બટેટા એક એવું શાક છે જે લગભગ દરેક શાકમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે. તે પછી વટાણા બટેટા હોય કે રીંગણ બટેટા. તેનાથી અનેક ટેસ્ટી નાસ્તા પણ બનાવી શકાય છે.મિત્રો આમ તો બટાકા તો દરેક લોકો ને પ્રિય હોઈ છે, પરંતુ શું તમે જાણો છો કે બટાકા થી ઘણા રોગો થી રાહત મળે છે, આજ કારણ છે બટેટા દુનિયાભરમાં લોકો ખૂબ ખાય છે. પરંતુ શુ તમે જાણો છો કે શિયાળામાં બટેટા ખાવાથી અઢળક ફાયદા થાય છે તો આવો જાણીએ. કોઈપણ બીજા શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે.
બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે. એક બટાકામાં લગભગ 900 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. જે તમારી રોજની જરૂરિયાત કરતાં ૨0 % વધારે પૂરી પાડે છે. પોટેશીયમ શરીરના વિકાસ માટે તેમજ સેલ્સના મેન્ટેનન્સ માટે ખૂબ જરૂરી છે. આ નરવસ સીસ્ટમને પણ મદદ કરે છે. તેમજ શરીરના મસલ્સને મદદરૂપ થાય છે. શરીરના બ્લડ પ્રેશરને મેન્ટેઇન કરવા માટે પણ બટાકામાંનું પોટેશિયમ કામમાં લાગે છે. અમુક પ્રમાણમાં વિટામીન ‘સી’ અને વિટામીન બી૬ પણ ધરાવતા બટાકા બ્લડને ક્લોટીંગમાં મદદરૂપ છે. તેના લીધે વાગેલા ઘાવ પર રુઝ જલદી આવે છે.
બટેટા કમજોર યાદશક્તિને સારી કરવામાં મદદ કરે છે.અને તે મૂડ પણ સારો કરે છે.વધુ માં જણાવીએ કે તે તેમા રહેલા કોલિન નામના પોષક તત્વ આ કાર્યોમાં મદદ કરે છે. ચહેરાના ડાઘ-ધબ્બા પણ ઓછા કરે છે.તમને જણાવીએ કે તે તેમા કોલેજન હોય છે. જેને ત્વચાનો સપોર્ટ સિસ્ટમ માનવામાં આવે છે
શેકેલા બટેટા ખુબજ ગુણકારી હોય છે. શેકેલા બટેટા રિવોલાવિન ની ઉણપ દુર કરે છે. વિટામીન ‘સી’ તેમ જ આયરન ની ઉણપ પૂરી પાડે છે. ૧૦૦ ગ્રામ બટેટામાં ૧ કેળા કરતા પણ વધુ પોટેશિયમ રહેલ છે. બટેટા ગુણવત્તા ની દ્રષ્ટીએ પણ પોષ્ટિક તત્વોથી ભરપુર છે પણ તેને તળીને કે ચીપ્સ બનાવીને ખાવાથી તે ખોટી અસર તેમજ નુકશાન કરે છે તેથી શક્ય હોય તો તોલી ચિપ્સ વેફર થી દુર રહેવું સારું. બટેટા ક્ષારીય પ્રકૃતિ ધરાવે છે બટેટામાં ક્ષારીય તત્વો રહેલા હોય છે જેના લીધે આપણા શરીર માં ક્ષારીય બેલેન્સ જાળવી રાખવા માટે ખુબ અગત્યની ભૂમિકા નિભાવે છે તે શરીરમાં યુરિક એસીડ પૃનતો અટકાવવા માં પણ સહાયક બને છે.
બટેટા બે થી અઢી કલાક માં જ ઝડપથી લોહીમાં ભળી જાય છે બટેટા માં રહેલ વિટામીન ‘સી’ સ્કર્વી જેવા રોગથી પણ દુર રાખે છે. બટેટા માં રહેલ પોટાશ અને સોડા શરીરના ક્ષારીય તત્વોને જાળવે છે. તેથી જો થોડા દિવસો સુધી ફક્ત બટેટા જ ખોરાકમાં લેવામાં આવે તો ધ્વજિયાત, પથરી યુરિક એસીડ ને લગતા રોગો, જલંધર થી રક્ષણ કરે છે. બટેટાને બાફીને કે શેકીને બનાવેલ સુપ લેવું ખુબ ગુણકારી છે
બધા જ શાકમાં બટાકા સૌથી પ્રખ્યાત અને કદાચ બધા ઘરમાં સૌથી વધુ માનીતુ શાક છે. તેનું કારણ તે દરેક શાકમાં ભળી જાય છે. તેમાં જાત જાતની વાનગી બને છે. બટાકા એ કોમ્પ્લેક્સ કાર્બોદિત પદાર્થોથી ભરપૂર છે. જે શરીરને ભરપૂર એનર્જી આપે છે. પરંતુ તેમાં માનો તેટલી હાઇ-કેલેરી નથી. એક મીડીયમ સાઇઝના બટાકામાંથી લગભગ 150 કેલેરી મળે છે. તેમાં 5 ગ્રામ ફાઇબર હોય છે જે પાચનમાં ખૂબ મદદરૂપ થાય છે. આ ઉપરાંત તે વિટામીન અને મીનરલ્સથી ભરપૂર છે.
બાફેલા બટેટામાં મીઠું, લીંબુ લગાવીને ખાવા. આમાં કેલરીની માત્રા ઓછી હોય છે. આમાં રહેલા ફાઈબર્સથી ડાઈજેશન ઈમપૂવ થાય છે. લીલા શાકભાજીમાં બટાટા નાખીને ખાઈ શકાય છે. આમાં આયર્ન, પ્રોટીન હોય છે. આ એનિમિયા (લોહીની ઉણપ)થી બચાવે છે. બાફેલા બટેટામાં પનીરની સ્ટફિંગ કરીને ખાવાઆમાં રહેલા કેલ્શિયમ, ફોસ્ફોરસથી હાડકાં મજબૂત બને છે
કોઈપણ બીજા શાકભાજી કરતાં બટાકામાં પોટેશિયમ વધુ છે. બટાકામાં કેળા કરતાં પણ વધુ પોટેશિયમ મળી રહે છે. એક બટાકામાં લગભગ ૯00 મીલીગ્રામ પોટેશિયમ મળી રહે છે. જે તમારી રોજની જરૂરિયાત કરતાં ૨૦ % વધારે પૂરી પાડે છે. પોટેશીયમ શરીરના વિકાસ માટે તેમજ સેલ્સના મેન્ટેનન્સ માટે ખૂબ જરૂરી છે. આ નરવસ સીસ્ટમને પણ મદદ કરે છે. તેમજ શરીરના મસલ્સને મદદરૂપ થાય છે. શરીરના બ્લડ પ્રેશરને મેન્ટેઇન કરવા માટે પણ બટાકામાંનું પોટેશિયમ કામમાં લાગે છે. અમુક પ્રમાણમાં વિટામીન ‘સી’ અને વિટામીન બી૬ પણ ધરાવતા બટાકા બ્લડને ક્લોટીંગમાં મદદરૂપ છે. તેના લીધે વાગેલા ઘાવ પર રુઝ જલદી આવે છે.
બટેટા પોષક તત્વોથી ભરપૂર હોય છે. તેમાં ભરપૂર માત્રામાં કાર્બોહાઈડ્રેટ હોય છે જેને આપણું શરીર આસાનીથી પચાવી શકે છે. બટેટામાં સ્ટાર્ચ વધારે હોવાનું જણાવી કેટલાંક એક્સપર્ટ બટેટા ખાવાની ના પાડતા હોય છે. એવું મનાય છે કે બ્લડ શુગરની તકલીફ હોય તેવા લોકોએ બટેટા ન ખાવા જોઈએ. પરંતુ હકીકત એ છે કે બટેટામાં રહેલા સ્ટાર્ચ અને કાર્બોહાઈડ્રેટને કારણે ક્યારેય એકાએક બ્લડ શુગરમાં વધારો થતો નથી. તે એક ખોટી માન્યતા છે.
બટેટા ખાવામાં આપણે બધા એક મોટી ભૂલ એ કરીએ છીએ કે આપણે તેની છાલ ઉતારી નાંખીએ છીએ. બટેટાની છાલમાં ભરપૂર માત્રામાં ફાઈબર રહેલું હોય છે. આથી તેને છાલ સાથે જ ખાવા જોઈએ. તમે તેને બોઈલ કરો, તળો, બેક કરો કે માઈક્રોવેવમાં પકવો, પરંતુ તેની છાલ ક્યારેય ન ઉતારો. તમને તેની છાલથી ઘણા ફાઈબર્સ મળશે. બટેટા સાથે જોડાયેલી સૌથી મોટી ગેરસમજ એ છે કે બટેટા ખાવાથી વજન વધે છે. આ વાત સાવ પાયાવિહોણી છે. બટેટા કેવી રીતે પકવવામાં આવે છે તેના પર તે ચરબી વધારશે કે નહિં તેનો આધાર રહેલો છે.
જો તમારે દુબળું થવું હોય તો દરરોજ બટેટાનું સેવન કરવું જોઈએ. એટલું જ નહીં ૩થી ૫ દિવસ બટેટાનું ડાયટ પ્લાનને ફોલો કરીને વજન ઘટાડી શકો છો. બટેટા ખાવવાથી ભૂખનો અહેસાસ નથી થતો અને પેટ જલ્દી ભરાઈ જાય છે તેથી વજન વધારાથી પણ બચી શકાય છે.
બટેટા એક સ્ટાર્ચી ફૂડ છે. જેમાં કોમ્પ્લેક્ષ કાર્બોહાઈટ્રેટ વધારે હોય છે જયારે કેલેરી ઓછી હોય છે. દરરોજ તમને 0.૯થી ૨.૩ કિલો બટેટા ખાઈ શકો છો. આટલા બટેટા એક સાથે ના ખાવા જોઈએ. પરંતુ આ વચ્ચે થોડો-થોડો ગેપ રાખવો જોઈએ.
વજન ઓછું કરવા માટે બાફેલા બટેટા એકલા જ ખાવ. બટેટા સાથે કેચઅપ, બટર,ક્રીમ અથવા ચીજને મિક્સ ના કરો. બટેટા સાથે મીઠાનું સેવન પણ ટાળો. પરંતુ બીપીના દર્દીઓ મીઠું ઉમેરી શકે છે. એકલા બટેટા ખાવાથી પેટ ભરાઈ જાય છે અને લાંબો સમય ભૂખ નથી લાગતી. આ ઉપરાંત તેમાં અનેક પોષક તત્વો રહેલા છે. બટેટા ખૂબ જ હેલ્ધી ખોરાક હોવાથી તેને સમજી વિચારીને ખાવા જોઈએ.