અત્યારના સમયમાં આંખોના નંબરની સમસ્યા નાનાથી લઈને મોટી ઉંમરના લોકોમાં જોવા મળે છે. દરેક ના ઘરમાં એકને તો ચશ્મા જોવા મળે જ છે. આજના બાળકો મોબાઈલ ફોન પર કલાકો સુધી વ્યસ્ત રહે છે. મોબાઈલની હાનિકારક લાઇટ બાળકની નાજુક આંખોને નુકસાન કરે છે.
આજકાલ આંખોના નંબર દૂર કરવા માટે ઓપરેશન પણ કરવામાં આવેછે પરંતુ આજે અમે એક એવો ઈલાજ જણાવવા જઈ રહ્યા છીએ જેને ફોલો કરવાથી કોઈપણ પ્રકારના ઓપરેશન વગર આંખના નંબરથી કાયમી છુટકારો મેળવી શકશે. આ ઉપરાંત આ ઈલાજ નાના બાળકો માટે પણ ખૂબ જ અસરકારક છે.
આયુર્વેદિક અને દેશી ઈલાજ જરૂર તમને કંટાળાજનક લાગશે પરંતુ તેની અસર 100% થાય છે અને તેનાથી કોઈપણ પ્રકારની આડઅસર થતી નથી. માત્ર થોડી સાવચેતી અને કાળજી રાખવાથી આંખના નુમર્થિ છુટકારો મેળવી શકાય છે અને નંબર દૂર કરવાના હજારોનાં ખર્ચાથી પણ બચી શકાય છે.
આ માટે આંખોની એક્સરસાઈઝની સાથે સરળ ઘરેલુ ઈલાજથી બાળકના આંખોના નબંર દૂર કરી શકાય છે. આંખોમાં નંબર આવવાનું મુખ્ય કારણ છે કેલ્શિયમ અને વિટામિન એની ખામી. આ ખામીને દૂર કરવા માખણ અને દૂધને ભોજનમાં સામેલ કરવા. આ સિવાય એક કપ દૂધમાં 1/4 નાની ચમચી માખણ, જેઠીમધનો પાવડર અને એક ચમચી મધ મિક્સ કરીને પીવું.
આ ઉપરાંત 100 ગ્રામ બદામ, 100 ગ્રામ વરિયાળી, 50 ગ્રામ સાકર એમ આ ત્રણ વસ્તુનો પાવડર બનાવી અને આ પાવડરને દરરોજ સાવરે એક ચમચી લેવાથી ખૂબ જ જડપથી ફાયદો થાય છે. તાંબાના જગમાં એક લીટર પાણી ભરીને આખી રાત માટે મૂકી દો, અને સવારે ઉઠીને તે પાણી પીવો. તાંબામાં રાખેલું પાણી શરીર ખાસ કરીને આંખોને ખુબ ફાયદો પહોચાડે છે. આ ઈલાજથી આંખના મોતિયા, જામર અને આંખની બળતરા પણ દૂર થાય છે.
કાનપટી ઉપર ગાયનું ઘી હળવા હાથથી રોજ મસાજ કરવાથી ધીમે ધીમે આંખના નંબર દૂર થઈ જશે. ઘરેલું આઈ ડ્રોપ બનાવવા માટે ત્રણ ભાગ ધાણા સાથે એક ગ્લાસ ખડી સાકર મિક્સ કરો. બન્નેને વાટીને પેસ્ટ બનાવી લો. પછી તેને પાણીમાં ગરમ કરો અને એક કલાક સુધી કવર કરીને મૂકી દો. પછી એક ચોખ્ખું સુતરાઉ કપડું લઈને આ મિશ્રણને ગાળી લો અને આંખમાં આઈ ડ્રોપની જેમ ઉપયોગ કરો.
આ ઉપરાંત ખાણીપીણીમાં પણ થોડો ફેરફાર કરવો ખૂબ જ આવશ્યક છે કેળા, શેરડી અને લીલા શાકભાજી અને કોથમીરનું પ્રમાણ વધારી દેવું જેનાથી શરીરમાં ઘટતા વિટામિન તેમાંથી મળી રહેતા આંખના નંબરથી જીવનભર છુટકારો મેળવી શકાય.
સવારે ઉઘાડા પગે લીલા ઘાસ ઉપર ચાલો અને નિયમિત રીતે અનુલોમ-વિલોમ પ્રાણાયામ કરો આંખોની નબળાઈ દુર થઇ જશે. આંખના નંબર ઉતારવા માટે ત્રિફળા ચૂર્ણ પણ ખૂબ જ અસરકારક છે. ત્રિફલાચૂર્ણની એક પોટલી બનાવી આ પોટલીને રાત્રે તાંબાના પાણી ભરેલા કળશમાં ડુબાડી દો. હવે સવાર બ્રશ કર્યાં બાદ મોંમાં પાણી ભરીને આંખોમાં તાંબાના કળશમાં ભરેલું પાણી છાંટો. આ પ્રયોગ 30 દિવસ કરવાથી કરવાથી આંખોના નંબર ઉતરી જાય છે. જો નંબર વધારે હોય તો થોડો વધારે સમય પણ લાગી શકે છે.
પરંતુ એક વાતનું ખાસ ધ્યાન રાખો કે આ દેશી ઈલાજ હોવાથી તેને નિયમિત કરવો જોઈએ 1 દિવસ કરીને 2 દિવસ ના કરો તો તેનો કોઈ મતલબ રહેતો નથી એટકે કે તે કોઈ અસર કરતું નથી. આંખની એક્સરસાઈઝ માટે જ્યોતિ ત્રાટક કરો. આંખોની સામે થોડા અંતરે કેન્ડલ કે દીપક સળગાવો અને તેની સામે એકટીસે પલકને ઝબકાવ્યા વિના તેની સામે જોવો. આવી એક્સરસાઈઝ દરરોજ કરવાથી ફાયદો થાય છે. આ ઉપરાંત આંખને રાઈટથી લેફ્ટ અને લેફ્ટથી રાઇટ ફેરવો. ઉપરથી નીચે ફેરવો અને આ રીતે એકસરસાઈઝ કરવાથી આંખોના નંબર ઘટાડવામાં ખૂબ જ અસરકારક કામ કરે છે.