અજમાની તાસીર ગરમ છે. જેથી તેનું પાણી પીવાથી શરીરમાં હૂંફ આવે છે, જે ખોરાકને પચાવવામાં મદદ કરે છે. અત્યારના સમયમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા મોટાભાગના લોકોમાં જોવા મળે છે. આનું મુખ્ય કારણ અનિયમિત દિનચર્યાઓ અને અવ્યવસ્થિત જીવનશૈલી છે.
અજમા પાચક, તીખા, ગરમ, કડવા, શુક્રાણુઓ (સ્પર્મ)ના દોષને દૂર કરનારા, વીર્ય જનક, હાર્ટ માટે ગુણકારી, કફનો નાશ કરનારા, ગર્ભાશયને ઉત્તેજિત કરનારા, તાવ દૂર કરનારા, ઉલટી, પેટના રોગો, સાંધાના દુખાવા આ બધી જ સમસ્યાઓને દૂર કરનારી એક જડીબુટ્ટી જ છે. આજે આપણે જાણીશું અજમાના પાણીથી શરીરને મળતા ફાયદાઓ વિશે.
સૌ પ્રથમ તો તમે કઈ રીતે તૈયાર કરશો તે જાણી લઈએ. ગરમ પાણીમાં થોડો અજમો નાખી દો પછી તેને રાખી મૂકો. થોડા સમય પછી તેને ગળીને પી જાઓ. અને રાત્રે પણ એક ગ્લાસ પાણીમાં એક ચમચી અજમો રાખી દો અને સવારે આને પણ ગળીને પી જાઓ. અજમાના પાણીની વરાળ લેવાથી કફની તકલીફમાં રાહત મળે છે. હુંફાળું પાણી પી પણ શકાય છે.
જમાના પાણીમાં એન્ટી ઇન્ફલેમેટરી હોય છે, તેનો શેક કરવાથી સાંધા અને મસલ્સના દુઃખાવા માં રાહત મળે છે. અજમાનું પાણી નિયમિત પીવાથી અકાળે સફેદ થતા વાળની તકલીફ ઓછી થાય છે. અજમામાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે અથવા તેમાં બેક્ટેરિયા સામે લડવાના ગુણ હોય છે. નિયમિતપણે એક કપ અજમાનું પાણી પીવાથી તમે તમારી જાતને સંક્રમણથી બચાવી શકો છો.
જો કોઈ કારણસર પેટમાં ગડબડ થઈ ગઈ હોય તો અજમા ચાવીને ખાઈ જવા અને પછી ગરમ પાણી પી લેવું. જો પેટમાં કૃમિ હોય તો અજમામાં સંચળ નાખીને પીવો. મોઢા સાથે જોડાયેલી બીમારીઓમાં પણ અજમો રાહત આપે છે. જો તમે રોજ સવારે અજમાનું પાણી પીશો તો દાંતની પીડા અને મોઢાની ગંધ દૂર થશે.
જેમને મેદસ્વીપણાની સમસ્યા છે. અજમાનું પાણી ચયાપચયમાં સુધારો કરીને શરીરમાં સંગ્રહિત ચરબી બનાવમાં મદદરૂપ કરે છે. જેમને પાચનની સમસ્યા હોય છે. અજમાનું પાણી પાચક એન્ઝાઇમને સક્રિય કરીને પાચનમાં સુધારો કરે છે. અજમાનું પાણી એન્ટિમાઇક્રોબાયલ અને એન્ટી ઇન્ફ્લેમેટરી છે. આ પીવાથી ખંજવાળ, ચકામા જેવી સમસ્યામાં રાહત મળે છે.
બાળકનું રડવાનું કારણ ગેસની તકલીફ હોય તો તમે એને અજમાનું પાણી આપી શકો છો. જે બાળકોને પાચનમાં અને પેટ ને લગતી બીજી સમસ્યા દુર કરવામાં તમારી મદદ કરે છે. અડધી ચમચી તાજું તૈયાર કરેલું અજમાનું પાણી તમે પીવડાવી શકો છો.
કીડનીની પથરીના લીધે તમને ખુબ જ પીડા થાય છે. જો એને તરત જ ઈલાજ કરવામાંના આવે તો મોટી મુશ્કેલી નો સામનો કરવો પડે છે. વધુપડતું કીડની ની પથરી નબળી પાચનશક્તિ અને અમુક પાચન અંગો ખરાબ થવાને કરને થઇ શકે છે. અજમાના પાણી પીવાથી તને એને નિયંત્રિત કરી શકો છો.
અજમાનું પાણી પીવાથી પેટમાં અટકેલ ગેસ રિલીજ થાય છે. ગૈસ્ટ્રીક તકલીફમાં ફાયદો થાય છે. ગેસ કે ઇનડાઈજેશન ને લીધે થતી ઉલટી ની તકલીફ માં પણ અજમાનું પાણી પીવાથી ઠીક થઈ જાય છે. અજમાના પાણીમાં એન્ટીમાઈક્રોબીયલ અને એન્ટી ઇન્ફલેમેટરી હોય છે. તે પીવાથી ખંજવાળ, રૈસહેજ જેવી તકલીફમાં રાહત મળે છે.
સવારે ખાલી પેટ અજમાનું પાણી પીવો, ડાયાબિટીસથી બચી જશો. એક કપ અજમાનુ પાણી પીવાથી માથાના દુખાવામાં રાહત મળે છે. રોજ સૂતા પહેલા એક કપ અજમાનું પાણી પીવાથી ઉંઘ સારી આવશે. અજમાનું પાણી પીવાથી ભોજન ઝડપથી પચી જાય છે. અજમાનું પાણી પીવાથી હૃદય સંબંધિત સમસ્યાઓમાં પણ રાહત થાય છે.
અજમાનું પાણી ખાટા ઓડકારમાં પણ રાહત આપે છે. અજમાનું પાણી પીવાથી શરદીમાં રાહત મળે છે. અજમાનું તેલ કાનની પીડામાં રાહત આપે છે. સંધિવાના દર્દીને અજમાના ચૂરણની પોટલી બનાવી સેકવાથી પીડામાં રાહત મળે છે. અરધો કપ અજમાના રસમાં અરધી ચમચી પીસેલું સુકુ આદું અને પાણી મિક્સ કરી પીવું. તેનાથી સંધિવાનો રોગ ઠીક થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.