માતાપિતા માટે એક ખૂબ જ મોટી સમસ્યા છે કે તેઓ તેમના બાળકને સ્વસ્થ રાખવા માટે શું ખવડાવે.આ સમયે તેઓ વડીલો અને ડોક્ટરની સલાહ લેતા હોય છે.નિષ્ણાતો બાળકોને સાબુદાણા ખાવાની સલાહ આપે છે. 3 થી 6 મહિના ના બાળક ને સાબુદાણા ખવડાવી શકાય છે. તેનાથી બાળકની શક્તિ વધે છે અને જીવનભર નીરોગી રહે છે.
સાગો કરીને એક ઝાડ છે, કે જે મુખ્યત્વે સાઉથ ભારતમાં વધુ જોવા મળે છે. કે જેના મૂળીયામાંથી નીકળતા ગુંદર જેવા પદાર્થમાંથી સાબુદાણા તૈયાર કરવામાં આવે છે. કેરળના લોકો આ ઝાડને ‘કપ્પા’ કહે છે. સાબુદાણા જે સફેદ નાના મોતી જેવા દેખાય છે. તેમનો ઉપયોગ મોટાભાગે વ્રત ઉપવાસમાં ખાવા માટે કરવામાં આવે છે.
સાબુદાણામાં કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન, વિટામિન કે મિનરલ્સ નથી, પણ તે સહેલાઈથી પચી જાય છે. સાબુદાણાની ખીચડી ઉપવાસમાં ખાઇ શકાય છે. તેમાં આવતું કાર્બોહાઇડ્રેટ ઉપવાસ દરમિયાન શરીરને તાકાત આપે છે. તેમાં બદામ, સિંગ નાખીને વધુ પોષક બનાવી શકાય. મલાઈ વિનાના દૂધમાં બનાવેલી સાબુદાણાની ખીરમાં ખાંડ ઓછી હોય તો પેટ ભરાવા સાથે શરીરને પોષકતત્વો પણ મળી રહેશે.
સાબુદાણામાં રહેલ પોટેશિયમ બાળક માટે ખૂબ સારું છે. તેનાથી બાળકનું હદયસારું બને છે. આ સિવાય જો તમે બાળકને દરરોજ સાબુદાણા ખવરવશો તો તેનાથી બાળકના શરીરમાં બ્લડ સર્ક્યુલેશન સારું રહેશે જેના કારણે બાળક હંમેશા એક્ટિવ રહેશે.
પેટમાં કોઈપણ પ્રકારની સમસ્યા થતા સાબુદાણા ખાવા ખૂબ લાભપ્રદ હોય છે. અને આ પાચનક્રિયાને ઠીક કરી ગેસ અપચો વગેરે સમસ્યાઓમાં પણ લાભ આપે છે. તે શરીરમાં અને પાચનતંત્રમાં રસોના સ્રાવ વધારે છે જેને કારણે તમારુ પાચનતંત્ર સ્વસ્થ રહે છે. તે શરીરને ખોરાક વધુ સારી રીતે પચાવવામાં મદદરૂપ બને છે.
સાબુદાણામાં ફોલિક એસિડ અને વિટામિન બી જોવા મળે છે જે કોમ્પલેક્સ ગર્ભાવસ્થા સમયે ગર્ભમાં ઉછરી રહેલ શિશુના વિકાસમાં સહાયક હોય છે. તે જન્મજાત ખોડખાંપણનો ખતરો ઘટાડવામાં મદદરૂપ છે. નિયમિત સાબુદાણા ખાવાથી ગર્ભમાં વિકસતા બાળકને પૂરતા પોષકતત્વો મળી રહે છે.
સાબુદાણામાં કેલ્શિયમ, આયરન, વિટામીન કે ભરપૂર પ્રમાણમાં જોવા મળે છે. જે હાડકાંને મજબૂત બનાવી રાખવામાં અને જરૂરી લચીલાપણા માટે ખૂબ જ ફાયદાકારી હોય છે. ઓછા વજનવાળા વ્યક્તિઓમાં ઈટિંગ ડિસઓર્ડરની સમસ્યા હોય છે. આવી વ્યક્તિઓનુ વજન સહેલાઈથી નથી વધતુ. આવામાં સાબુદાણા એક શ્રેષ્ઠ વિકલ્પ છે જે વજન વધારવામાં મદદ કરે છે. સાબૂદાણાનુ સેવન થાકને દૂર કરે છે. આ થાક ઓછો કરી શરીરમાં જરૂરી ઉર્જાના સ્તરને કાયમ રાખવામાં મદદ કરે છે.
બાળકોના હાડકાઓ મજબૂત હોવા ખૂબ જ જરૂરી છે. આ માટે તેમણે પૂરતા પ્રમાણમાં કેલ્શિયમ મળવું જોઇએ. હાડકા મજબૂત કરવા માટે અને કેલ્શિયમની કમી પૂરી પાડવા માટે યોગ્ય ખોરાક આપવો જરૂરી છે. તમે બાળકને સાબુદાણાથી આ કેલ્શિયમની કમી દૂર કરી શકો છો. સાબુદાણામાં વિપુલ પ્રમાણમાં કેલ્શિયમ રહેલું છે.બાળકોના શરૂઆતના મહિનામાં એ ધ્યાન રાખવું ખુબ જરૂરી છે કે બાળકના હાડકા ખૂબ જ મજબૂત થાય એ માટે લોકો બાળકોની માલિશ પણ કરે છે. તમે તમારા બાળકને દરરોજ સાબુદાણાનું સેવન કરાવો તેનાથી તમારા બાળક ના હાડકાં મજબૂત બનશે.
સાબુદાણા માં યોગ્ય માત્રામાં અને શુદ્ધ રૂપે સ્ટાર્ચ અને કાર્બોહાઇડ્રેટ મળે છે. સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેડ ની મદદથી પાચનક્રિયા ખૂબ જ સારી બનાવવામાં મદદ મળે છે. બાળકોને અકસર કબજિયાતની તકલીફ રહેતી હોય છે તેને દૂર કરવા માટે સાબુદાણાનું સેવન બાળકને કરાવી શકો છો.