આંખ દરેક વ્યક્તિ માટે એક ખુબ જ મહત્વનો ભાગ છે. આજકાલ જમાનો જ કોમ્પ્યુટરનો થઇ ગયો છે એટલા માટે લગભગ બધી કામગીરી એકધારું સામે બેસીને જ કરવી પડે છે. દિવસમાં થનારી ૯૯% કામગીરી આપણે આંખો દ્વારા કરી શકીએ છીએ. જેમ ઉંમર વધતી જાય એની સાથે આંખોની રોશની પણ ઓછી થવા લાગે છે, જે એક સામાન્ય બાબત છે.
પરંતુ આંખોની રોશની ઓછી થવાના ઘણા બીજા કારણો પણ હોઈ શકે છે. તો ચાલો હવે આપણે જાણીએ આંખનું તેજ વધારવાના અને આંખોના ચશ્માના નંબર દૂર કરવાના ઉપચારો. કેસર અને એક ગ્લાસ સાદું પાણી આ બે વસ્તુ દ્વારા આંખોની રોશનીને ફરી વખત મેળવી શકાય છે.
આપણે ફક્ત કેસરની ચા બનાવવાની છે આ માટે પાણીને ઉકાળી તેમાં કેસર નાખી દેવાનું છે જો એવું લાગે તો થોડું મધ પણ નાખી શકાય છે. રાત્રે સુતા પહેલા આ એક ગ્લાસ કેસર ચા નું સેવન કરવાથી ખુબ જ સારું પરિણામ જોવા મળશે અને આંખોના નંબર પણ તરત જ દૂર થઈ જશે.
ગાજરમાં ફોસ્ફરસ, વિટામિન એ અને સી તેમજ આયર્ન વધુ માત્રામાં હોય છે, જેના કારણે ગાજર આંખો માટે ઘણા અસરકારક માનવામાં આવે છે. જો નિયમિત રૂપે કાચા ગાજર સલાડ બનાવીને ખાઓ અથવા તો ગાજરનો રસ કાઢીને રોજ પીઓ તો તેના કારણે આંખોને ઘણો ફાયદો થાય છે અને તેના કારણે દ્રષ્ટિ ઘણી જ મજબૂત બને છે એના કારણે ચશ્માના નંબર પણ ઉતરી જાય છે.
આંખો પરથી ચશ્માં દૂર કરવા માટે આંખોની આજુબાજુ અખરોટના તેલની માલીશ કરો તેનાથી દ્રષ્ટિ તેજ બને છે અને આંખો ઉપરથી ચશ્માં પણ ઉતરી જાય છે. આ ખુબ સરળ પણ સચોટ ઉપાય છે. ચશ્માના નંબર ઓછા કરવાં માટે સવારના સમયે ઉઠીને કોગળા કર્યા વિના મોઢાની લાળ પોતાની આંખોમાં કાજળની જેમ લગાવો. સતત 6 મહિના કરતા રહેવાથી ચશ્માના નંબર ઓછા થઇ જાય છે.
વહેલી સવારે લીલા ઘાસ પર ખુલ્લા પગે ચાલવાથી દ્રષ્ટિ તેજ બને છે. જો કે તેના માટે સૂર્યોદય થાય તે પહેલા ઉઠવું જરૂરી છે, જો તમે ચશ્માના નંબર ઉતારવા માંગો છો તો આ બાબતને તમારી દિનચર્યાનો એક ભાગ બનાવી લેવો જોઈએ. 6 થી 8 માસ સુધી નિયમિત જલનેતી કરવાથી અને પગના તળીયે અને કાનપટ્ટી પર ગાયનું ઘી ઘસવાથી ચશ્માના નંબર ઘટી શકે.
સવારે જ્યારે પણ તમે ઉઠો ત્યારે તમારા બંને હાથની હથેળીને એકબીજા સાથે પરસ્પર જોરથી ઘસો, અને જ્યારે તમારી હથેળીમાં ગરમાટો જેવું લાગે તે પછી બંને હથેળી તમારી આંખો પર મુકી દો, આ રીતે આંખોને શેક આપો. આવું સવારે ઉઠીને ઓછામાં ઓછું ચારથી પાંચ વાર કરો, એના કારણે તમારી આંખોને ઘણો ફાયદો થઈ શકે છે.
બદામ, મોટી વરીયાળી અને સાકરને સરખી માત્રામાં મેળવી લો. રોજ આ મિશ્રણને એક ચમચીની માત્રામાં એક ગ્લાસ દૂધની સાથે રાતે સૂતી વખતે લો. આવું કરવાથી થોડાક જ સમયમાં તમને તમારી આંખની રોશની તેજ લાગવા લાગશે અને નંબર દૂર થઈ જશે.
એક ચપટી શુદ્ધ ફટકડીને બે ચમચા ગુલાબજળમાં બરાબર ધૂંટી-વાટી એકબે ટીપાં થોડી થોડી વારે આંખમાં આંજતા રહેવાથી આંખના નંબર ધીરે ધીરે દૂર થવા લાગે છે. ઘેટીના દૂધનાં પોતા આંખ પર મૂકવાથી આંખના નંબર દૂર થઈ જાય છે. 20 ગ્રામ દ્રાક્ષને રાત્રે પાણીમાં પલાળી રાખી સવારે મસળી, ગાળી, સાકરમાં મેળવીને પીવાથી આંખોની ગરમી અને આંખના નંબર દૂર થાય છે.
જામફળના પાનની પેટીસ બનાવી રાત્રે સૂતી વખતે બાંધવાથી આંખોનુ દર્દ મટે છે અને આંખના નંબર જલ્દીથી દૂર થાય છે. દરરોજ સવારે ઉઠતાની સાથે ઠંડા પાણીથી આંખ સાફ કરવી. લીંબુના રસનો સતત ઉપયોગ કરવાથી આંખનું તેજ વધે છે. ત્રિફળાનાં 3-4 ગ્રામ ચૂર્ણમાં એક ચમચી મધ અને એક ચમચી ગાયનું ઘી મેળવી રોજ રાત્રે સૂતા પહેલાં ચાટી જવું. આનાથી આંખના નંબર દુર થાય છે.