ૨૦ મિનિટ લગાવ્યા બાદ ચહેરાને નવશેકા પાણીથી ધોઈ લો, અઠવાડિયામાં એક-બે વાર લગાવવાથી ચહેરા પર ફર્ક મહેસુસ થશે.
કેસર ની સાથે ચંદન ભેળવીને માથા પર લગાવવાથી આંખ અને મગજને ઉર્જા પહોંચે છે. અને આ પેસ્ટનો ઉપયોગ કરવાથી માથામાં દુખાવો થતો હોય તો તેમાં પણ રાહત મળી શકે છે. કેસરમાં જોવા મળતા કુદરતી તત્વો દ્રષ્ટિની ખોટ અને આંખના રોગોને અટકાવે છે.
અસ્થમા એ એવી બીમારી છે જેમાં શિયાળામાં તેની સમસ્યા વધી જાય છે, પરંતુ જો થોડા દિવસો સુધી દરરોજ ત્રણથી ચાર વખત દિવસમાં કેસર વાળી ચા પીવામાં આવે તો અસ્થમાની સમસ્યા ધીમે-ધીમે ઓછી થવા લાગે છે અને દર્દીને રાહત મળે છે.
નિયમિત રીતે કેસરવાળું દૂધ પીવાથી ડિપ્રેશન સામે અસરકારક રીતે લડવામાં મદદ કરે છે. કેસર સેફ્રોન કેરોટીનોઇડ્સ અને વિટામિન્સથી બી થી સમૃદ્ધ છે જે મગજમાં સેરોટોનિન અને અન્ય રસાયણોનું સ્તર વધારવામાં મદદ કરે છે જેનાથી ડિપ્રેશન ઓછું થાય છે.
કેસરના ફાયદાની સાથે આપણને ઘણા નુકસાન પણ થાય છે તો ચાલો હવે આપણે જાણીએ કેસરથી થતાં નુકસાન: જે મહિલાઓ પ્રેગ્નેન્ટ હોય છે તેમના માટે પણ કેસરનું વધારે સેવન કરવાનું હાનીકારક સાબિત થઇ શકે. કારણકે તેને ખાવાથી લાલ રક્ત કોશિકાઓ ઓછી થઇ જાય છે જેનાથી ગર્ભવતી મહિલાની તબિયત પર અસર પડી શકે છે.
કેસરનું વધારે સેવન કરવાથી શરીરને નુક્શાન પહોંચી શકે છે. કારણકે તેને ખાવાથી શરીરમાં એન્ટીજન વધી શકે છે જે એલર્જીનું કારણ થઇ શકે છે. કેસર નું વધારે સેવન કરવાથી બ્લડ પ્રેશર ઓછુ થવાનું જોખમ વધે છે અને બ્લડ પ્રેશર ઓછુ થવાથી હંમેશા ચક્કર આવવા લાગે છે અને જીવ મચલવા લાગે છે. તેથી બ્લડ પ્રેશરના દર્દીઓને કેસરનું સેવન ના કરવું જોઈએ.
લોકોને કેસરનું સેવન સતત લાંબા સમય સુધી કરવાથી બચવું જોઈએ અને વધારે થી વધારે તમે તેનું સેવન છ અઠવાડિયા થી વધારે ના કરો. ઘણા લોકો પાતળા થવા માટે કેસરનું સેવન રોજ કરવાનું શરૂ કરી દે છે એવા લોકોને કેસરનું સેવન બે દિવસ છોડીને કરવું જોઈએ અને છ અઠવાડિયાથી વધારે ના કરવું જોઈએ.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.