લોકોને શરીરના વિવિધ ભાગ ઉપર મસાની તકલીફ જોવા મળે છે, જેમાં હાથ, ગળું, પીઠ અને શરીરના બીજા ભાગનો સમાવેશ થતો હોય છે. આ મસા ભલે તકલીફદાયક નથી હોતા, તેનાથી કોઇપણ પ્રકારનો દુખાવો ભલે નથી થતો પણ દેખાવે તે ખરાબ લાગતા હોય છે.
મસા સાવ નાના હોય તો તે ઝટ દઇને ધ્યાનમાં નથી આવતા પણ અમુકને મસાની સાઇઝ ઘણી જ મોટી હોય છે, તે દેખાવે ખરાબ લાગતા હોય છે. મસામાં નિયમિતપણે ડુંગળીનો રસ લગાવો. દિવસમાં એકવાર, ફક્ત રસ રેડવું, મસાઓ ધીમે ધીમે સૂકવવાનું શરૂ થશે અને તે જાતે જ પડી જશે.
એલોવેરા લો અને તેને વચ્ચેથી કાપી લો અને તેના જેલને માસ પર લગાવો. ધીરે ધીરે પરુ અદૃશ્ય થઈ જશે. લસણની કળીને ગ્રાઇન્ડ કરો અને આ પેસ્ટ દરરોજ મસા પર સુતા પહેલા લગાવો. સવારે તેને શુધ્ધ પાણીથી ધોઈ લો. સતત એક અઠવાડિયા સુધી કરો. એલોવેરા ચહેરા પરના ડાઘ વાળા પિમ્પલ્સને પણ દૂર કરે છે.
મસા થવાની શરૂઆત જ થઇ હોય અને તે ત્વચા ઉપર નાનાનાના દેખાતા હોય ત્યારે કાંદો કટ કરી તેને ક્રશ કરીને તેનો રસ જે જગ્યાએ મસો થયો હોય તે જગ્યાએ લગાવવાનું રાખો. આ ઉપાય સવાર-સાંજ અજમાવો, આમ કરવાથી થોડા દિવસમાં જ નવા થતા મસા ગાયબ થઇ જશે.
મસા ઉપર ફ્લોસ બાંધીને પણ તેને દૂર કરી શકાય છે. ફ્લોસ મતલબ કે પ્લાસ્ટિકની દોરી. મસાને ફ્લોસ વડે બાંધી દેવાથી તેના સુધી રક્તસંચાર નથી થતો અને રક્તસંચાર ન થવાથી તે સુકાઇ જાય છે, તમે જોશો કે તેનો કલર પણ ફ્લોસ બાંધ્યા પછી ધીમેધીમે ડાર્ક થઇ જતો હોય છે. થોડા સમય બાદ તે સુકાઇને આપોઆપ જ ખરી પડે છે.
ખાટા સફરજનનો રસ પણ મસા ઉપર લગાવી શકો છો. ખાટા સફરજનનો રસ પણ મસા માટે ખૂબ લાભદાયી છે. થોડું એપલ સીડર વિનેગરમાં બોળેલા કોટન ઉપર લગાવો, દિવસમાં ત્રણ વાર આ મિશ્રણવાળું કોટન મસા પર લગાવો, થોડા દિવસોમાં આ ઉપાય અજમાવવાથી મસા આપોઆપ ગાયબ થઇ જશે.
લસણની કળીનાં ફોતરાં દૂર કરીને તેને કટ કરી લો, તેને કટ કરી લસણ મસા ઉપર ઘસો. રોજ આ ઉપાય કરવાથી મસા સુકાઇને ખરી જશે. જ્યાં સુધી તે સુકાઇને ખરી ન જાય ત્યાં સુધી ઉપાય અજમાવવો જોઇએ.
બેકિંગ સોડા અને એરંડિયાને બરાબર માત્રામાં મિક્સ કરીને રાત્રે સૂતા પહેલાં લગાવી સૂઇ જવું. તમે એરંડિયાની જગ્યાએ કપૂરનું તેલ પણ વાપરી શકો છો. સવારે ઊઠીને ઠંડા પાણીથી સાફ કરી લેવું. થોડા દિવસ સુધી આ ઉપાય કરવાથી મસા આપોઆપ ગાયબ થઇ જશે.
બટાકાનો રસ પણ મસા માટે ખૂબ લાભદાયી છે. પણ બટાકાના રસને ક્રશ કરીને તેમાંથી રસ કાઢવાને બદલે તેને કટ કરીને તરત એક ભાગને મસા ઉપર ઘસી નાખો. આ રસને તેની ઉપર ઘસીને લગાવવાથી મસા સુકાઇ જશે. આ ઉપાય સળંગ એક અઠવાડિયું અજમાવવો જોઇએ.
તાજું પાઇનેપલ પણ મસા દૂર કરવામાં ઉપયોગી સાબિત થાય છે. તાજા પાઇનેપલને કટ કરીને મસા ઉપર ઘસવું, મસા સુકાઇને ખરી ન જાય ત્યાં સુધી લગાવીયા કરવું.
મસા દૂર કરવા માટે અળસી અને મધ પણ લાભદાયી છે. આ માટે અળસીના દાણા પીસીને તેમાં મધ ઉમેરી સારી રીતે મિક્સ કરી મસો થયો હોય તે જગ્યાએ લગાવવાથી પણ મસો આપોઆપ નીકળી જશે.
બન્યન ટ્રી, મતલબ કે વડનાં પાન પણ મસા હટાવવામાં લાભદાયી સાબિત થાય છે. આ માટે વડનાં પાનને પીસીને તેની અંદરથી જે રસ નીકળે તે રસને રોજે સવારસાંજ મસા પર લગાવો. તેનો રસ મસાને સૂકવી દેશે અને તે જાતે જ ખરી પડશે.