આપણી આજુબાજુ એવા ઘણા બધા છોડ હોય છે કે, જેનો આપણે રોજબરોજ ઉપયોગ કરતા હોઈએ છીએ. શરીરમાં કોઈપણ મુશ્કેલી આવે તો પહેલા આપણે આયુર્વેદિક ઉપચાર અપનાવીએ છીએ. આજે આપણે અજમાના પાનના ફાયદા વિશે જાણીશું. ઘણી વખત આપણે અજમાનો ઉપયોગ ભોજનની અંદર સ્વાદિષ્ટ બનાવવા માટે કરતા હોઈએ છીએ.
પરંતુ આજે આપણે અજમાના પાનના ફાયદા વિશે જાણીશું. અજમાના પાન ખાવાથી પેટ અલગથી દરેક સમસ્યાઓ દૂર થઈ જાય છે. તો ચાલો આજે આપણે જાણીએ અજમાના પાનનું કેવી રીતે સેવન કરવું જોઇએ અને તેના સેવનથી શરીરમાં કયા કયા ફાયદા થાય છે.
દરેકના ઘરે અજમાના પાનનો છોડ જોવા મળે છે. કારણ કે, તે દેખાવમાં ખૂબ જ સુંદર લાગે છે. અને તેની સુગંધ પણ ખુબ જ સરસ આવતી હોય છે. અજમાના પાનનો ઉપયોગ ખાસ કરીને પેટને લગતી દરેક સમસ્યા જેમકે, ગેસ, કબજીયાત, આફરો, ઉબકા, પેટ ભારે લાગવું, અપચો વગેરે સમસ્યામાં અજમો ખૂબ જ ઉપયોગી છે. આ ઉપરાંત અજમાનો ઉપયોગ વજન ઘટાડવા માટે પણ કરવામાં આવે છે. કારણ કે, તેની અંદર કેલરી હોતી નથી.
આ ઉપરાંત અજમાના પાન ની અંદર એન્ટી ફંગલ અને એન્ટી બેક્ટીરિયલ, ફાઇબર, ફેટ, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ ભરપૂર પ્રમાણમાં હોય છે. જેમ આપણે તુલસીના પાનનું સેવન કરીએ છીએ તેવી જ રીતે આપણે અજમાના પાનનું સેવન પણ કરી શકીએ છીએ. આ ઉપરાંત અજમાની ચા બનાવીને પણ પી શકાય છે. અજમાના પાનનો ઉપયોગ શિયાળાની ઋતુમાં શરદી ઉધરસ માટે ખૂબ જ ફાયદાકારક છે.
મોટા ભાગના વ્યક્તિઓને શરદી ઉધરસ કાયમ માટે રહેતી હોય છે. તે લોકોએ રોજ 10 અજમાના પાન ને ધોઈ એક ગ્લાસ પાણીમાં નાખીને ઉકાળીને જ્યારે પાણી અડધું વધે ત્યારે તેને ગાળી પછી નવશેકું હોય ત્યારે મધ ઉમેરી પીવાથી લાંબા સમય સુધી ચાલતી શરદી પણ માત્ર બે-ત્રણ દિવસમાં છુટકારો મળી જાય છે. જે લોકોને સંધિવાની સમસ્યા હોય તે લોકો માટે પણ અજમાના પાન ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે અજમાના પાન ની અંદર એન્ટી-ઇન્ફલેમેટરી ગુણો રહેલા છે. જે હાડકાના દુખાવા માટે ખૂબ જ ઉપયોગી છે.
આજે શરીરના કોઈ પણ જગ્યાએ દુખાવો થતો હોય તો ત્યાં અજમાના પાનની પેસ્ટ લગાવવાથી દુખાવામાં તરત જ રાહત થઈ જાય છે. આ ઉપરાંત અજમાના પાન ની ચા બનાવીને પણ પીવાથી રાહત થાય છે. ઘણી વખત ઉનાળામાં ડિહાઈડ્રેશન ની તકલીફ થાય છે. શરીરમાં પાણી ઓછુ થવાને કારણે આ સમસ્યા થાય છે. તેને દૂર કરવા માટે અજમાના પાન અને તુલસીના પાનનો થોડું જ્યુસ બનાવીને લીંબુ અને મરી નાખીને તેનું સેવન કરવાથી ડીહાઇડ્રેશનની સમસ્યામાંથી છુટકારો મળે છે.
અજમાને ગૌમૂત્રમાં પલાળીને સાત દિવસ સુધી છાયડામાં સૂકવી ત્યારબાદ તેનું સેવન કરવાથી પેટમાં ગેસ, વાયુ અને જો આફરો ચડતો હોય તો તે મટે છે. આ ઉપરાંત અજમાના પાન ચાવવાથી પાચનતંત્ર ખૂબ જ મજબૂત બને છે. જેના કારણે ઘણા બધા રોગો દૂર થાય છે. જે લોકોને દૂધ બરાબર ન પચતું હોય તે લોકોએ અજમાનું સેવન કરવું જોઈએ. ઘણી વખત દૂધમાંથી બનેલી આઈટમ ખાઈએ તો પેટમાં ભારે ભારે લાગતું હોય તો અજમાના પાન ચાવવાથી તરત જ સારું થઈ જાય છે.
અજમાના પાન ની અંદર એન્ટીવાયરલ અને એન્ટી ઓક્સિડેન્ટ ગુણ રહેલા હોય છે, જે શરીરમાં રોગપ્રતિકારક શક્તિ વધારવાનું કામ કરે છે. આ ઉપરાંત પાચન તંત્રને પણ ખૂબ જ ફાયદાકારક છે. કારણ કે અજમાના પાનની ચા પીવાથી પેટને લગતી દરેક બિમારીઓમાંથી રાહત મળે છે. એટલે પાચનતંત્ર મજબૂત બને છે. આ ઉપરાંત ઘણી વખત આપણા શ્વાસમાં અને મોઢામાં દુર્ગંધ આવતી હોય છે. જો દુર્ગંધ આવતી હોય તો ૧ થી ૨ અજમાના પાનને ચાવવા થી દુર્ગંધ દુર થાય છે. અને મોઢામાં રહેલા હાનીકારક કીટાણુઓનો નાશ થાય છે. આ ઉપરાંત દાંત અને પેઢાં મજબૂત બને છે.