અશ્વગંધા અથવા આસંધ એક વનસ્પતિ છે જે ખાનદેશ, બરાર, પશ્ચિમ ઘાટ તથા અન્ય અનેક સ્થાનોમાં જોવા મળે છે. હિંદીમાં આ છોડને સામાન્ય રીતે અસગંધ કહેવામાં આવે છે. લેટિનમાં એનું નામ વિધાનિયા સોમ્નીફેરા છે. આ વનસ્પતિનો છોડ બે હાથ જેટલી ઊઁચાઈ ધરાવતો હોય છે.
વિશેષ કરીને વર્ષા ઋતુમાં પેદા થાય છે, પરંતુ કેટલાંક સ્થાનો પર બારે માસ ઉગતા હોય છે. આ વનસ્પતિના છોડ પર અનેક શાખાઓ નિકળતી હોય છે અને ઘુંઘચી જેવા લાલ રંગનાં ફળ વરસાદના અંત અથવા શિયાળાના પ્રારંભમાં જોવા મળે છે. રાજનિઘંટુ ગ્રંથમાં જણાવ્યા અનુસાર અશ્વગંધા ચરપરી, ગરમ, કડવી, માદક ગંધયુક્ત, બળકારક, વાતનાશક અને ખાંસી, શ્વાસ, ક્ષય તથા વ્રણને નષ્ટ કરનારી છે.
એનાં મૂળ લગભગ એક ફુટ લાંબા, મજબુત, ચિકણાં અને કડવાં હોય છે. બજારમાં ગાંધી જેને અશ્વગંધા કે અશ્વગંધાનાં મુળ કહીને વેચતા હોય છે, તે ખરેખર તેનાં મૂળ નહીં, પણ અન્ય વર્ગની વેલનાં મૂળ હોય છે, જેને લૈટિન ભાષામાં કૉન્વૉલ્વુલસ અશ્વગંધા કહેવામાં આવે છે. આ મૂળ ઝેરીલાં નથી હોતાં, પરંતુ અશ્વગંધાનાં મૂળ ઝેરીલાં હોય છે. અશ્વગંધાનો છોડ ચાર પાંચ વર્ષ જીવિત રહેતો હોય છે. તેનાં મૂળમાંથી અશ્વગંધા મળે છે, જે ખુબ જ પુષ્ટિકારક છે.
તેનાં મુળ પૌષ્ટિક, ધાતુપરિવર્તક તથા કામોદ્દીપક છે; ક્ષયરોગ, બુઢાપાની દુર્બળતા તથા ગઠિયાના રોગમાં પણ આ લાભદાયક છે. અશ્વગંધા વાતનાશક તથા શુક્રવૃદ્ધિકર આયુર્વેદિક ઔષધિઓમાં મુખ્ય છે. શુક્રવૃદ્ધિકારક હોવાને કારણે આને શુક્રલા પણ કહેવામાં આવે છે.
સુવાવડ પછી ધાવણ ન આવતું હોય તો અશ્વગંધા ચૂર્ણ ઘીમાં શેકી સાકરવાળા દૂધ સાથે લેવું. સુવાવડની કમજોરી, કમરનો દુખાવો વગેરે તકલીફો પણ મટશે. રસાયણિક વિશ્લેષણ દ્વારા એમાં સોમ્નિફ઼ેરિન અને એક ક્ષારતત્વ તથા રાળ અને રંજક પદાર્થ મળે છે.
એક ગ્લાસ બકરીના દૂધમાં એટલૂં જ પાણી ઉમરી, એક ચમચી અશ્વગંધાનું ચુર્ણ અને સાકર નાખી પાણી બળી જાય ત્યાં સુધી ઉકાળી સવાર-સાંજ ક્ષયના મુખ્ય ઔષધો સાથે પીવાથી જલદી ફાયદો થાય છે. જેમનું શરીર ખુબ જ પાતળું-કૃશ પડી ગયું હોય તથા વજન વધતું જ ન હોય તેઓ પણ આ ઉપચાર કરી શકે.
અનિદ્રાની તકલીફ હોય કે બ્લડપ્રેશર લો થઈ જતું હોય તો અડધી ચમચી અશ્વગંધા અને ગંઠોડાનું (સરખા ભાગે લઈ બનાવેલું) ચૂર્ણ રોજ રાત્રે દૂધ સાથે લેવું. બંને તકલીફોમાં રાહત જણાવા લાગશે. જેમનું શરીર કે વજન વધતું જ ન હોય તેમણે અડધી ચમચી અશ્વગંધાનું ચૂર્ણ સવાર-સાંજ દૂધ સાથે લેવું. એકાદ મહિનો સળંગ ઉપચાર કરવાથી શરીર પુષ્ટ બનશે અને વજન વધશે. નાનાં બાળકોને અડધી માત્રા આપવી.
આંખોની નબળાઈને લીધે જો ઝાંખું દેખાતું હોય તો એક ચમચી અશ્વગંધા, આમળા અને જેઠીમધનું ચૂર્ણ રોજ રાત્રે ઘી સાથે ચાટી જવું. નબળાઈ દૂર થઈ આંખો તેજસ્વી બનશે. જે સ્ત્રીઓને કોઈ દેખીતા કારણ વગર પણ ગર્ભ ન રહેતો હોય તેવી સ્ત્રીઓ માટે અશ્વગંધા ઘી ઉત્તમ પરિણામ આપનાર ઔષધ છે. ૧-૧ ચમચી અશ્વગંધા ઘી સવાર-સાંજ નવશેકા ગરમ દૂધ સાથે આપવું. અવશ્ય ગર્ભધારણા થશે.
ચામાં થોડું અશ્વગંધા પાઉડર અને તુલસી મિક્સ કરી પીવો. થાઈરોઈડ કંટ્રોલ કરવામાં મદદ મળશે અને તેનો ખતરો ટળશે.એક ગ્લાસ દૂધમાં 1-3 ગ્રામ અશ્વગંધા પાઉડર નાખીને પીવો. એનર્જી મળશે અને નેચરલી વજન વધશે.અશ્વગંધા ખાવાથી શરીરની નબળાઈ દૂર થાય છે. થાક અને આળસથી છૂટકારો મળે છે.
અશ્વગંધા લેવાથી બ્લડ સર્ક્યુલેશન સારું રહે છે. જેનાથી બીપીની પ્રોબ્લેમમાં રાહત મળે છે.અશ્વગંધામાં પેટ સાફ કરવાના ગુણ હોય છે. જેથી તેને ખાવાથી ડાઈજેશન સારું રહે છે અને કબજિયાત, ગેસ અને એસિડિટીની પ્રોબ્લેમ થતી નથી.
ઈજા થવા પર કે કોઈ અન્ય કારણથી સોજા આવ્યા હોય તો અશ્વગંધાના પાનને સરસિયાના તેલની સાથે ગરમ કરી સોજાવાળા ભાગે લગાવો. જલ્દી રાહત મળશે. રેગ્યુલર અશ્વગંધા ખાવાથી બ્લડ શુગર લેવલ કંટ્રોલમાં રહે છે. જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં મદદ મળે છે.અશ્વગંધા ખાવાથી બ્રેન એક્ટિવ રહે છે અને સ્ટ્રેસ દૂર કરવામાં મદદ મળે છે.
અશ્વગંધા ભારત, મિડલ ઇસ્ટ અને આફ્રિકામાંથી મળી આવે છે. એના મૂળ અને ફળ દવા તરીકે ઉપયોગમાં લેવાય છે. અશ્વગંધાને ભારતીય જિનસેંગ અથવા વિન્ટર ચેરી પણ કહેવામાં આવે છે. અશ્વગંધા એટલે મૂળની સુગંધ (ઘોડાની જેમ). આ જડીબુટ્તી ૩૦૦૦ જુની કહેવાય છે અને આયુર્વેદમાં આ સૌથી વધારે લાભપ્રદ કહેવામાં આવે છે.
અશ્વગંધા સ્ટ્રેસ ને મેનેજ કરવા માટે મદદરૂપ છે. એ મગજ અને શરીર બન્નેને લાભપ્રદ છે. એ મગજને વધુ કાર્યરત કરી શકે છે. સ્યુગર લેવલ અને કોર્ટીસોલનું લેવલ ઘટાડીને એન્ક્ઝાઈટી અને ડિપ્રેશનના લક્ષણો સામે લડે છે. આ છોડનાં વિવિધ ભાગનો ઉપયોગ કરવામાં આવે છે, મુખ્ય્ત્વે મૂળ.