ડાયાબિટીસ ના દર્દીઓ માટે બારમાસી ના ફૂલ ઔષધી સમાન છે. આ ફૂલ ડાયાબિટીસ ની દવા તરીકે વાપરવાથી ડાયાબિટીસ ને કંટ્રોલમાં રાખે છે. આ ફૂલની ત્રણ ચાર પાંદડી ચાવીને ખાવી જોઈએ તેનાથી ડાયાબિટીસના રોગીઓને લાભ થય શકે છે.
બારમાસીનો છોડ દરેક જગ્યાએ જોવા મળશે. આ છોડમાં બારેમાસ ફૂલ ખીલેલા રહે છે. પરંતુ તમે એ વાત નહીં જાણતા હોય કે આ છોડ શરીરની બીમારીઓને દૂર રાખવા માં મદદ પણ કરી શકે છે. તો આજે જાણી લો કે આ ફૂલના ઘણા એવા ફાયદા છે. આ ફૂલને ખાઈ પણ શકાય છે. તેનાથી રોગ પ્રતિકારક શક્તિ વધે છે અને તેના કારણે વ્યક્તિ ઝડપથી બીમાર પડી શકતી નથી.
આ ઉપરાંત બારમાસીના ત્રણ ફૂલને અડધા કપ પાણીમાં કાઢીને પલાળી દેવા. આ પાણીમાંથી ફૂલને કાઢી અને સવારે ખાલી પેટ તેને પી જવું. તેનાથી ડાયાબિટીસ ઘટે છે. આ પ્રયોગ નિયમિત દસ દિવસ કરવાથી ચોક્કસ પણે લાભ થાય છે.
બારમાસી ઝાડી વગરનો છોડ છે. તેના પાન ઈંડા જેવા આકારના હોય છે. તેના ફૂલમાં પાંચ પાંખડી હોય છે. બારમાસી ના ફૂલના ઘણા ફાયદા છે.તેનો ઉપયોગ ઘણો ફાયદા કારક માનવા માં આવે છે. બારમાસી ના ફૂલ સફેદ, ગુલાબીરંગ ના નહીં પણ જાંબુડા રંગના કે ફાલસાઈ રંગના પણ જોવા મળે છે. આંકડા ના પાન થી પણ તમારી શુગર કંટ્રોલમાં રહે છે. દરરોજ સવારે આ પાંદડા ને પગ ની નીચે રાખીને પછી મોજા પેરી લો. હવે રાત્રે સુતા પહેલા આ પાંદડા કાઢી લો. આનાથી તમારું શુગર લેવલ હંમેશા કન્ટ્રોલ માં રહે છે.
ઓરેગાનો મસાલા એક લોકપ્રિય ઉત્પાદન છે જે માંસ અને શાકભાજીની તૈયારીમાં વપરાય છે. ડાયાબિટીઝવાળા લોકો માટે, આવા ખોરાકનો પૂરક માત્ર સ્વાદિષ્ટ મસાલા જ નહીં, પણ એક દવા પણ છે. ગોટ્સકીન એ બારમાસી ઘાસ, બીનનો છોડ છે. ફૂલોના સમયગાળા દરમિયાન બીજ અને ઘાસના ભાગો એકત્રિત કરવા . બીજમાં એક પદાર્થ ગેલેગિન હોય છે, જેની અસર ઇન્સ્યુલિન જેવી જ હોય છે. જેનાથી ડાયાબિટીસ કંટ્રોલ માં અવી શકે છે.
બારમાસી નો નિયમિત ઉપયોગ કરવાથી લોહી સાફ થાય છે અને ચામડી નાં રોગો માં પણ તુરંત રાહત મળે છે.તેના પાન અને ફૂલ ની પેસ્ટ લગાવવા થી ચામડી નાં રોગો માં ફાયદો થાય પણ છે.બારમાસી બ્લપ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરે છે રોજ સવારે તેની પેસ્ટ ને પાણી માં મિક્સ કરી ને પીવા થી ફાયદો થાય છે.બારમાસી નાં ફૂલ ને નિયમિત ચાવવા થી પણ બ્લપ્રેશરને કંટ્રોલ કરવામાં તે મદદ્રુપ થાઈ છે.
બારમાસી ના ફૂલ ને સદાબહારના ફૂલ પણ કહવામાં આવે છે. અંગ્રેજી ભાષામાં તેને વિંકા કહેવામા આવે છે. સદાબહારના ફૂલને ભગવાનની પુજા કરવા માટે ઉપયોગ લેવા માં આવે છે. તેના ફૂલ જોવામાં ખુબજ સુંદર હોય છે જે આપણું મન મોહિત કરે છે. બારમાસી ના ફૂલમાં ઓષધીય ગુણો પણ જોવા મળે છે.બારમાસી ના ફૂલ ખૂબ જ ઉપયોગી મનાઈ છે.
જો મધમાખી કે અન્ય જીવજંતુ કરડી જાય તો પણ બારમાસીના ફૂલનો ઉપયોગ દવા તરીકે કરી શકાય છે. આ ફૂલને પીસી અને તેનો રસ કાઢી ડંખ પર લગાવી દેવો. કોઈ જુનો ઘા હોય તો તેના પર પણ આ ફૂલના રસને દવા તરીકે લગાડવો. તેનાથી ઘામાં ઝડપથી રુઝ આવામાં મદદ કરે છે . ચહેરા પરના ખીલને દૂર કરવા માટે પણ બારમાસી નું ફૂલ ઉપયોગી સાબિત થાય છે. ખીલ પર આ ફૂલનો રસ લગાડવાથી ચહેરા પરના ખીલના ડાઘ દૂર કરી શકાય છે.
ડાયાબિટીસએ જીવનશૈલીનો રોગ છે. બિનઆરોગ્યપ્રદ ખોરાક અને વ્યસ્ત, બેઠાડી જીવનશૈલીના વપરાશને કારણે ડાયાબિટીસએ આરોગ્યની મોટી સમસ્યા બની ગઈ છે. ડાયાબિટીસના દર્દીઓએ આરોગ્યપ્રદ આહારનું પાલન કરવું મહત્વપૂર્ણ છે અને તેની ખાસ કાળજી રાખવી કારણ કે બ્લડ સુગરમાં કોઈપણ અનિચ્છનીય સ્પાઇક જીવલેણ સાબિત થઈ શકે છે.
ડાયાબીટીસ એક એવો રોગ છે, જે આજકાલ ૪૦ વર્ષ થી નીચેની વયના લોકોમાં પણ હોય છે. આજે દરેક વ્યક્તિ માટે ડાયાબીટીસ એક જટિલ મુદ્દો બની ગયો છે. ડાયાબીટીસના મોટા ભાગના દર્દીઓ ડોક્ટરની લખી આપેલી દવા જ લેય છે. તે દવા ડાયાબીટીસને કંટ્રોલ કરે છે. પણ ખરેખર આપણે એ નથી જાણતા કે તે દવાઓ આપણા શરીરમાં બનતા ઇન્શુલંસને ફરી બનતા અટકાવી દે છે. અને ઇન્શુલંસ બનતા અટકી જાય તો સાદી ભાષામાં કહીએ તો દવા લેવાથી આપણને દવા નું કાયમી બંધાણ થઇ જાય છે. જેનાથી આપણે કેલેરી વાળો ખોરાક બિલકુલ પણ નથી ખાઈ નથી શકતા.
ડાયાબીટીસએ એક વારસાગત ચાલી આવતી બીમારી પણ છે. આપણા કોઈ પણ પૂર્વજને ડાયાબીટીસ હોય તો આપણે પણ તેની લપેટ માં આવી શકવી છીએ. આજ લગભગ ભારતમાં કુલ પાંચ કરોડ જેટલા લોકો ડાયાબીટીસના શિકાર હશે .
ડાયાબીટીસની દવા માટે બારમાસીનાપાંચ ફૂલ અને તેના છોડના બે પાન, ટમેટું અને કાકડી લઇ તેનું જ્યુસ બનવી અને દિવસમાં એક વાર ખાલી પેટ અથવા તો જમીને એક કલાક પછી લેવાનું. કાકડી અને ટામેટાનું જ્યુસ બનાવતી વખતે તેનો વચ્ચેનો ગર્ભ કાઢીને જ્યુસ બનવાનું અને તેને ગાળીને પીવું જરૂરી છે . બારમાસીના ફૂલની અસર શુગર લેવલે અને આપણી પેન્ક્રિયાની કાર્ય ક્ષમતાને પણ વધારે છે. આ દવા ને ખુબજ આસન અને ઝડપથી અસર કરતી ડાયાબીટીસની સંજીવની માની શકાય છે.
બારમાસી ડાયાબીટીસની સાથે સાથે હાઈબ્લડપ્રેશર અને કેન્સર જેવી બીમારીઓની દવા પણ છે. બારમાસીનો નિયમિત ઉપયોગ કરવાથી આપણા શરીરનું લોહી સાફ થાય છે. અને બારમાસી ચામડીના રોગોમાં પણ તુરંત રાહત અપાવતી વનસ્પતિ માનવ માં આવે છે.
બારમાસી જેટલો સાધારણ અને સુંદર ફૂલ છોડ છે, તેટલોજ તે ગુણકારી માનવામાં આવે છે. બારમાસી ફક્ત ડાયાબિટીસ માટેજ નઈ પરંતુ બીજા રોગ માટે પણ ઉપયોગી એવો છોડ માનવામાં આવે છે.
મિત્રો, આવીજ સ્વાસ્થ્ય અને આયુર્વેદ ઉપચાર વિશે માહિતી મેળવવા માટે નીચેનું લાઇક બટન દબાવી લાઈક કરો જેથી દરેક જીવન જરૂરી અને કામ ની માહિતી તમને દરરોજ મળી શકે છે, તમારો દિવસ સારો જાય, આભાર.