મરતી વ્યક્તિ ને જીવિત કરતી આ ઔષધિ બીમાર માટે છે સંજીવની સમાન, હદય અને મગજના 100થી વધુ રોગો જીવો ત્યાં સુધી નહીં આવે નજીક

સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ Join Now

મકરધ્વજ આયુર્વેદ ની મહાઔષધી છે. તેના જેવી રોગ નાશક દવા સંસારમાં કોઈ પણ નથી. મોટા ઋષિમુનિઓ તેના દ્વારા અસંખ્ય પ્રાણીઓના કરડવાથી બચતા હતા.એક જ મકરધ્વજથી ઘણા બધા રોગો ઉપર આરામ મળે છે. મકરધ્વજના સેવનથી મનુષ્યની શક્તિ ખુબ જ વધી જાય છે. તે હ્રદય અને સ્નાયુના સમુહ(મગજ) ને ઇન્જેક્શનની જેમ પાંચ મીનીટમાં તાકાતવાન બનાવી દે છે.

મકરધ્વજ ખાવાથી શરીરનું વજન ખરેખર વધે છે. તે બળ, વીર્ય, ક્રાંતિ, શક્તિ, પુરુષાર્થ વગેરે માટે ઉત્તમ છે. શીઘ્રપતન ની તો તે અક્ષીર દવા છે. નપુંસકતા માટે મકરધ્વજ મહાગુણકારી છે. નાના બાળક થી લઈને 100 વર્ષ સુધીના લોકોને મકરધ્વજ એકસરખો ફાયદો કરે છે. લોકોમાં ગેરસમજ છે કે મકરધ્વજ કે ચંદ્રોદય માત્ર મરતા સમયે જ આપવામાં આવે છે.

જેનાથી વ્યક્તિનો જીવ બચવાની શક્યતા રહે છે. તે તો સાચું છે કે સૌથી સારી દવા હોવાને લીધે તે મરતી વ્યક્તિને પણ જીવતા કરી દે છે. હવે જે દવા મરતી વ્યક્તિને જીવતા કરીને જીવ આપી શકે છે તો તે દવા સાધારણ જેવા રોગોમાં તો જાદુઈ મંત્ર જેવો જ ફાયદો કરે છે. બંગાળમાં તેનો ખુબ ઉપયોગ થાય છે. તેના ઉપયોગથી વૃદ્ધાવસ્થા જતી રહે છે. અને અચાનક મૃત્યુ ( જેમ કે હાર્ટ ફેલ) નથી થતું. અનુપાન ભેદથી મકરધ્વજ ઘણી બધી બીમારીઓ દુર કરે છે.

નવા તાવમાં આદુનો રસ કે પરવળનો રસ અને મધ મીક્ષ કરીને મકરધ્વજ સાથે લેવાથી ફાયદો થાય છે. જુના તાવમાં પાંદડાનો રસ કે મધન્યુમોનિયા માં અરડૂસીનો રસ અને મધ સાથે મકરધ્વજ લેવાથી ફાયદો થાય છે. મોતી ઝરા માં મધ અને લવિંગનો ઉકાળો, મેલેરિયા તાવમાં કરંજનું ચૂર્ણ અને મધ,જવારાતીસરમાં મધ અને સુંઠ નું પાણી, આંવ ના દસ્તમાં બિલ્વ ની ગીરીનું ચૂર્ણ અને મધ, લોહીના ઝાડા માં કુડાની છાલનો કાઢો અને મધ, આ બધાય માં મકરધ્વજ મિક્ષ કરીને લેવાથી રાહત મળે છે.

પાતળા દસ્તમાં જીરૂનું ચૂર્ણ અને મધ ની સાથે મકરધ્વજ, જુના દસ્તમાં ચોખાનું ઓસામણ અને મધની સાથે મકરધ્વજ,સંગ્રહનીમાં જીરાનું ચૂર્ણ અને મધની સાથે મકરધ્વજ, હરસ માં જીમીક્ન્દ નું ચૂર્ણ કે લીંબોળીનું ચૂર્ણ અને મધની સાથે મકરધ્વજ લેવા થી ફાયદો થાય છે.

લોહી બબાસીરમાં નાગકેશરનું ચૂર્ણ અને મધની સાથે મકરધ્વજ, કબજિયાતમાં ત્રિફલાનુ પાણી અને મધની સાથે મકરધ્વજ, આમ્લ્પીત્ત માં આમળાંનું પાણી અને મધની સાથે મકરધ્વજ, પાંડુમાં જુનો ગોળની સાથે સાથે મકરધ્વજ લેવાથી બધાય રોગો માટે છે.

ખાંસીમાં કંટકારીનો રસ કે પાનનો રસ અને મધની સાથે મકરધ્વજ, દમમાં બેલના પાંદડાનો રસ કે અપામાર્ગનો રસ અને મધની સાથે મકરધ્વજ, સ્વરભંગમાં જેઠીમધ ચૂર્ણ અને મધની સાથે મકરધ્વજ અરુચીમાં લીંબુનો રસ અને મધની સાથે મકરધ્વજ લેવાથી ફાયદો થાય છે. મીર્ગીમાં બચનું ચૂર્ણ અને મધની સાથે મકરધ્વજ, ગાંડપણમાં કુષ્માંદાવ્લેહ કે બ્રાહ્મ્ય રસ અને મધની સાથે મકરધ્વજ, વાતવ્યાધી માં અરંડિયાના મૂળનો રસ અને મધની સાથે મકરધ્વજ લેવાથી રાહત મળે છે.

આમવાતમાં મધ સાથે ખાઈને ઉપરથી શેકેલી મોટી હરડે અને અમલતાસ નો કાઢો લો.વાયુ ગોળામાં શેકેલી હિંગનું ચૂર્ણ અને ગ્રન પાણી, હ્રદયરોગમાં અર્જુનની છાલનું ચૂર્ણ અને મધ.મૂત્રકચ્છ અને મૂત્રઘાતમાં ગોખરુંનો કાઢો સુજાકમાં જવાખાર અને ગરમ પાણી, પથરીમાં કુલ્થીની છાલનો ઉકાળો અને મધ અને મકરધ્વજ લેવાથી ફાયદો થાય છે.

પ્રમેહ(ધાતુ સ્ત્રાવ) માં કાચી હળદરનો રસ કે આંબળાનો રસ અથવા લીંબડાની લીંબોળીનો રસ અને મધ. નબળાઈમાં અસગંધનું ચૂર્ણ અને મધ, ઉદર રોગ અને મધ અને શુદ્ધ રેંડીનું તેલ,ગરમીમાં અનંતમૂળનો ઉકાળો અને મધ મકરધ્વજ થી ગરમી ઓછી થાય છે. શીતળા (ચેચક) માં કારેલાના પાંદડાનો રસ અને મધ, મોઢાના રોગમાં ગીલોયનો રસ અને મધ, રક્તપ્રદરમાં અશોકની છાલનું ચૂર્ણ કે તેમાં પકવેલું દૂધ અને મધ સાથે મકરધ્વજ લેવાથી ફાયદો થાય છે.

સફેદ પ્રદરમાં ચોખવું ધોવાણ કે રાલનું ચૂર્ણ અને મધ, સુતીકા રોગમાં મધ અને દશમૂળનો ઉકાળો, પિત્ત રોગમાં મધ, જીરું અને કોથમીરનું પાણી અને મકરધ્વજ લેવું જોઈએ. શક્તિ વધારવા માટે વેદાના રસ, મલાઈમાખણ, દ્રાક્ષનો રસ, શતાવરી નો રસ કે પાંદડાનો રસ અને મધ. સ્તંભનશક્તિ માટે માજુફળ તથા જાયફળનું ચૂર્ણ અને મધ.

મકરધ્વજને મધ સાથે સારી રીતે ઘોળીને બનાવો તો તે મધુ મકરધ્વજ કહેવાય છે. મકરધ્વજને અસલ મધ સાથે એક કલાક ખુબ સારી રીતે ઘોળવું જોઈએ, નહી તો પૂરો ફાયદો નહી કરે. મકરધ્વજ ષડગુણબલીજારિતમાં ગંધક 6 ગણું વધુ નાખવામાં આવે છે, માટે તે સાધારણ મકરધ્વજ થી વધુ અસરકારક હોય છે. તે મકરધ્વજની બનાવટમાં ઉપયોગ કરનારા પારદને અષ્ટ સેસ્કારિત કરી.

ત્યાર પછીના ષડગુણ ગંધક જરીત કરવામાં આવે અને ત્યાર પછી ષડગુણબલીજારિત મકરધ્વજ તૈયાર કરવામાં આવે તો ખુબ જ ઉત્તમ ચમત્કારિક ગુણોથી પૂર્ણ મકરધ્વજ તૈયાર થાય છે.

મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top