આજકાલ હાર્ટ અટેક કે કાર્ડિયક અરેસ્ટ લોકો માટે સૌથી ગંભીર સમસ્યા બની ગઈ છે. હાર્ટ એટેક અચાનક જ આવે છે. પરંતુ તેના ઘણા કારણો છે, જેમાં ખરાબ જીવનશૈલી અને બેકાર ખાણીપીણી સુધી નો સમાવેશ છે. આમ તો હાર્ટ એટેક આવવાનો કોઈ નિશ્ચિત સમય નથી હોતો.
વિજ્ઞાનની દ્રષ્ટિએ જોતા એવું જણાય છે કે હાર્ટ એટેક અને કાર્ડિયક અરેસ્ટનો સીધો સંબંધ આપણા લોહી સાથે હોય છે. લોહી દ્વારા આપણા શરીરમાં ઓક્સિજન અને જરૂરી પોષક તત્ત્વો પહોંચતા હોય છે. પરંતુ જ્યારે હૃદય સુધી ઓક્સિજન પહોંચાડતી ધમનીઓમા પ્લાકની રચનાને કારણે અવરોધ આવે છે તો તેનાથી હૃદયના ધબકારા અસંતુલિત થઈ જાય છે. તેનાથી જ હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ આવી શકે છે.
બાથરૂમનું તાપમાન આપણા ઘરના બીજા ઓરડાઓની સરખામણીમાં વધારે ઠંડું હોય છે. આવી સ્થિતિમાં શરીરના તાપમાનને સંતુલિત કરવા અને લોહીના પ્રવાહને જાળવી રાખવા માટે વધારે કાર્ય કરવું પડે છે. તેથી હાર્ટ એટેક આવવાનું એક આ કારણ માનવામાં આવે છે.
સવારના સમયે આપણું બ્લડપ્રેશર થોડું વધારે હોય છે. એવામાં આપણે જ્યારે નાહવા માટે વધારે ઠંડુ કે ગરમ પાણી સીધું માથા પર નાખીએ છીએ, તો તેનાથી બ્લડ પ્રેશર ઉપર અસર થઈ શકે છે, અને તેનાથી હાર્ટ એટેક આવવાનું જોખમ વધી જાય છે.
સવારના સમયે જ્યારે આપણે શૌચાલયમાં જઈએ છીએ તો ઘણીવાર પેટ સંપૂર્ણ રીતે સાફ કરવા માટે દબાણ કરીએ છીએ. ભારતીય શૌચાલયનો ઉપયોગ કરતી વખતે લોકો વધારે દબાણ કરતા હોય છે. આ દબાણ આપણા હૃદયની ધમની ઓ ઉપર વધારે દબાણ ઉત્પન્ન કરે છે. તેનાથી હાર્ટ એટેક કે કાર્ડિયક અરેસ્ટ આવી શકે છે.
બાથરૂમ માં આવતા હાર્ટએટેકથી બચવાના ઉપાયો:
જો તમે ભારતીય શૌચાલયનો ઉપયોગ કરો છો, તો વધારે સમય સુધી એક જ સ્થિતિમાં ન બેસવું. આ રીતે તમે હાર્ટએટેક કે કાર્ડિયક અરેસ્ટથી બચી શકો છો. બાથરૂમમાં નહાતી વખતે પાણીના તાપમાનનું ધ્યાન રાખતા સૌથી પહેલા પગના તળિયા પલાળો. ત્યારબાદ થોડું પાણી માથા પર નાખો. આ ઉપાય તમને બચાવી શકે છે.
પેટ સાફ કરવા માટે વધારે બળ ન કરવું અને ઉતાવળ પણ ન કરવી. જો તમે નહાતી વખતે વધારે સમય સુધી બાથટબ કે પાણીમાં રહો છો તો તેની અસર પણ તમારી ધમનીઓ ઉપર પડે છે. એવામાં વધારે સમય સુધી બાથ ટબમાં ન બેસવું.