ઘણા લોકો પેટમાં દુખાવો, પેટનો ગેસ અને એસિડિટી જેવી સમસ્યાઓથી પરેશાન થાય છે અને આ કારણે તેમનો આખો દિવસ પણ બગડે છે. આ બધુ થવાનું મુખ્ય કારણ શરીરમાં જમા થતી ગંદકી છે. જ્યારે કોઈ વ્યક્તિનું પેટ બરાબર સાફ નથી થતું, તો તેના પેટમાં એકઠી થતી ગંદકી બહાર આવી શક્તિ નાથી, જેના કારણે તેને દુખાવો થવા લાગે છે. આજે અમે તમને શરીરની ગંદકી દૂર કરવાના ઉપચારો વિશે જણાવવા જઈ રહ્યા છીએ.
શરીરની ગંદકી દુર કરવા માટે મધ રામબાણ નું કામ કરે છે. રોજ સવારે હુંફાળા પાણીમાં એક ચમચી મધ ભેળવીને પીવાથી શરીરમાં રહેલ બધા ઝેરી પદાર્થ નીકળી જાય છે અને શરીરનું મેટાબોલીઝ્મ પણ વધી જાય છે. આ આંતરડાની ગંદકી દુર કરવામાં સૌથી વધારે અસરકારક સાબીત થયું છે.
આમળા થી લોહીનું શુદ્ધિકરણ કરી શકાય છે. લોહીમાં રહેલી ગરમીને આમળા દૂર કરે છે, લોહીમાં રહેલી ગંદકીને પણ શુદ્ધ કરીને આપણું લોહી ચોખ્ખું બનાવે છે. આ સિવાય પણ આમળા ઘણા ફાયદાકારક છે. નવું લોહી પણ બનાવે છે. હળદર ત્વચાની સાથે લોહીને સાફ કરવામાં પણ મદદ કરે છે. હળદર નો ઉપયોગ કરવા માટે ગાયના દૂધમાં બે ચમચી હળદર ઉમેરો. રાત્રે સુતા પહેલા આ મિશ્રણ પીવો. આનાથી શરીરની બધી ગંદકી દૂર થાય છે.
એક મુઠ્ઠી ધાણાના પાનને સારી રીતે ધોઈ લો. તેના નાના નાના ટુકડા કરી 1 લીટર પાણીમાં નાખો. તેમા થોડો અજમો પણ મિક્સ કરી લો. ઘાણાના પાન, અજમો અને પાણીને ધીમા તાપ પર 10 મિનિટ સુધી પકવો. તેને ઠંડુ કરી દરરોજ ખાલી પેટ એક ગ્લાસ સતત સેવન કરવાથી પેશાબ સાથે શરીરની બધી ગંદકી બહાર આવવા માંડે છે.
આંતરડાની ગંદકીને દુર કરવા માટે દરરોજ સવારે એક ગ્લાસ સફરજનના જ્યુસની સાથે ૨ ચમચી લીંબુનો રસ ભેળવીને પણ પીવો જોઈએ. આનાથી શરીરના બધા ઝેરીલા પદાર્થો બહાર નીકળી જ જશે સાથે જ શરીર સ્વસ્થ અને તંદુરસ્ત રહેશે. દિવસની શરૂઆત જો સફરજન જ્યુસની સાથે કરવામાં આવે તો નિશ્ચિત રૂપથી આંતરડાની સફાઈ થાય છે અને શરીર એકદમ સ્વસ્થ રહે છે.
કિડનીને સ્વચ્છ કરવા માટે આદુની ચા ખૂબ જ લાભદાયક સાબિત થાય છે. એક મોટી ચમચી મઘ લો. એક નાનકડી ચમચી દળેલી હળદર, નાની ચમચી વાટેલો આદુ, એક કપ પાણી, અડધો કપ નારિયળનુ દૂધ, પાણીને ગરમ કરીને આદુ અને હળદરને 10 મિનિટ ઉકાળી લો અને 1 કપમાં દૂધ અને મધ મિક્સ કરીને ચાને નાખો. આ ચા ને રોજ ખાલી પેટ પીવી ખૂબ લાભદાયક હોય છે.
દૂધી લીવરના શુદ્ધિકરણ માટે ખુબ જ ઉપયોગી છે. તે લીવરમાં સોજો અને વધેલા લીવરના આકારને ઓછો કરવા માટે પણ ઉપયોગી છે. દુધીમાં વિટામીન એ અને સી હોય છે સાથે મેગ્નેશિયમ, કેલ્શિયમ અને ડાયટરી ફાઈબર જેવા મિનરલ્સ હોય છે જેનાથી લીવર શુદ્ધ થાય છે. લીવરમાં રહેલા ઝેરી પદાર્થોને પણ દુધી દ્વારા દુર કરી શકાય છે. દુધીને છીલીને કટકા કરીને તેને મિક્સરમાં નાખીને જ્યુસ બનાવી તેને ગાળી લઈને તેમાં હળદર, લીંબુ અને મીઠું નાખીને પીવાથી લીવર શુદ્ધ થાય છે.
નારંગીનું સેવન કરવાથી વ્યક્તિ તેના શરીરની ગંદકી સાફ કરી શકે છે. નારંગીમાં ફાઈબર ભરપુર માત્રામાં હોય છે. જે વ્યક્તિના શરીરની ગંદકી બહાર કાઢવામાં મદદ કરે છે. પેટ સાફ કરવા માટે, વ્યક્તિએ સવારે નારંગીનો રસ પીવો જોઈએ .શરીરની ગંદકીને દૂર કરવા માટે, વ્યક્તિએ સવારે ખાલી પેટમાં હળવા પાણી સાથે લીંબુનો રસ પીવો જોઈએ. આ કરવાથી તેના શરીરમાં ઉર્જા રહેશે અને તેના પેટમાં રહેલી ગંદકી પણ સાફ થઈ જશે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.