આદુનો પ્રયોગ એક મસાલા તરીકે કરવામાં આવે છે અને તેને તબિયત માટે લાભપ્રદ માનવામાં આવે છે. આદુનું સેવન કરવાથી તંદુરસ્ત ને ઘણા પ્રકારના ફાયદા પહોંચે છે અને તેનો ઉપયોગ ઘણા પ્રકારની આયુર્વેદિક દવા ને બનાવવામાં પણ કરવામાં આવે છે. તો ચાલો આજે અમે તમને જણાવીએ આદુંથી અલગ અલગ રોગમાં શરીને થતાં ફાયદાઓ વિશે.
કબજિયાત વાળા દર્દીને એક ચમચી આદુના રસમાં એક ચમચી સંતરાનો રસ મેળવીને રોગીને પીવડાવવાથી તરત જ રાહત મળશે. કબજિયાતમાં એક ચમચી આદુના રસમાં બે ચમચી અંજીરનો રસ અને ચપટી હિંગ મેળવીને પિવડાવો. ઋતુ અનુસાર ખાટા રસવાળા ફળોનો પ્રયોગ આદુના અનુપાન સાથે કરવાથી કબજિયાત દૂર થશે.
મોસંબીના રસમાં સંચળ અને આદુનો રસ મેળવીને દરદીને સેવન કરાવો.આનાથી અતિસારમાં લાભ થશે. અતિસારમાં દાડમનો અને આદુનો રસ સરખા ભાગે મેળવીને દરદીને પાઓ. આદુનો એક ગાંઠિયો, એક રતી હિંગ, અડધી ચમચી ધાણા અને અડધી ચમચી સૂંઠ બધાને વાટીને ચટણી બનાવો. પછી તેમાં લીંબુનો રસ મેળવો. દર ચાર-ચાર કલાકે એક એક ચમચી ચટણી રોગીને ચટાડવી.
ઊલટી થતી હોય તો એક ચમચી આદુનો રસ, અડધી ચમચી સાકર અને ચપટી મીઠું મેળવીને દરદીને પીવડાવો. એક ચમચી આદુના રસમાં એક રતી હિંગ મેળવીને દરદીને થોડી થોડી વારે આપો. આનથુ ઊલટીમાં આરામ મળશે. કફની ઊલટીમાં ૧ ચમચી આદુના રસમાં એક ચમચી તુલસીનો રસ નાખી પિવડાવવું. પાચન વિકારને કારણે ઊલટી થતી હોય તો એક ચમચી આદુના રસમાં એક ચમચી ઇનો મેળવી પાણી સાથે આપો.
પથરીમાં એક ચમચી આદુનો રસ, ૨૫ ગ્રામ મૂળાનાં પાનનો રસ અને ૧ ગ્રામ જવખાર મેળવી રોગીને સવાર-સાંજ પિવડાવો, દિવસના પ્રયોગથી પથરી તૂટીને પેશાબ માર્ગે બહાર નીકળી જશે. એક ચમચી આદુનો રસ, અડધો કપ લીંબુનો રસ તથા એક ચમચી ડુંગળીનો રસ મેળવીને એમાં અડધી ચમચી તલ વાટીને મેળવવા. આ બધાની બે સરખી માત્રા કરી સવાર- સાંજ લેવી. જરૂરિયાત પ્રમાણે તેટલા દિવસ માટે લેવાથી પથરીમાં ફાયદો થશે.
એક ચમચી આદુના રસમાં ૨૦ ગ્રામ ડુંગળીનો રસ મેળવી તેમાં થોડી દળેલી ખાંડ મેળવવી. સવારે પિવડાવો. જ્યાં સુધી પથરી બહાર ન નીકળે ત્યાં સુધી નિયમિત સેવન કરતાં રહો. જરૂર લાભ થશે.
બે ગાંઠિયા આદુ, દાડમડીના પાન ૧૫ ગ્રામ, ચપટી નવસાર ત્રણેયને ખૂબ વાટી ચટણી બનાવી લેવી. આ ચટણી સવાર-સાંજ ખાવી. કેટલોક સમય આ રીતે કરવાથી યકૃતનું વધવું અટકી જશે. એક ચમચી આદુનો રસ તથા બે ચમચી કાચા પપૈયાનું દૂધ બંનેને મધમાં ઘોળીને રોગીને નવશેકા પાણી સાથે પાઈ દેવો.
આદુનો રસ અને તમાકુના પાનના રસનું મિશ્રણ કરી હલકા હાથે યકૃત પર માલિસ કરો. એક ચમચી આદુના રસમાં અડધી ચમચી રાઈનું ચૂર્ણ, ચપટી મીઠું મેળવીને દરદીને સવાર-સાંજ પીવડાવવું. આમ કરવાથી લીવર વધતું અટકી જશે.
ભૂખ ન લગતી હોય તો એક ચમચી આદુના રસમાં અડધી ચમચી લીંબુનો રસ મેળવી દરરોજ સવારે લેવું. અરુચિમાં એક આદુની ગાંઠ પર મીઠું લગાવી દાંત નીચે દબાવી ચગળી ચગળીને ખાવું. અડધી ચમચી આદુનો રસ, એક રતી હિંગ, ત્રણ મરી, બે ચપટી પીંપરનું ચૂર્ણ બધું વાટીને ચટણી બનાવી સવાર-સાંજ ખાવું. આનાથી અરુચિ દૂર થાય છે.
કાનમાં પીડા થતી હોય તો આદુની ગાંઠને બાળીને તલના તેલમાં મેળવો. કાનપટી ઉપર અને કાનના પાછળના ભાગમાં લગાવો. આદુના રસને ગરમ કરી કાનમાં ટીપાં નાખવા. આદુ, તુલસીના રસનું મિશ્રણ કરી, કપૂર મેળવી કાનમાં ટીપાં નાખવાં. આદુનો રસ અને લીમડાના પાનનો રસ મેળવી સહેજ ગરમ કરી કાનમાં ટીપાં નાખવાં. તમરા બોલતાં હોય તો એક ચમચી સૂંઠમાં ગોળ મેળવીને કાનમાં નાંખો.
કકડાના દુખાવામાં અડધી ચમચી આદુના રસમાં કાચા પપૈયાનું દૂધ મેળવી સહેજ ગરમ કરી કાકડા પર લગાવવું. અડધી ચમચી આદુનો રસ અને અડધી ચમચી તુલસીનો રસ મધમાં મેળવી ચટાડવો. ગળું સોજી જાય તો ગળા પર આદુના રસનો લેપ કરવો. આદુના રસને પાણીમાં ગરમ કરી તે પાણીના કોગળા કરવા.
ફુલાવેલી ફટકડી આદુના રસ અને મધમાં મેળવી ચાટવી, એક ચમચી આદુનો રસ, ચાર ટીપાં લીમડાના પાનનો રસ, ચાર ટીપાં લસણનો રસ, ત્રણેયને પાણીમાં મેળવી ઉકાળીને કોગળા કરવા. જેનાથી ગળાના દુખાવામાં રાહત મળે છે.
આદુની ગાંઠ અને સૂકા ધાણાને પાણીમાં ઉકાળી તે પાણીના કોગળા કરવા. આદુના રસને ટામેટાંના રસમાં મેળવી મોંમાં ચાંદા પર લગાવવાથી રાહત મળે છે. વાટેલી સૂંઠને જીભ પર ભભરાવી લાળને વહી જવા દેવી. ગરમી શાંત થઈ જશે. દાંતમાં કૃમિ થઈ ગયા હોય તો આદુના રસમાં ફટકડીનું ચૂર્ણ મેળવી પેઢા કે દાંત પર લગાવો. દાંત કે દાઢમાં દર્દ થતું હોય તો આદુના રસમાં હિંગ મેળવીને રૂ વડે દર્દવાળા દાંત પર લગાવો. આદુનો રસ, એરંડિયું અને કપૂર મેળવી પેઢા પર લગાવવાથી પાયોરિયા મટે છે.
પિત્તશૂળમાં આદુનો રસ અને ઓલિવ ઓઈલનો રસ દૂધમાં મેળવીને પિવડાવવો. આદુનો રસ પાણીમાં નાખીને વારંવાર પિવડાવવો. એક ચમચી આદુનો રસ, અડધી ચમચી ખાવાનો સોડા તથા બે ગ્રામ ચમચી ગ્લિસરીન ત્રણેયને ગરમ પાણીમાં બરાબર મેળવો અને રોગીને પિવડાવો.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.