આજની વ્યસ્ત અને ફાસ્ટ જિંદગીમાં દરેક લોકો પૈસાની બળતરામાં બાળકો પર ધ્યાન આપી શકતા નથી. અને તેની યાદશક્તિ ધીમે ધીમે ઓછી થતી જાય છે. આયુર્વેદમાં એક એવી ઔષધી છે નર્વસ સિસ્ટમ માટે ખૂબ જ ફાયદાકારક ગણાય છે. અને મગજને ખૂબ જ પાવરફૂલ કરે છે.
બુદ્ધિ સુધારવામાં પણ ખૂબ જ ઉપયોગી હોય છે. બુદ્ધિ વધારવા માટે આયુર્વેદમાં માલકાંગણી નો ઉપયોગ ખૂબ જ કર્યો છે. માલકાંગણી ઓના મોટા વેલા થાય છે. તે ખૂબ જ સુગંધવાળા હોય છે. માલકાંગણી ની વાવણી અષાઢ શ્રાવણ મહિનામાં પાકે છે. અને તેમાંથી કેસરી કલરના બીજ નીકળે છે. તો ચાલો આજે આપણે જાણીએ કેવી રીતે ઉપયોગ કરીને મગજ તેજ કરી શકાય.
માલકાંગણી બુદ્ધિ વધારવા માટે તેમજ પેટના રોગ વાયુ મૂત્રવર્ધક જેવા અનેક રોગોમાં ખુબ જ ફાયદાકારક છે. માલકાંગણી નું સેવન રોજ એક બીજથી કરો રોજ એક બીજ વધારતું જવું. ત્રીસમા દિવસે 30 બીજ ગળવા. ત્યારબાદ એક એક બીજ ઘટાડતા જવું. આવું બે મહિના કરવું. આનું સેવન કરવાથી મંદ બુદ્ધિ વાળા અને યાદશક્તિ વધારવી હોય તે લોકો માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. માલકાંગણી ને ચરક સંહિતામાં વાત અને કફ શામક પણ કહી છે.
જો લોકોના માથામાં કફ ભરાઈ ગયો હોય તો માલકાંગણી ના તેલ નો ઉપયોગ કરવાથી ભરાયેલો કફ નીકળી જાય છે અને ખૂબ જ ફાયદો થાય છે. માલકાંગણી ને બીજા શબ્દોમાં જ્યોતિષમતી પણ કહેવામાં આવે છે. માલકાંગણી ના સેવન થી ખરજવું, સફેદ દાગ, યાદશક્તિ, સોજા, હરસ, મસા, મૂત્ર રોગ, અપચો જેવી અનેક બીમારીઓમાં થી રાહત મળે છે. અફીણ ખાવાની આદત છોડવા માટે માલકાંગણી એક ઉત્તમ ઉદાહરણ છે.
જે લોકોને ખજવાળની સમસ્યા હોય તે લોકોએ માલકાંગણી ના બીજ ને ગૌમૂત્રમાં પીસીને ખજવાળ આવતા વિસ્તારમાં લગાવવાથી ખંજવાળ તરત જ મટે છે. જે લોકોને વાઈ કે ઇસ્ટરિયાની સમસ્યા હોય તે લોકોએ માલકાંગણી ના તેલમાં કસ્તુરી ભેળવી ચટાડવાથી વાય મટે છે. માલકાંગણી ના તેલ ને નાગરવેલના પાન પર લગાવીને લિંગ પર લપેટી સુઈ જવું અને બે બે બીજને દૂધની સાથે સવાર-સાંજ લેવાથી નપુસકતા માં લાભ થાય છે.
માલકાંગણી ના બીજ ને બે-ત્રણ ટીપા માખણ સાથે ભેળવીને પીવાથી મગજ ખૂબ જ તેજ બને છે. જે લોકો થોડું કામ કર્યા બાદ તરત જ થાકી જતા હોય તે લોકો માટે તો સંજીવની સમાન છે. દસ દિવસ આ પ્રયોગ કરવાથી શરીરનું બધું જ થાક દૂર થઈ જશે. ત્રણ ગ્રામ માલકાંગણી ના બીજ ના તેલ ને દૂધ સાથે સેવન કરવાથી રોકાયેલું માસિક પાછું આવે છે. ઊનાની ઉપચાર પદ્ધતિ પ્રમાણે માલકાંગણી ત્રીજા સ્તરની ગરમ અને રુક્ષ હોય છે. માલકાંગણી ગરમ હોવાના લીધે બાળકોની ગ્રહણ શક્તિ વધારે છે. તેમજ જેટલા ચેતાતંતુઓ ને બળ આપે છે.
યાદ શક્તિ વધારવા માટે માલકાંગણી ના તેલ ના એક થી બે ટીપા પતાસા પર નાખી દૂધ અથવા તો દૂધમાં મેળવીને પિવડાવવાથી યાદ શક્તિ અને બુદ્ધિ વધે છે. માલકાંગણી ને સંસ્કૃત માં જ્યોતિષ મતી કહે છે. માલકાંગણી નું અથાણું બનાવવામાં આવે છે. અથાણાના સેવનથી બુદ્ધિ અને સ્વાદ બન્ને વધે છે. માલકાંગણી નો છોડ ગર્ભનિરોધક માટે ખૂબ જ જાણીતો છે.
જો વધારે પ્રમાણમાં માલકાંગણીનું સેવન કરવામાં આવે તો ઊલટી કે ઊબકા બંધ થઈ શકે છે. માલકાંગણી ખુબજ ગરમ હોય છે. પિત્ત પ્રકૃતિવાળા લોકોએ માલકાંગણીનું સેવન ક્યારેય ન કરવું જોઈએ.