આજે અમે તમને એક એવી ઔષધી વિશે જણાવવાના છીએ કે જે હવે ધીમે ધીમે લુપ્ત થતી જાય છે. આ વૃક્ષ ખૂબ ઠંડી અને ગરમીવાળા બંને હવામાનમાં થાય છે. દક્ષિણ ગુજરાતમાં તાપી નદીના ભેજવાળા જંગલમાં વધારે પડતા પ્રમાણમાં થાય છે. ધીમે ધીમે આપણા દેશમાં ઔષધિઓ લુપ્ત થતી જાય છે. કરંજ નામની ઔષધી નો સમાવેશ થાય છે. કાચકી ના બીજને દેશી ભાષામાં ગેંગડા પણ કહે છે તે દેખાવમાં મીંઢળ જેવું હોય છે. પહેલાના સમયમાં આ જંગલોમાં વધારે પડતા જોવામાં આવતી હતી. પરંતુ હવે તેમને બહુ ઓછી દેખાય છે.
આ ઔષધિ ગામડામાં વાડીના શેઢે જોવા મળે છે. આ ફળ જ્યારે કાચું એટલે કે લીલું હોય ત્યારે તળિયા વિનાનું અને સુવાળું, ઈંડા આકારની હોય છે. ફળ ની અંદર નો ગર્ભ સફેદ કલરનો હોય છે. મોટાભાગે આ પોષ મહિનામાં આવે છે. કાચકી નો વેલો થાય હોય છે. તેને લીલા રંગના સુંદર પાન હોય છે. અને તેને બદામના જેવી પરંતુ થોડી ચપટી સીંગો આવે છે. અને તેની અંદર ભૂરા રંગનાં બીજ નીકળે છે. જેને ઉગ્ર વાસ આવતી હોય છે. અને થોડું કડવાશ જેવું પણ હોય છે. તેણે કાચકી નાં બીજ પણ કહે છે.
કાચકી ના બીજના તેલને કાચકી તેલ કરે છે. આ તેલ ચામડીના રોગ માટે ખૂબ જ ઉપયોગી છે. કાચકી ના પાન નો રસ દાદર પર ચોપડવામાં આવે છે. અને તેના બીને ઘસીને ખસ કે દાદર પર ચોપડવામાં આવે છે. જેને રક્તપિત ની સમસ્યા હોય તે તેની માટે કરંજ ખૂબ જ ફાયદાકારક છે. ૧ થી ૩ ગ્રામ જેટલા બીજ ખાંડીને તેમાં મધ અને ઘી ભેળવી તેનું સેવન કરવાથી રક્તપિત્ત મટે છે.
આ ઉપરાંત પેટના રોગો માટે પણ ખૂબ જ ફાયદાકારક છે. તે માટે કાચકીના બીજને પહેલા શેકી લો. ત્યારબાદ તેમાં સિંધવ મીઠું ભેળવી તેનું સેવન કરવાથી પેટના રોગોમાં રાહત મળે છે. આ ઉપરાંત કરંજ નો ઉપયોગ માથાની ટાલ, દાંતની બીમારી, લકવો, વીંછીનું ઝેર, સુંદરતા, પેટના રોગો, હરસ મસા માટે ખૂબ જ ઉપયોગી છે.
કાચકીના મુળની છાલનો રસને મસા અને ભગંદર પર રેડવાથી તે તરત જ દુખાવો દુર થાય છે. આ ઉપરાંત તેના પાન અથવા તેની છાલને પાણી સાથે વાટીને પીવાથી હરસ મટી જાય છે. જો માથામાં ખોડો થવાની સમસ્યા હોય તો મીઠાના પાણીથી માથું ધોઈ ત્યારબાદ કાચકીનુ તેલ નાખવાથી ખોડો દૂર થાય છે.
કરંજ નું દાતણ કરવાથી દાંત નો દુખાવો, પેઢાનો દુખાવો કે પેઢામાંથી લોહી નીકળતું હોય તો તેવી દરેક સમસ્યામાં રાહત થાય છે. આ ઉપરાંત દાંતને મજબૂત બનાવે છે. કરંજનું તેલ ચામડી પર લગાવવાથી ચામડી ને લગતી દરેક સમસ્યાઓ જેવીકે ખસ, ખરજવું, કોઢ, ખંજવાળ વગેરે તરત જ દૂર થાય છે. કરંજ નો ઉપયોગ કફ દૂર કરવા માટે, પાચન શક્તિ વધારવા અને આંખો માટે ખૂબ જ લાભદાયી સાબિત થઇ છે.