મેંદાને વ્હાઇટ ફ્લોર, રિફાઇન્ડ ફ્લોર, ઓલ પર્પઝ ફ્લોર, પેસ્ટ્રી ફ્લોર તરીકે ઓળખવામાં આવે છે. ઘઉંનું પ્રોસેસિંગ થાય ત્યારે એમાંથી ફાઇબર, અસ્તર, વિટામિન્સ, ફોસ્ફરસ તથા મેન્ગેનીઝ નીકળી જતાં જે વેસ્ટ અથવા કચરો વધે છે એ છે મેંદો.
મેંદો બને છે તો ઘઉંનું પ્રોસેસિંગ કરીને જ, પણ તેની કેમિકલ પ્રોસેસ આપણા શરીર માટે નુકસાનકારક છે. ઘઉંમાંથી બનેલા મેંદાનો અસલ કલર જરા પીળાશ પડતો હોય છે. આ પીળાશને દૂર કરીને સફેદ બનાવવા એને બ્લીચ કરાય છે. આવો સુંદર સફેદ કલર બેન્ઝોઇલ પેરોક્સાઇડ નામના કેમિકલને આભારી છે. વળી મેંદાને સુંવાળું ટેક્સચર આપવા એક અન્ય કેમિકલ એલોક્સેનનો ઉપયોગ કરાય છે.
એલોક્સેન એક ખતરનાક કેમિકલ છે. એ આપણા શરીરમાં પ્રવેશતાં આપણા સ્વાદુપિંડની અંદર રહેલા બીટા સેલ્સનો નાશ કરે છે. આપણા શરીરમાં ઝરતું ઇન્સ્યુલિન આ બીટા સેલ્સને આભારી છે. આ કોષોનો નાશ થતાં શરીરની ઇન્સ્યુલિન બનાવવાની ક્ષમતામાં ઘટાડો થાય છે અને પરિણામે નવા ડાયાબેટિક પેશન્ટોનો જન્મ થાય છે.
આ કેમિકલનો ઉપયોગ આમ તો લેબોરેટરીમાં ઉંદર તેમજ ગિની પિગ્સ પર થાય છે. ઇન્સ્યુલિનની અસરનો અભ્યાસ કરવા માટે પ્રાણીઓના શરીરમાં એલોક્સેનનું ઇન્જેક્શન આપવામાં આવે છે. એથી તેઓમાં ડાયાબિટીસનો રોગ ઉત્પન્ન કરે છે .
આંતરડામાં ચોંટીને એ આમ ઉત્પન્ન કરે છે. એને લીધે સાયનસ માર્ગમાં વધારે પડતું મ્યુક્સ જમા થાય છે. હોજરીમાં ફુગાવો થાય છે.અર્જીણ પણ થતું જણાય છે. એ પાચનતંત્રને નબળું પાડે છે. એ કબજિયાત કરનાર છે. એના વધુપડતા સેવનથી ડાયાબિટીસ, અંધાપો, કોલોન તથા રેક્ટમનું એટલે કે આંતરડાનું કેન્સર, પાઇલ્સ, વેરીકોઝ, વેઇન્સ, ઓબેસિટી તથા ચામડીના રોગ થાય છે.
મેંદો પચવામાં ખૂબ ભારે છે. એ સત્વહીન છે. પાચનતંત્રના અવયવોમાં ચોંટીને અનેક પ્રકારની બીમારીને આમંત્રણ આપે છે. વેસ્ટર્ન દેશોમાં એને જન્ક કહે છે. એમાં ફાઇબર એટલે કે રેસા નથી હોતા. એનો ઉપયોગ ગ્લુ તરીકે ચોંટાડવામાં કરવામાં આવે છે. એને માનવીનો મોટામાં મોટો દુશ્મન ગણવામાં આવે છે.
મેંદા ના કારણે પેટમાં દુખાવો, અપચો જેવી તકલીફો પણ થઈ શકે છે. મેંદો આંતરડામાં ચોંટી જાય તો પણ ગંભીર સમસ્યા સર્જાય છે. મેંદાને સફેદ બનાવવા માટે તેમાં કેમિકલનો ઉપયોગ પણ કરવામાં આવે છે. મેંદામાં સ્ટાર્ચ વધારે પ્રમાણમાં હોય છે તેનાથી વજન પણ ઝડપથી વધી જાય છે.
મેંદામાં સ્ટાર્ચનું પ્રમાણ વધારે હોવાના કારણે સ્થૂળતા વધે છે. તેનું વધારે સેવન કરવાથી કોલેસ્ટ્રોલ અને બ્લડમાં ટ્રાઇગ્લીસરાઇડનું સ્તર વધે છે. મેંદાનું સેવન કરતા રહેવાથી રોગ પ્રતિકારક શક્તિ કમજોર થઇ જાય છે જેનાથી બીમારી થવાનો ખતરો વધી જાય છે. સ્વસ્થ રહેવા માટે મેંદાનું ખૂબ ઓછું સેવન કરવું જોઇએ.
જે શુગર લેવલને તરત વધારે છે. આ પેન્ક્રિયાઝ માટે પણ નુકસાનકારક છે. ડાયાબિટીસના દર્દીઓએ મેદાથી દૂર જ રહેવું જોઈએ.હાડકાંઓ નબળા બનાવે છે.મેદાને તૈયાર કરતી વખતે તેમાંથી બધાં જ પોષક તત્વો નીકળી જાય છે. જેના કારણે તે એસિડિત બની જાય છે. આ હાડકાંઓમાં કેલ્શિયમ એબ્સોર્બ કરતાં રોકે છે. જેના કારણે હાડકાંઓ નબળા થવા લાગે છે.
તેનું સેવન કરવાથી કબજિયાતની સમસ્યા પણ વધે છે.ગઠિયા અને હાર્ટ માટે નુકસાનકારક.મેદો અને તેની બનાવટો ખાવાથી બ્લડમાં શુગર લેવલ વધી જાય છે અને બ્લડમાં ગ્લુકોઝ જામવા લાગે છે. જેના કારણે ગઠિયા અને હાર્ટ ડિસીઝનો ખતરો વધે છે.
મેંદો દરેક લોકોના રસોડામાં મળી રહે છે. તે સ્વાસ્થ્ય માટે ખૂબ હાનિકારક હોય છે. છતા પણ તમે તેનાથી બનેલા ફૂડને રોજ સ્વાદ લઇને ખાઓ છો. તેને ખાવાથી શરીરને તરત નુકસાન પહોંચે છે. લાંબા સમય સુધી તેનું સેવન કર્યા બાદ શરીર ને ખોખલું કરી નાખે છે.