ભારતીય ઉપખંડમાં જોવા મળતી એક વનસ્પતિ છે. તે ભારત દેશમાં બધા જ પ્રદેશોમાં થાય છે. એનાં પીળાં સોનેરી રંગનાં ફુલોથી આ છોડ તરત ઓળખાઈ જાય છે. આવળ કડવી, શીતળ અને આંખોને માટે હિતકારક છે.
એક ચમચી આવળના ફુલની પાદંડીઓ અને એટલી જ સાકર ગાયના દૂધમાં વાટીને ચાટી જવાથી સગર્ભા સ્ત્રીની ઊલટી તેમ જ ઊબકા બધં થાય છે.આવળના ફુલોનો ગુલકંદ પેશાબના, ત્વચાના અને પેટના રોગોમાં સારો ફાયદો કરે છે તથા શરીરનો રંગ વધુ સુધારે છે.
પગના મચકોડ પર આવળના પાન બાધંવાથી મચકોડનો સોજો અને દુ:ખાવો મટી જાય છે. આવળનાં ફુલોનો ઉકાળો અથવા આવળના પચાંગ ચૂર્ણની અડધી ચમચી જમતાં પહેલાં લેવાથી અને જરુરી પરેજી પાળવાથી ડાયાબીટિસમાં ફાયદો થાય છે. આવળના ફુલોને સૂકવીને બનાવેલું ચૂર્ણ અડધી ચમચી જેટલું ગરમ પાણી સાથે લેવાથી સર્વ પ્રકારના પ્રમેહ મટે છે.
મીંઢી આવળ જુદાં જુદાં વિસ્તારમાં વિવિધ નામે ઓળખાય છે. હિંદીમાં સેના, મરાઠીમાં સોનામુખી, બંગાળીમાં સન્નામખી, તામિલમાં નીલા વિરાઈ, તેલુગુમાં નીલા ટેન્ગડુ અને મલયાલમમાં નીલા વાકા તરીકે ઓળખાય છે.
રોજ સવારે અને રાત્રે સૂતી વખતે સાકર અને સોનામૂખી અને આવળનું ચૂર્ણ સરખે ભાગે લઈ ફાકવાથી અશક્તિ મટે છે. આ ઉપરાંત આવળના ફૂલ અને પાંદડાંને પાણીમાં ઉકાળી આ પાણી પીવાથી પણ શારીરિક નબળાઈ, ફેફસાની નબળાઈ, ધાતુની નબળાઈ દૂર થાય છે. સોનામુખીના પાન તથા શીંગોનો ઉપયોગ રેચક તરીકે જુલાબની દવામાં થાય છે. રેચ થવા માટે મીંઢી આવળનાં પાંદડાં રાત્રે પાણીમાં પલાળી રાખી, સવારે મસળી, ગાળીને ગોળ નાંખી પીવાના ઉપયોગમાં લેવાય છે.
મૂત્રરેચ અને રેચ થઈ કોઠામાંની ગરમી નીકળી જાય છે અથવા પાંદડાનો કાઢો કરી તે પીવાથી રેચ થાય છે. પાન અને શીંગોમાં સેનોસાઈડ (એન્થોકવીનોન ગ્લાઈકોસાઈડ) નામનું રસાયણ હોય છે. તેના રેચક ગુણને લીધે તે ખ્યાતિ પામેલ છે અને દુનિયાના ફાર્માકોપીયાઝમાં માન્યતા પામેલ છે.
દક્ષિણ ભારતમાં તામિલનાડુ તેમજ ગુજરાત રાજયમાં કચ્છ જિલ્લામાં તેનું વાવેતર થાય છે. હાલમાં લગભગ ૭000 હેકટરમાં તેનું વાવેતર થાય છે. આપણાં દેશમાંથી નિકાસ થતાં ઔષધિય પાકોમાં ઈસબગુલ પછી સોનામુખી બીજા નંબરે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.