આયુર્વેદમાં ઘણી બધી એવી ઔષધી છે કે જે સ્વાસ્થ્ય માટે ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. ઘણી વસ્પતુ તો આપણી આજુબાજુ જ હોય છે. પરંતુ આપણને તેના વિષે ખબર નથી હોતી. અત્યારે આ આધુનિક યુગમાં દરેક લોકો બજારૂ ખાણીપીણીને કારણે ઘણા બધા રોગોથી પીડાતા હોય છે.
જેના કારણે લોકો એલોપેથી દવા લે છે. પરંતુ એલોપેથી દવા લીધા પછી દવા લેવાને કારણે થોડા સમય બાદ જ તે ફાયદો કરવાને બદલે ઘણા બધા નુકશાન પણ કરે છે. તો ચાલો જાણીએ એક આયુર્વેદમાં ઉત્તમ ઔષધિ વિશે તે ઘણી બધી સમસ્યાઓ દૂર કરવામાં મદદરૂપ થાય છે.
એલોવેરા ખૂબ જ સરળતાથી મળતી ઔષધિ છે. શરીરમાં મોટા ભાગની બીમારીઓ આપણા પેટને લીધે જ થતી હોય છે. એટલે પેટને ખૂબ જ સારી રીતે રાખવું જોઈએ. જો તમે કોઈ પણ દવા નો ઉપયોગ કર્યા વગર ઘરે પેટને લગતી દરેક સમસ્યાનો ઈલાજ કરવા માંગતા હોય તો તે લોકો માટે એલોવેરા જ્યુસ ખૂબ જ ફાયદાકારક છે. ઘણી વખત દવાના કારણે ઘણી વખત પેટમાં એસિડિટી અથવા તો અન્ય રોગ થઈ શકે છે. તો ચાલો આજે આપણે એલોવેરા જ્યુસ ના ફાયદા વિશે જાણીએ.
એલોવેરાના જ્યુસમાં એન્ટિ ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે. જેના કારણે પેટને લગતા તમામ રોગોમાં ખુબ જ ફાયદાકારક સાબિત થઈ છે. એલોવેરાના જ્યૂસનું નિયમિત સેવન કરવાથી વર્ષો જુનો કબજિયાત કાયમ માટે દૂર થઈ છે. રોજ સવારે ખાલી પેટ એલોવેરાના જ્યૂસનું સેવન કરવાથી પાચન તંત્રમાં ખૂબ જ ફાયદો થાય છે. જે લોકોને પાચનને લગતી સમસ્યાઓ હોય તે લોકોએ રોજ સવારે ખાલી પેટે એલોવેરા જ્યૂસનું સેવન કરવું જોઈએ.
દરરોજ એક ગ્લાસ એલોવેરા જ્યૂસ પીવાથી વજન ઘટે છે. જે લોકોને ઝડપથી વજન ઓછો કરવો હોય તે લોકોએ રોજ સવારે ખાલી પેટે એક ગ્લાસ એલોવેરા જ્યૂસ પીવું જોઈએ. એલોવેરાનું જ્યુસ દાંત માટે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. એલોવેરાના જ્યુસમાં એન્ટી માઈક્રોબ્રાયલ હોય છે. જે આપણા દાંતમાં રહેલાં સૂક્ષ્મ જીવો ને મારવાનું કામ કરે છે. અને મોઢામાંથી દુર્ગંધ દૂર કરવા માટેનું કામ કરે છે. એલોવેરા જ્યૂસના નિયમિત સેવન કરવાથી શરીરમાં ઉર્જા રાખે છે.
એલોવેરાના જ્યૂસમાં ઘણાં બધાં વિટામિન અને મિનરલ્સ હોય છે. જે શરીરને સુધારવામાં મદદ કરે છે. આ ઉપરાંત શરીરને શક્તિ પણ આપે છે. એલોવેરાનું જ્યુસ વાળ અને ત્વચા માટે પણ ખૂબ જ ફાયદાકારક ગણાય છે. એલોવેરાના જેલમાં એન્ટી ફંગલ અને મોઈશ્ચરાઈઝિંગ ના ગુણધર્મ હોય છે. જે લોકો વાળમાં ડેન્ડ્રફ પીડાતા હોય છે. તે લોકો માટે એલોવેરા જેલ ખૂબ જ ફાયદાકારક રહે છે. જે લોકોની હિમોગ્લોબીન ખામી હોય કે લોહીની કમી હોય તે લોકો માટે એલોવેરા જ્યુસ ખૂબ જ ફાયદાકારક થાય છે.
જો તેનું નિયમિત સેવન કરવામાં આવે તો લોહીની કમી દૂર કરે છે. એલોવેરાનો જ્યૂસ ખતરનાક બિમારીઓ સામે લડવા માટે પણ સક્ષમ છે. રોજ સવારે ખાલી પેટે પીવાથી વજન ઓછો થાય છે. અને જો મોંમા ચાંદા પડ્યા હોય તો તે પણ મટી થઈ જાય છે.
એલોવેરાનું જ્યુસ બનાવવા માટે એક એલોવેરા લઇ તેના બે ટુકડા કરી બન્ને બાજુથી કાંટા કાઢી ઉપરથી તેની છાલ કાઢી નાખવી. ત્યારબાદ તેને મિક્સરમાં કટકા કરીને થોડું આદુ, લીંબુ, મીઠું નાખી ક્રશ કરી લો. જો તમને લીંબુ ન નાખવું હોય તો તમે ડાયરેક્ટ એલોવેરાને પણ ક્રશ કરીને જ તૈયાર કરી શકો છો. એલોવેરાના જ્યુસને કારણે નુકસાન પણ થઈ શકે છે. જે લોકોને લો બ્લડપ્રેશરની સમસ્યા હોય તે લોકોએ એલોવેરા જ્યૂસ ના પીવું જોઈએ. આ ઉપરાંત સ્તનપાન કરાવતી સ્ત્રીઓએ પણ એલોવેરા જ્યૂસનું સેવન ન કરવું જોઈએ. જે લોકોને ડીહાઇડ્રેશનની સમસ્યા હોય તેને સેવન ન કરવું જોઈએ.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.