ઊંટને રણ પ્રદેશનું જહાજ કહેવામાં આવ્યું છે.આ વાતથી બધા લોકો પરિચિત છે કે જેવી રીતે ભારતમાં ગાયનું દૂધ લોકપ્રિય છે એવીજ રીતે સાઉદી અરબમાં ઊંટડીનું દૂધ વધુ લોકપ્રિય છે.સાઉદી અરેબિયાના રણમાં લોકો પરિવહન માટે ઊંટ નો જ ઉપયોગ કરે છે. અને તેને ત્યાનું વાહન જ ગણે છે.
ઊંટનો ઉપયોગ ફક્ત પરિવહન માટે જ નહીં પણ દૂધ માટે પણ કરવામાં આવે છે.તમને જણાવી દઈએ કે ઊંટડીને સફેદ સોનુ પણ કહેવામાં આવે છે.હવે તમારા મનમાં એ પ્રશ્ન થશે કે શા માટે ઊંટ ના દૂધ ને સફેદ સોનુ કહેવા માં આવે છે? ચાલો જોઈએ..
ઘણા પ્રકાર ના રિસર્ચમાં એ વાત સામે આવી છે કે જો કોઈનું મગજ નબળું છે તો એને દરરોજ એક ગ્લાસ ઊંટડી નું દૂધ પીવડાવવામાં આવે તો એનું મગજ તેજ થઈ જશે.આનો ઉપયોગ મોટે ભાગે બાળકો માટે કરવામાં આવે છે.
ઊંટડીના દૂધમાં પ્રોટીન ભરપૂર માત્રામાં હોય છે. તેનું દૂદ પીવાથી મગજ તેજ થાય છે, યાદશક્તિ તેજ થાય છે. સાથે મગજના સેલ્સનો વિકાસ પણ કરે છે.દરરોજ એક ગ્લાસ દૂધ પીવાથી મેમોરી પાવર ખુબ જ તેજ બને છે. ઊંટ નું દૂધ પીવાથી મગજ કોમ્પ્યુટરથી માફક ચાલવા માંડશે.પીલીયા, ટીબી, દમ, લોહીની ઉણપ, અને બવાસીર જેવી ખતરનાક બીમારીઓથી લડવામાં ઊંટડી નું દૂધ મદદ કરે છે.
ઊંટડી નું દૂધ પીવાથી શરીરમાં શુગર લેવલ કન્ટ્રોલ કરે છે. મતલબ કે શુગરને ઓછુ કરવામાં મદદ કરે છે. માટે ડાયાબીટીશ ના દર્દીઓએ ઉટણીના દૂધનું સેવન અવશ્ય કરવું જોઈએ.ઊંટડી ના દૂધ માં કેલેરી અને ફેટનું લેવલ ખુબ જ સારું હોય છે માટે ઉટણી નું દૂધ પીવાથી ઈમ્યુન સીસ્ટમ મજબૂત બને છે જેના કારણે સંક્રમણ નો ખતરો રહેતો નથી.માસિકધર્મની અનિયમિતતા ઊંટડી નું દૂધ પીવાથી દૂર થાય.
એક સંશોધન અનુસાર ઉટણી નું દૂધ નાના બાળકો માટે ખુબ જ સારું છે. ખાસ કરીને મંદ બુદ્ધિના બાળકો માટે, અમુક મહિના સુધી બાળક ને ઉટણી ના દૂધ નું સેવન કરાવવાથી ફાયદો થાય છે.પેટ ને લગતી લગભગ તમામ સમસ્યાઓ માં ઊંટડી નું દૂધ ખુબ જ ફાયદો પહોચાડે છે, તેના દૂધનું સેવન કરવાથી શરીરમાં રહેલા ઝેરીલા તત્વો બહાર નીકળી જાય છે અને પેટ સબંધિત બધી જ સમસ્યાઓ થી છુટકારો મળી જાય છે.
જો કોઈ વ્યક્તિને ગાયના દૂધથી એલર્જી છે અથવા તો પચવામાં સમસ્યા થાય છે તો તેવી વ્યક્તિઓએ ઉટણીના દૂધનું સેવન કરવું જોઈએ. એલર્જી માટે ઉટણીનું દૂધ ખુબ જ સારું માનવામાં આવે છે. ઊંટડી ના દૂધમાં મેલેકટોગ્લોબ્યુલીન હોતું નથી જેના કારણે એલર્જીની સમસ્યા થવાનો સંભવ રહેતો જ નથી.
નાના બાળકોને ઉટણી નું દૂધ પીવડાવવું જોઈએ, કારણકે તેના દૂધમાં પ્રોટીન અને કેલ્શિયમ ખુબ જ સારી માત્ર હોય છે જેનાથી તેમના હાડકા મજબૂત બને છે. ઊંટડીના દૂધમાં વિટામીન સી ની માત્ર સારા એવા પ્રમાણ માં હોવાથી તેનું દૂધ પીવાથી એન્ટી ઓક્સીડેન્ટ મળી રહે છે જે ત્વચાની કોશિકાઓને અને લોહીને શુધ્ધ કરે છે. ઊંટડીનું દૂધનું સેવન કરવાથી કરચલીઓ પડતી નથી.
ઊંટડી ના દૂધમાં આયરનની માત્રા ખુબ જ સારા પ્રમાણ માં હોય છે, જે રેડ બ્લડ સેલ્સ વધારવા માટે ખુબ જ મહત્વની ભૂમિકા ભજવે છે.એનીમિયાના દર્દીઓ માટે તો ઉટણીનું દૂધ પીવું ખુબ જ સારું છે, આયરનની માત્રા હોવાથી તે એનીમિયા સામે લડવામાં ખુબ જ મદદ કરે છે.
ઊંટડીનું દૂધ પીવાથી બ્લડ સર્ક્યુલેશન સારી રીતે થાય છે અને શરીરના દરેક ભાગોમાં ઓક્સીજન પહોચાડવામાં ખુબ જ મદદ કરે છે.ઊંટડીનું દૂધ પીવાથી શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલ ઓછું થઇ જાય છે અને સારું કોલેસ્ટ્રોલ ઇમ્પ્રૂવ થાય છે, તેના સેવનથી હૃદયના દર્દીઓને હૃદય રોગનો હુમલાની અસર ખુબ જ ઘટી જાય છે.
જયારે કોઈ વાયરસ ના કારણે લીવરને નુકસાન પહોચતું હોય ત્યારે ઉટણીના દૂધનું સેવન કરવાથી ડેમેજ લીવર ઠીક થઇ જાય છે. હેપેટાઇસિસ-સી ના દર્દીઓ માટે ઉટણીના દૂધનું સેવન ખુબ જ ઉપયોગી છે. કીડનીના સ્વાસ્થ્ય માટે ઉટણીનું દૂધ ખુબ જ ફાયદેમંદ સાબિત થાય છે, ઊંટડીનું દૂધ બેકટેરીયલ ઇન્ફેકશન થી બચાવે છે.
ઊંટડીના દૂધમાં ભરપૂર માત્રામાં પ્રોટીન મળી રહે છે જે પ્રોટીન ગાય અને બકરીના દૂધ માં મળતા નથી, પ્રોટીન ની માત્ર શરીરમાં વધારે હોય તો તે બોડી બિલ્ડીંગનું કામ કરે છે.ઉટડીના દૂધમાં શુગર,પ્રોટીન, કેલ્શિયમ, કાર્બોહાઈડ્રેટ, ફાઈબર, આયરન, મેગ્નેશિયમ, વિટામીન એ જેવા ઘણા બધા પોષક તત્વો અને ખનીજો અને વિટામિન્સ ઉપલબ્ધ છે જે આપને સ્વસ્થ અને શરીરને સુંદર અને નીરોગી બનાવે છે.
ઊંટડી ના દૂધમાં આલ્ફા હાઈડ્રોકસિલપણ મળી રહે છે જે ત્વચાને સુંદર બનાવવામાં નું કામ કરે છે માટે જ આજકાલ ઊંટળીના દૂધનો ઉપયોગ ઘણી બધી બ્યુટી પ્રોડક્ટ બનાવવામાં કરવામાં આવે છે.ઊંટડી ના દૂધ માં ભરપૂર માત્રા માં કેલ્શિયમ હોવાથી તેનું સેવન કરવું હાડકા અને દાંત માટે ખુબ જ ફાયદાકારક છે. સાથે વિટામિન્સ અને ખનીજ તત્વોથી ભરપૂર હોય છે, ઉટણીનું દૂધ નિયમિત પીવાથી બ્લડ શુગર, ઇન્ફેકશન, આત્ર્દામાં બળતરા, ચાંદા, હૃદય રોગ, કીડની વગેરે જેવી સમસ્યાઓ થતી નથી.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.