અંજીર એ એક એવું ફળ છે જેના ગુણધર્મોને સદીઓ પહેલાં જ ઓળખી લેવામાં આવ્યા હતા, સૂકા ફળોમાં તેનું ખૂબ જ મહત્વનું સ્થાન છે. આ ઉપરાંત અંજીરનો ઉપયોગ અનેક પ્રકારના ઘરેલુ ઉપચારોની અંદર કરવામાં આવે છે. અંજીરની અંદર ભરપૂર માત્રામાં વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટ ગુણ હોય છે.
આયુર્વેદ પ્રમાણે અંજીર સ્વાદિષ્ટ-મધુર, શીતળ, પૌષ્ટિક, પચવામાં ભારે, વાયુ અને પિત્તનાશક, રક્ત વિકૃતિઓને મટાડનાર અને મળને સરકાવનાર છે. નાના અંજીર આનાથી થોડા જુદા ગુણવાળા હોય છે. સૂકા અંજીર વાયુનું અનુલોમન કરનાર, દમ, ઉધરસ, કબજિયાત અને રક્તાલ્પતા મટાડનાર છે. જે શરીરની અંદર રહેલા દરેક રોગોને દૂર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. તો જાણી લો તમે પણ અંજીરના આવા જ કેટલાક ફાયદાઓ વિશે…
ઘણા લોકોને કબિજયાતનો ખૂબ મોટો પ્રશ્ન હોય છે. આ માટે સવારે ઊઠીને ખાલી પેટે અંજીર ખાવાથી અથવા રાતે એક ગ્લાસ જેટલા દૂધમાં એકાદ અંજીર બોળી રાખી સવારે એ નરમ થયેલું અંજીર દૂધ સાથે ખાઇ જવાથી જૂનામાં જૂની કબજિયાતની બીમારીમાં રાહત મળે છે. અંજીરમાં રહેલું કેલ્શિયમ માણસનાં હાડકાંને મજબૂત કરે છે. બે અંજીરને એક ગ્લાસ પાણીમાં આખી રાત પલાળી રાખી સવારે તેનું પાણી પીવાથી આપણા શરીરને યોગ્ય પ્રમાણમાં કેલ્શિયમ મળી રહે છે.
જ્યારે શરીરમાં આયર્નની ઉણપ હોય છે, ત્યારે વ્યક્તિ એનિમિયાનો શિકાર બને છે. સુકા અંજીર લોખંડનો મુખ્ય સ્રોત માનવામાં આવે છે. તેના સેવનથી શરીરમાં હિમોગ્લોબિનનું સ્તર વધે છે. અંજીર ખાવાથી શરીરમાં આયર્નની માત્રા વધી શકે છે અને શરીર કોઈપણ પ્રકારના રોગ સામે લડવામાં સક્ષમ બને છે.
મોટી ઉમર થયા બાદ ઘણા લોકો ને શ્વાસ કે દમની સમસ્યા થતી હોય છે, આ માટે અંજીર વાયુનો નાશ કરનાર હોવાથી દમના દર્દીઓ ખુબ લાભદાયક છે. અંજીર અને ગોરખ આમલી આશરે પાંચ ગ્રામ જેટલા લઈ, એક સાથે ખૂબ ચાવીને ખાઈ જવા. સવારે અને સાંજે આ રીતે થોડા દિવસ ઉપચાર કરવાથી હૃદય પરનું દબાણ દૂર થાય છે અને શ્વાસ કે દમ બેસી જાય છે.
ઘણી મહિલાઓ ને માસિક નો પ્રોબ્લેમ હોય છે જેમાં માસિક અનિયમિત આવતું હોય છે, બાળકની માતાનું દૂધ પણ અંજીરના સેવનથી વધે છે. સ્ત્રીઓને લાંબી ઉંમરે થતા કમરના દુખાવામાં અંજીર ગુણકારી છે. નિયમિત રીતે અંજીરનું સેવન કરવાથી મોઢા ઉપર તરવરાટ આવે છે. તાજા અંજીરની પેસ્ટ ચહેરા પર લગાડવાથી ચહેરો ખીલી ઊઠે છે. આ પેસ્ટ ‘સ્ક્રબ’નું કાર્ય કરે છે. ચહેરા પરની મૃત પેશીઓને દૂર કરે છે.
અંજીર જલદી પચી જનારું છે. અંજીર જઠરના અનેક રોગોમાં બહુ ફાયદાકારક છે. અંજીરમાં 50% ટકાથી વધુ કુદરતી ખાંડ છે જે નુકશાન કરતી નથી. અંજીર આમ ઠંડુ હોવાથી જઠરના રોગોમાં ફાયદા કારક છે. અંજીર મૂત્રપિંડ અને કીડનીને પણ કાર્યશીલ રાખે છે. કીડનીને પણ વ્યવસ્થિત રીતે કામ કરવામાં અંજીર મદદ કરે છે. રોજ બની શકે તો 1 અંજીર એમ જ ખાવું.
અત્યારે મોટા ભાગના લોકો ની એક જ સમસ્યા છે કે વધતું જતું શરીર જો અંજીરનુ સેવન કરવામા આવે તો તે શરીરની વધારાની ચરબી દૂર કરીને શરીરનું સ્લિમ બનાવે છે. અંજીરમાં રહેલા ઉત્તમ તત્વો ફેટને ઘટાડવામા મદદરૂપ છે. રોજીંદી લાઈફમા અંજીરનો ઉપયોગ કરવામા આવે તો મોટાપો ઓછો થઇ જાય છે. વહેલી સવારે ઉઠ્યા બાદ ૨ અંજીર ખાવાથી અચૂક તેનુ પરિણામ મળે છે. જો ભૂખ લાગે તો ફાસ્ટફૂડ ની જગ્યાએ સુકા મેવા તરીકે થોડા અંજીર પણ લઇ શકે.
જો તમે અંજીર નિયમિત રીતે ખાશો તો બ્લડપ્રેશર નિયંત્રણમાં રાખી શકાય છે. અંજીરમાં મળેલા બંને ફાઇબર અને પોટેશિયમ હાઈ બ્લડ પ્રેશરનું જોખમ ઘટાડવામાં મદદ કરે છે. આ સિવાય ઓમેગા-3 અને ઓમેગા-6 ફેટી એસિડ્સ પણ અંજીરમાં જોવા મળે છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરે છે. અંજીરમાં પેક્ટીન નામનું દ્રાવ્ય ફાઇબર હોય છે જે લોહીમાં હાજર ખરાબ કોલેસ્ટ્રોલનું સ્તર ઘટાડવા માટે જાણીતું છે. ઉપરાંત, અંજીરના ફાઇબર ગુણધર્મો પાચક સિસ્ટમમાંથી વધુ કોલેસ્ટ્રોલને સાફ કરી શકે છે.
અંજીર હરસ-મસાની તકલીફ દુર કરે છે. અંજીરના સેવનથી લોહી શુદ્ધ થાય છે. લોહીના રોગોમાં તે ઉત્તમ પરિણામ આપે છે. રોજ સૂતાં પહેલાં ત્રણ અંજીર અને ૧પ કાળી સૂકી દ્રાક્ષ લઈ એક ગ્લાસ દૂધમાં સારી રીતે ઉકાળવું ત્યારબાદ થોડી વાર પછી થોડું ઠંડું થાય ત્યારે એ દૂધ પી જવાથી લોહી શુદ્ધ થાય છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.