વિજ્ઞાનની દ્રષ્ટિએ જોતા એવું જણાય છે કે હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટનો સીધો સંબંધ આપણા લોહી સાથે હોય છે. લોહી દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન અને જરૂરી પોષક તત્ત્વો પહોંચતા હોય છે.
પરંતુ જ્યારે હૃદય સુધી ઓક્સિજન પહોંચાડતી ધમનીઓમા પ્લાકની રચનાને કારણે અવરોધ આવે છે તો તેનાથી હૃદયના ધબકારા અસંતુલિત થઈ જાય છે. તેનાથી જ હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ આવી શકે છે.
બાથરૂમનું તાપમાન આપણા ઘરના બીજા ઓરડાઓની સરખામણીમાં વધારે ઠંડું હોય છે. આવી સ્થિતિમાં શરીરના તાપમાનને સંતુલિત કરવા અને લોહીના પ્રવાહને જાળવી રાખવા માટે વધારે કાર્ય કરવું પડે છે. તેથી હાર્ટ એટેક આવવાનું એક આ કારણ માનવામાં આવે છે.
સવારના સમયે જ્યારે આપણે શૌચાલયમાં જઈએ છીએ તો ઘણીવાર પેટ સંપૂર્ણ રીતે સાફ કરવા માટે દબાણ કરીએ છીએ. ભારતીય શૌચાલયનો ઉપયોગ કરતી વખતે લોકો વધારે દબાણ કરતા હોય છે. આ દબાણ આપણા હૃદયની ધમની ઓ ઉપર વધારે દબાણ ઉત્પન્ન કરે છે. તેનાથી હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ આવી શકે છે.
સવારના સમયે આપણું બ્લડપ્રેશર થોડું વધારે હોય છે. એવામાં આપણે જ્યારે નાહવા માટે વધારે ઠંડુ કે ગરમ પાણી સીધું માથા પર નાખીએ છીએ, તો તેનાથી બ્લડ પ્રેશર ઉપર અસર થઈ શકે છે, અને તેનાથી હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે.
હાર્ટએટેકથી બચવાના ઉપાયો:
બાથરૂમમાં નહાતી વખતે પાણીના તાપમાનનું ધ્યાન રાખતા સૌથી પહેલા પગના તળિયા પલાળો. ત્યારબાદ થોડું પાણી માથા પર નાખો. આ ઉપાય હાર્ટ એટેક થી બચાવી શકે છે. જો તમે નહાતી વખતે વધારે સમય સુધી બાથટબ કે પાણીમાં રહો છો તો તેની અસર પણ તમારી ધમનીઓ ઉપર પડે છે. એવામાં વધારે સમય સુધી બાથ ટબમાં ન બેસવું જોઈએ.
જો તમે ભારતીય શૌચાલયનો ઉપયોગ કરો છો, તો વધારે સમય સુધી એક જ સ્થિતિમાં ન બેસવું. આ રીતે તમે હાર્ટએટેક કે કાર્ડિયક અરેસ્ટથી બચી શકો છો. પેટ સાફ કરવા માટે વધારે બળ ન કરવું અને ઉતાવળ પણ ન કરવી જોઈએ.
હાર્ટને લગતી સમસ્યાથી બચવા માટે વધારે તેલ, મસાલો અને માંસાહારને છોડીને ફ્રૂટ્સ, શાકભાજી, અનસેચુરેટ ફૈટ, પ્રોટીન, બીન્સ, નટ્સ વગેરેને દરરોજની ડાયટમાં એડ કરવા. જો તમે હાર્ટ એટેકથી બચવા માંગતા હોવ તો ધુમ્રપાન અને તંબાકુથી દૂર રહેવું ધુમ્રપાન કરવાથી જેટલું નુકશાન થાય છે, તેટલું જ નુકશાન ધુમ્રપાન કરતા સમયે તે લોકોની વચ્ચે રહેવાથી થાય છે.
ડાયાબિટીસના દર્દીઓ માં ઘણીવાર કોઈ લક્ષણો દેખાયા વગર પણ હાર્ટ એટેક આવી જાય છે. તેને સાઇલેન્ટ હાર્ટ એટેક કહેવામાં આવે છે. શ્વાસ લેવામાં તકલીફ પડે કે નબળાઈ નો અનુભવ થાઈ, ચક્કર આવવા કે ઉલટી થવી એ હાર્ટએટેક ના લક્ષણ છે. છાતીમાં ભારે દુખાવો. કે તણાવ અને ગભરામણ થવી એ પણ હાર્ટ એટેક ના લક્ષણો હોય છે.
જ્યારે હાર્ટએટેક આવે ત્યારે શું કરવું :
જો તમારી સામે કોઈ વ્યક્તિને હાર્ટ એટેક આવે તો તમે તેને સૌ પ્રથમ જમીન પર સુવડાવી દો. સુવડાવ્યા પછી જો તમે વધારે ચુસ્ત કપડાં પહેર્યા હોય તો તેને ખોલી નાખવા. સુવડાવતી વખતે વ્યક્તિનું માથું થોડું ઉપર તરફ હોય તે વાતનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે.
એમ્બ્યુલન્સ માટે તરત જ ફોન કરવો. હાથ-પગને ઘસતા રહેવું. જો દર્દીને શ્વાસ લેવામાં તકલીફ પડતી હોય તો તેના નાકને બંધ કરો અને તેના મોઢામાં તમારા મોઢા દ્વારા હવા ભરો, આમ કરવાથી તેના ફેફસામાં હવા ભરાશે.
પીપળાના કોમળ પાંદડામાં હ્રદયને શક્તિ અને શાંતિ આપવાની અદ્દભુત શક્તિ છે. પીપળાના પંદર તાજા પાંદડા લઇ તે પાંદડાના બીજા ભાગ ધોઈને સાફ કરી લો. તેને એક ગ્લાસ પાણીમાં નાખીને ધીમા તાપ માં ઉકાળો, જયારે પાણી ઉકળી ને ત્રીજા ભાગનું રહી જાય ત્યારે તેને સાફ મુલાયમ કપડાથી ગાળી ને કોઈ ઠંડી જગ્યાએ ઢાકીને મૂકી દેવું. આ દવા હાર્ટ એટેક માં ઉપયોગ માં લઈ શકાય છે.