જો બ્લડની અંદર કોલેસ્ટ્રોલની માત્રા વધી જાય ત્યારે તે ઘણી બધી બિમારીઓનું આગમન નોતરે છે. જેમકે હાર્ટ એટેક, બ્લડ-પ્રેશર, કિડની પર અસર થવી, પાચનતંત્રનું બગડવું, તેમજ નળીની અંદર બ્લડ સર્ક્યુલેશન બરાબર ન થવુ વગેરે.
કોલેસ્ટ્રોલ શાના કારણે વધે છે,ખાવા-પીવામાં લાપરવાહી કરવાથી,ધૂમ્રપાન અને શરાબનો વધારે પડતું સેવન કરવાથી,વધારે પડતાં શરીરના વજનથી,તેલને વારંવાર ગરમ કરી તેમાં ખાવાનું બનાવવાથી,જંકફૂડનું વધારે પડતું સેવન કરવાથી.
કેવી રીતે ખબર પડશે કે તમને કોલેસ્ટ્રોલ વધી ગયો છે,જો તમે વધારે પડતું ચાલવાથી તમારા શ્વાસમાં પ્રોબ્લેમ થતો હોય તો સમજવું કે તમને કોલેસ્ટ્રોલ વધ્યો છે. થોડુંક કામ કરવાથી તમારું શરીર થાકી જતું હોય તો સમજ્વુ કે કોલેસ્ટ્રોલ હશે.વધારે પડતો પરસેવો થવો.લોહીનુ ઝાડુ થવુ.તેમજ માથું દુખવું અને પગ વધારે દુખવા.
આ ઉપાય કરવાથી તમારા કોલેસ્ટ્રોલમાં ઘટાડો થશે:
પિસ્તા ખાવાથી ખરાબ કોલેસ્ટ્રોલનુ સ્તર ઘટી જાય છે. અખરોટ દ્વારા દિલની શક્યત બીમારીથી બચી શકાય છે. પિસ્તા,અખરોટ અને બદામમાં રહેલ ઓમેગા-3 ફૈટી એસિડ અને એંટીઓક્સીડેટ્સ વસાયુક્ત ભોજનમાં રહેલ સૈચુરેટેડ ફેટ્સ દ્વારા આર્ટરીઝને થનાર નુકશાનની ભરપાઈ કરી શકાય છે.
જે લોકોના ભોજનમાં આખુ અનાજ જેવા અંકુરિત ધાન્યનો સમાવેશ થાય છે. તેમની કૈરોટિડ આર્ટરીની દિવાલ પાતળી રહે છે. સાથે સાથે તેઓ જલ્દી જાડા પણ નથી થતા અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.
અળસી ના તેલના ઉપયોગથી હાઈ બીપીને નિયંત્રિત કરી શકાય છે. જે મધ્ય આયુ વર્ગના પુરૂષોએ આઠ ગ્રામ અલસીનુ બીજ નિયમિત રૂપે ખવાથી બીપી ઓછુ થાય છે. આ તેલમાં પુષ્કળ પ્રમાણમાં ઓમેગા-3 ફૈટી એસિડ્સ હોય છે. કાળા સોયાબીનનો ઉપયોગ કરવાથી જાડાપણું ઓછુ થાય છે. એલડીએલ કોલેસ્ટ્રોલ, સાથે જ ટાઈપ-2 ડાયાબિટીઝનુ જોખમ પણ ઓછુ થાય છે.
દાડમનો રસ કોલેસ્ટ્રોલ ને ઓછું કરી દે છે. નાઈટ્રિક ઓક્સાઈટનુ ઉત્પાદન વધારી દે છે. નાઈટ્રિક એસિડથી આર્ટરીઝમાં જામેલા થક્કા ઓછા થવામાં મદદ મળે છે. દહી, જે ખરાબ કોલેસ્ટ્રોલને ઓછુ કરવામાં મદદ કરે છે. દહીંમા રહેલા પ્રોબાયોટિક્સ લૈક્ટોબેસિલિયસ એસિડોફિલિસ કોલેસ્ટ્રોલનુ સ્તર ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે.
સવારે ખાલી પેટે લસણની બે કળી ખાવી જોઈએ. કારણ કે તેમાં સલ્ફરયુક્ત એન્ટીઓક્સીડેન્ટની માત્રા વધારે હોય છે. જે શરીરમાં રહેલા ખરાબ કોલેસ્ટ્રોલને ઘટાડે છે. ડુંગળી અને લસણ ખોરાકમાં રોજ કાચી ડુંગળી અને ચાર કળી લસણ લેવાનું રાખો. એનાથી કોલેસ્ટ્રોલ ચોક્કસ ઓછું થાય છે. ડુંગળી અને ટામેટાનું કચુંબર ખાવાની ટેવ પાડો. અને જો લસણનો ઉપયોગ કરવો હોય તો કળીને છુંદી નાખી અને દૂધ સાથે રોજ સવારે કે સાંજે ખાઓ તેનાથી કોલેસ્ટ્રોલ ઘટે છે.
રાત્રે સૂકા ધાણાને પાણીમાં પલળવાથી સવારે તે પાણી પીવાથી તેમજ પલાળેલા સૂકા ધાણા ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછો થશે. સવારે જમ્યા પહેલા દૂધીનો રસ પીવાથી પણ કોલેસ્ટ્રોલ ઘટશે. દુધીના જ્યુસ બનાવતી વખતે તેની અંદર ત્રણથી ચાર પાન ફૂદીનાના તેમજ ત્રણથી ચાર પાન તુલસીનાં નાખવાથી જરૂર ફાયદો જોવા મળશે.
વિટામિન સી અને બીજા એન્ટી ઓક્સીડંટ પદાર્થો જે આંબળામાં છે. તે હૃદયની લોહીની નળીઓમાં ઓક્સીડાઇઝેશન થવા દેતા નથી જેથી હાર્ટએટેક આવવાની શક્યતા ઓછી થાય છે, અને કોલેસ્ટ્રોલ પણ ઘટે છે.
ઈન્સોલ્યુલમ ફાઇબર નારંગી-મોસંબીમાંથી બહારનું પડ કાઢી નાખ્યા પછી જે સફેદ પડ તે પેકટીન છે. જો રોજ એક નારંગી ખાઓ સાથે પેશી ઉપરનું પડ અને સફેદ ભાગ તમે ખાઓ તો એક મહિનામાં કોલેસ્ટ્રોલ ઓછું થશે. પાવડર અને ગોળી તરીકે બજારમાં મળતા જેઠીમધમાં મૂળ તત્ત્વ નથી. મૂળનો ઉપયોગ કરવાથી બે મહિનામાં કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
ખાટા મોટા લીંબુ અથવા ખાટી નારંગી ૨૫ ટકા જેટલું કોલેસ્ટ્રોલ ઘટવાનો ગુણ હોય છે. પાણીમાં રસ નાખી પછી થોડી ખાંડ કે સ્વીટેક્સ નાખીને લેવાથી ફાયદો થાય છે. ઈસબગુલ અને બીજા ફાઇબર્સ આનાથી મોશન સાફ આવે અને મોશનની સાથે ખોરાકમાં જાણે અજાણે લીધેલું કોલેસ્ટ્રોલ પણ શરીરની બહાર નીકળી જાય છે. આડકતરી રીતે તેના લીધે કોલેસ્ટ્રોલ ઓછું થાય છે.
કોલેસ્ટ્રોલ મીકેનીઝમ છથી આઠ કલાક ઊંઘ વખતે વ્યવસ્થિત થાય છે. જો પાંચ કલાકથી ઓછી અથવા આઠ કલાકથી વધારે ઊંઘ લો તો કોલેસ્ટ્રોલ મેટોબોલીઝમમાં તકલીફ થાય છે. અને તેને લીધે કોલેસ્ટ્રોલ વધે છે. માટે પૂરતી ઊંઘ લેવી જરૃરી છે. વજન વધે તેવો ખોરાક લેશો તો શરીરમાં ચરબી વધશે. યાદ રાખો લિવર શરીરની ચરબીમાંથી કોલેસ્ટ્રોલ બનાવશે. કસરત કરવાથી શરીરમાં ચરબી ઓછી થશે અને કોલેસ્ટ્રોલ ઓછું થશે.
પ્રોટીન વધારે મળે તેવો ખોરાક ખાઓ. જેમાં વાલ, વટાણા, ચણા, તુવેર, સોયાબીન, રાજમા ખાવાથી કોલેસ્ટ્રોલ ઓછું થશે. રોજ એક ચમચી હળદર દૂધ સાથે લો. તેનાથી ચામડી તો સુંવાળી થશે. ચમકતી થશે. કરચલી નહીં પડે. વધારાનો ફાયદો એલ.ડી.એલ. કોલેસ્ટ્રોલ ઓછું થશે.
રીંગણાં માં એન્ટીઓક્સીડંટ ‘ક્લોરોજેનીક એસીડ’ છે. જેની અસરથી એલ.ડી.એલ. કોલેસ્ટ્રોલ ઓછું થાય છે. રોજ ત્રણથી ચાર કપ ગ્રીન ટી પીવાથી તેમાં રહેલા ”એપી ગોલો કેચેરીગ્લેટ”ને કારણે એલ.ડી.એલ. કોલેસ્ટ્રોલ ઓછું થશે.
કેક અને પેસ્ટ્રીમાં સૈચૂરેટીડ ફેટ હોય છે, જેથી કેક અને પેસ્ટ્રીને પણ બને ત્યાં સુધી ન ખાવી. તળેલા ખાદ્ય પદાર્થથી દુર રહેવું. તળેલું ખાવાથી પણ કોલેસ્ટ્રોલ વધી શકે છે. જમવામાં ઓટ્સ લેવા, ઓટ્સ શરીરમાં તાકાત પણ આપે છે અને કોલેસ્ટ્રોલથી પણ દુર રાખે છે.
કોલેસ્ટ્રોલથી દુર રહેવા માટે રોજે એક સફરજન છાલ સહિત ખાવું, છાલ સહિત સફરજન ખાવાથી ઘણો ફાયદો થાય છે. જો શરીરમાં કોલેસ્ટ્રોલ આવ્યું હોય તો રોજે તુલસીના સાત આંઠ પાંદડા ચાવવાથી કોલેસ્ટ્રોલમાં ઘટાડો થાય છે.