ઘરની આસપાસ ઘણા ફૂલો હોય છે અથવા ફૂલનો બગીચો પણ હોય છે. તો એમાંથી અમુક ફૂલ એવા હોય છે કે જે ઔષધી માટે ખુબ જ ઉપયોગી હોય છે. જેના વિશે આપણે જાણતા નથી. ઘણા ફૂલો એવા હોય છે જેની ઔષધી ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. તેમનો એક છોડ છે સત્યાનાશીના છોડ.
આ છોડ માં એવા ઘણા બધા ગુણકારી તત્વો રહેલા છે કે જેનાથી ધાધર, ખસ કે ખરજવું જેવા ચામડીના રોગો દૂર થાય છે. તે વાંઝિયાપણું પણ દૂર કરે છે. તમને આ છોડ ભારતમાં દરેક જગ્યાએ મળી રહેશે. તે સૂકા વિસ્તારમાં વધારે જોવા મળે છે. તેમાં બે પ્રકારના પીળા અને સફેદ ફૂલો હોય છે. આના પાંદડા કાંટાળા હોય છે તેને તોડવાથી સોનેરી રંગનું દૂધ નીકળે છે.
કટુ પર્ણ, પીળો ધતુરો, દારૂડી ના નામથી પણ ઓળખવામાં આવે છે. આ છોડ ઘણી બીમારીઓને સારી કરવામાં મદદ કરે છે. જે માણસ આ તકલીફ થી પીડાતો હોય તેને સત્યનાશીના છોડના મૂળની છાલને છાંયડામાં સૂકવીને તેનો પાવડર બનાવી લેવો. સવારે ખાલી પેટે એક થી બે ગ્રામ દૂધ સાથે મેળવીને પીવો. આના નિયમિત સેવનથી નિસંતાનતા અને ધાતુ રોગની સમસ્યા ૧૫ દિવસમાં મૂળમાંથી દૂર થઈ જશે.
નાની ઉમર વાળા લોકોને થોડા દિવસ અને મોટી ઉમરની વ્યક્તિને વધારે દિવસ તેનું સેવન કરવું પડે છે. જો તેના મૂળિયાને ધોઈને તેનો પાવડર બનાવી તેનો પ્રયોગ સવારે સાકર સાથે કરવામાં આવે તો પણ નિસંતાનતા દૂર થાય છે અને સંતાનની પ્રાપ્તિ થાય છે. એના માટે આ રામબાણ ઔષધી છે.
જે વ્યક્તિને કમળાની અસર હોય તેમણે સત્યનાશીના છોડ નું અડધી ચમચી તેલ કાઢીને શેરડીના રસ સાથે ભેળવીને પીવાથી કમળાના રોગમાં ખૂબ રાહત મળે છે. સત્યનાશી છોડ કમળાના દર્દી માટે ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. ગરમીના કારણે ઘણા લોકોને મોંમાં ચાંદા પડે છે. આ ચાંદા દૂર કરવા માટે સત્યનાશી છોડની કોમળ દાંડીઓ અને પાનને ચાવીને ખાવા પછી ખાંડ નાખી ને દહીં ખાવું જોઈએ, આ રીતે કરવાથી મોં ના ચાંદામાં રાહત મળે છે.
બાળકોને નાની ઉંમરમાં ચોકલેટ ખાવાના લીધે દાત ની અંદર સડો થઈ જાય છે, આ સડા ને દૂર કરવા માટે નિયમિત રીતે સત્યનાશી છોડની ડાળીઓ થી દાતણ કરવું જોઈએ. આમ કરવાથી દુખાવામાં પણ રાહત મળશે તેમજ દાંત પણ મજબૂત બને છે.
પેટને લગતી કોઈ પણ સમસ્યામાં આ છોડ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આના માટે એક ચમચી સત્યનાશી છોડ નું તેલ અને થોડું સિંધવ મીઠું દરરોજ સવારમાં હુંફાળા પાણી સાથે પીવામાં આવે તો પેટની દરેક સમસ્યામાંથી રાહત મળે છે. અંગોમાં પાણી ભરાઈ જવાની તકલીફમાં આ છોડ ખૂબ જ અસરકારક સાબિત થાય છે.
ઘણા લોકોને મોટાભાગે આંખની સમસ્યા થતી હોય છે. આ માટે સત્યાનાશીના દૂધને કાચા દૂધ સાથે મિક્સ કરીને આંખોમાં નાખવું. અથવા તો સત્યનાશીના દૂધને માખણ અથવા ગાયના શુદ્ધ ઘી સાથે મિક્સ કરીને આંખમાં કાજળની જેમ આંજવું જોઈએ.
ઘણા લોકોને ગેસ અને કબજિયાતની સમસ્યા રહેતી હોય છે. આ સમસ્યામાંથી છુટકારો મેળવવા માટે સત્યનાશી છોડના મૂળ અને અજમાને ઉકાળીને તેનું સેવન કરવું જોઈએ, જેના સેવનથી ગેસ અને કબજીયાતની સમસ્યા દૂર થઈ જાય છે.
જે લોકોને પેશાબ સંબંધિત સમસ્યા રહેતી હોય, તેઓએ આ છોડને ઉકાળીને કાઢો બનાવી લેવો અને પછી આ કાઢો સવાર સાંજ પીવાથી પેશાબ સંબંધિત દરેક સમસ્યામાંથી રાહત મળશે. અસ્થમાની સમસ્યા માટે સત્યનાશીના મૂળિયાનું ચૂર્ણ એક થી અડધો ગ્રામ ગરમ પાણી સાથે લેવાથી અસ્થમા મટી જાય છે.
ઘણી વખત ખબર હોતી નથી અને ભૂલ થી શરીર પર વાગ્યાનું નિશાન પડી જાય છે, આ ઘાવ ને જલ્દી દુર કરવા માટે સત્યનાશી છોડ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે. આ માટે તમારે તેના ફૂલ ને વાટીને તેને ઘાવ પર લગાવવું, જેનાથી ઘણી રાહત મળે છે.