શાહજીરું એ ભૂખરા કાળા રંગનું હોય છે, એ જીરાને મળતું આવે છે, પણ તેથી વધુ બારીક હોય છે. એ ખાસ કરીને હિમાલયની પશ્ચિમ બાજુએ ઘણું થાય છે, એને કડવા જીરાને નામે પણ ઓળખાય છે પણ કડવું જીરુંને કાળીજીરી તદ્દન જુદાં જ નામ છે. તેની જાત પણ જુદી છે તેથી તે લેતાં સંભાળ રાખવી.
શાહજીરું સફેદ જીરા કરતાં નાનું હોય છે. કાળીજીરી અને શાહજીરુંમાં તફાવત ઘણો છે. કાળીજીરીનો દાણાને એક છેડે જે ધોળું ટપકું હોય છે તે શાહજીરુંમાં હોતું નથી. એ ખુશ્બુદાર તથા સ્વાદે તૂરા તથા ગરમ છે. શાહજીરું ઉત્તેજક, ધાવણ વધારનાર, બળવર્ધક, દીપન, રુચિકર અને વાત નાશક છે.
શાહજીરું ખોરાકનું પાચન કરે છે. અજીર્ણ મટાડે છે. સંગ્રહણી તથા માથાના રોગમાં રાહત કરે છે. એ જઠરાગ્નિ દીપાવે છે. એ એકાંતરિયો, ચોથિયો, અઠવાડિયો કે પખવાડિયાનો તાવ મટાડવામાં મદદરૂપ થાય છે. એ ગળાનાં દર્દમાં રાહત કરે છે. ઉપરાંત ખોરાક વગેરેની નળીમાં કચરો દૂર કરવા માટે પણ ઉત્તમ ગુણકર્તા છે. એ આફરો, ચૂંક તથા પેટના દુખાવા તથા કબજિયાત મટાડવા કામ લાગે છે.
શાહજીરું મૂત્રમાર્ગને શુદ્ધ કરે છે અને સ્વરને સુધારે તથા ગળાને સુંવાળું બનાવે છે. શાહજીરુંને પાણીમાં ઉકાળીને તેનું સત્વ પીવાથી અસ્થમામાં ઘણી સારી અસર થાય છે. કેટલીક આયુર્વેદિક દવાઓમાં જીરાની સાથે જ શાહજીરું પણ વાપરવામાં આવે છે. એનો કવાથ બનાવીને આપવામાં આવે છે જેથી ધાવણ વધે તથા ગર્ભાશયને બળ મળે છે. એના કવાથ વડે હરસનો સોજો કે મસાને શેક કરવાથી એ પીડા જલદીથી મટે છે.
હિંગાષ્ટક ચૂર્ણમાં પણ શાહજીરુંનો ઉપયોગ થાય છે. એ પેટના કૃમિ મટાડનાર છે. દવા કરતાં પણ મસાલામાં એનો વધુ ઉપયોગ થાય છે. ૧૦ ગ્રામ શાહજીરુંને વાટીને ૩ ચમચી મધ સાથે રાત્રે સુતા સમયે થોડા દિવસો સુધી નિયમિત રીતે સેવન કરવાથી પેટની જીવાતનો નાશ થઇ જાય છે.
શાહજીરું સુગંધવાળો, જટામાંસી, કચૂરો, વરિયાળી, સિંધવ, અક્કલકરો, કાથો દરેક અડધો તોલો લઈ તેની ચણા જેવડી ગોળી બનાવવી. આ ગોળી ગળાના રોગ, છાતીના રોગ, નેત્રના તથા મગજના રોગ ઉપર સારી અસર કરે છે. ગળાના કાકડા આવી જવાનું દર્દ, તાળવાની ચાંદી, તથા આંતરડાંનાં વ૨મ મટાડે છે. આ મૂત્રમાર્ગને શુદ્ધ કરે છે તથા સ્વરને સુધારે છે.
શાહજીરું ચાર તોલા, કાળાં મરી દરેક છ માસા, સીતાળનાં પાન એક તોલો તે તમામનું બારીક ચૂર્ણ બનાવી સાકર અને મધમાં ચાસણી બનાવી ચૂર્ણ નાખી પાક બનાવવો. આ પાક ખાવાથી જઠરાગ્નિ પ્રદીપ્ત થાય છે. તે છાતીનાં દર્દો દૂર કરે છે તથા ખોરાક હજમ કરે છે. એ તમામ અવયવોનાં દર્દમાં રાહત કરે છે. લાંબા વખતના ડાયાબિટીસ માં પણ શાહજીરુંનું લાંબો વખત સેવન કરવાથી એ રોગ નાબૂદ થાય છે.
શાહજીરું, હરડે દળ દરેક એક તોલો, મરી પોણો તોલો, સિંધાલૂણ તથા ફુદીનો દરેક અડધો તોલો લઈ તેને મધમાં રીતસર. ચણા જેવડી ગોળી બનાવી શકાય. આ ગોળી રોજ એક સવારે અને સાંજે લેતાં અજીર્ણ મટાડે છે. શાહજીરુંનું તેલ પા ચમચી એક કપ દૂધ સાથે થોડા મહિના સુધી રોજ પીવું, અને રોગગ્રસ્ત અંગો પર શાહજીરુંના તેલની માલીશ કરવાથી લકવાનો રોગ સારો થાય છે.
એક ચમચી વિનેગર, અડધી ચમચી શાહજીરુંનું તેલ અને બે ચમચી મધ ભેળવીને સવારે ખાલી પેટ અને રાત્રે સુતા સમયે પીવાથી સાંધાના દુખાવા સારા થાય છે. શરદી ખાંસી જેવા રોગો માં કાળા જીરુંના ઉપયોગથી રાહત મળી શકે છે. કાળા જીરુંને રૂમાલમાં શેકીને તેની વાસ ને સ્વાસમાં લેવાથી શરદીમાં રાહત મળે છે. તે માત્ર શરદી,ઉધરસ અને એલર્જી ઘટાડવામાં નહિ પરંતુ અસ્થમાને લીધે થતી સમસ્યાઓ પણ દૂર કરે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.