શીળસ શીતપીત્તને શીળસ કે શીળવા પણ કહે છે. આયુર્વેદમાં કહેવાયું છે કે અત્યંત શીતળ હવાના સ્પર્શથી તથા અન્ય પ્રકોપ કારણોથી કફ અને વાયુદોષ પ્રકૃપિત્ત થઈને જ્યારે પિત્તની સાથે ભળીને ચામડી તથા અંદરની રક્ત માંસાદિ ધાતુઓમાં ફેલાઈને શીતપિત્ત-ઉદર્દ અને કોઠ નામની વિકૃતિ ઉત્પન્ન કરે છે.
ખોરાકનું પાચન બરાબર થતું ના હોવાથી આમ અપક્વ ખોરાક રસ શરીરમાં પરિભ્રમણ કરે છે.ત્યારે આ રોગ થાય છે. શીળસને મટાડવા માટે આયુર્વેદ તેના મૂળ સુધી પહોંચે છે. પાચનને નબળું પાડતા ખોરાકને થોડા સમય સુધી બંધ કરવાનું કહે છે. જાણીએ તેના ઉપચારો વિષે.
શીળસના દર્દીએ શરીર ઉપર સીધી -ઠંડી હવાનો સ્પર્શ ના થાય તેનું ધ્યાન રાખવું, તડકામાં ના ફરવું , હી-છાશ, આમલી, ખાટાં ફળો, કેળાં, હાંડવો, ઢોકળાં, ખમણ જેવા આથાવાળા પદાર્થો બંધ કરવા, વિરૂદ્ધ આહાર વિહારનો ત્યાગ કરવો, ઇંડા માંસ-મટન બંધ કરવું. કઠોળ, દહી, શ્રીખંડ મીઠાઈનો સદંતર ત્યાગ કરવો જોઈએ.
૫-૫ ગ્રામ આદુનો રસ અને મધ પીવાથી અને આખા શરીરે અડાયાં છાણાની રાખ ચોપડી કામળો ઓઢી સુઈ જવાથી શીતપીત્ત (શીળસ) મટે છે.અજમો અને ગોળ ખાવાથી શીતપીત્ત (શીળસ) મટે છે.દુધીનો રસ કાઢી થોડા મધ કે સાકર સાથે લેવાથી શીળસ મટે છે.મરીનું ચુર્ણ ઘી સાથે ચાટવાથી તેમ જ ઘીમાં મરી વાટીને લેપ કરવાથી શીળસ મટે છે.
શીળસ-શીળવાના દર્દીએ અરણીનું મુળ પાણીમાં ઘસીને એક ચમચી જેટલું એટલા જ ઘી સાથે પીવું.૧૦૦ ગ્રામ કોકમને પાણીમાં ભીંજવી રાખી, ગાળી, તેમાં જીરુ અને ખાંડ નાખી પીવાથી શીળસ મટે છે.ચારોળી દુધમાં વાટી શરીરે ચોપડવાથી શીળસ મટે છે.અડાયા છાણાની રાખ શરીરે લગાડી ઓઢીને સુઈ જવાથી શીળસ મટે છે.
શીળસના દર્દીએ કડવા લીમડાંના પાણીથી સ્નાન કરવું, કરંજ તેલનું માલિશ કરવું અને લોહીને શુદ્ધ કરનાર ઔષધયોગોનું તબીબી સલાહ લઈને સેવન કરવું જોઈએ, કારેલા, પરવળ, દૂધી, મગ, ભાત ખીચડી, મેથીની ભાજી, પાલક તાંદળજાની ભાજી લઈ શકાય. કાળાં મરીનું ચૂર્ણ શુદ્ધ ઘીમાં મેળવી સવાર સાંજ લેવાથી પણ લાભ થાય છે.
આદુના રસ સાથે જૂનો ગોળ લેવાથી શીતપિત્ત મટે છે. પ્રવાલભસ્મ એક ગ્રામ, ગળો સત્વચાર ગ્રામ મિશ્ર કરી ત્રણ પડીકા બનાવવી એક એક પડીકું સવારે બપોરે અને રાત્રે લેવું. પા ચમચી ત્રિકટુચૂર્ણ સાથે એક ચમચી સાકર મેળવી દિવસમાં ત્રણથી ચાર વાર લેવું. ગોળ અને અજમો મિશ્ર કરી અડધીથી એક ચમચીની માત્રામાં સવારે અને રાત્રે ખૂબ ચાવીને ખાવો.
કુવાર પાઠાનો ગર્ભ એટલે જે એલોવીરા જૈલ ચામડીના દરેક પ્રકારના રોગો માટે ખુબ જ સારી ઔષધી છે. આ માટે કુવાર પાઠાનો ગર્ભ કાઢી લેવો. કુવાર પાઠાના આ ગર્ભને શીળસથી પ્રભાવિત પૂરા ભાગ પર લગાવવો જોઈએ. જેને 30 મિનીટ સુધી લગાવી રાખવો અને સુકાઈ જાય ત્યારે ફરી વખત લગાવવો. આવું દિવસમાં ઘણી વખત કરવાથી શીળસનો રોગ બિલકુલ ઠીક થઈ જાય છે.
આ સિવાય શીળસના ઈલાજ માટે એક કપ પાણી લેવું. તેમાં ફુદીનાના 10 પાંદડા નાખવા. જેમાં 1 ચમચી ખાંડ ભેળવીને તેને ઉકાળી લેવા. આ પછી તેને ગાળીને ઠંડું કરી લેવું. ફુદીનાના આ પાણીને દરરોજ દિવસમાં 1 વખત પીવાથી શીળસનો રોગ જલ્દી મટી જાય છે.
ભોજનમાં કાળા મરીનું સેવન કરવું જોઈએ. ચમચીના ચોથા ભાગનું દરરોજ ખાલી પેટ કે ઘીમાં ભેળવીને કાળા મરીને લઈ શકાય છે. મિશ્રી સાથે ભેળવીને પણ કાળા મરી ખાઈ શકાય છે. દરરોજ શરીરમાં નારીયેળના તેલમાં કપૂર ભેળવીને માલીશ કરવું જોઈએ. આ માટે કપૂરનો પાવડર બનાવી લેવો. ચમચીના ચોથા ભાગના પાવડરને મોટા ચમચા જેટલા તેલમાં ભેળવીને પૂરા શરીર પર માલીશ કરવી જોઈએ.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.