ચારભાગ બાવચીના બીજ અને તબકિયા હરતાલ એક ભાગ, બંનેનું ચૂરણ બનાવી ગૌમૂત્રમાં ઘૂંટીને સફેદ ડાઘ પર લગાડવાથી સફેદ ડાઘ મટી જાય છે. બાવચી, ગંધક તથા ગુડ્મારને સરખા પ્રમાણમાં લઈ ત્રણેયનું ચૂરણ બનાવો અને ૧૨ ગ્રામ ચૂરણને રાત્રે પાણીમાં પલાળો. તથા પ્રાતકાળે નિતારેલું પાણી પી લો તથા તળિયે બચેલા પદાર્થને સફેદ ડાઘ પર લગાવતા રહેવાથી સફેદ કોઢ નાશ પામે છે.
બાવચી તેલ બે ભાગ, તુવરક તેલ બે ભાગ, એક ભાગ ચંદન તેલ મેળવી મૂકી રાખો. આ તેલ લગાવવાથી ત્વચાના સામાન્ય રોગ તથા સફેદ કોઢ નાશ પામે છે. એક ગ્રામ શુદ્ધ બાવચીના ચૂરણમાં આંબળા અથવા ખેર ત્વકના ૧૦૦ મિલીગ્રામ ક્વાથ સાથે સેવન કરવાથી સફેદ ડાઘ મટી જાય છે.
બાવચીને ત્રણ દિવસ સુધી દહીંમાં પલાળી સૂકવી લો. આનું તેલ કાચની શીશીમાં ભરી લો. આ તેલમાં નવસાર મેળવી સફેદ ડાઘ પર લેપ કરો.બાવચી, ડુંગળીનાં બી, ધતૂરાના બી સરખા પ્રમાણમાં લઈ આકડાના પાંદડાના રસમાં વાટી સફેદ ડાઘ પર લગાવવાથી સફેદ કોઢ નાશ પામે છે.
બાવચી, આંબલી, સુહાગા અને અંજીરના મૂળને સરખા પ્રમાણમાં લઈ પાણીમાં વાટી સફેદ ડાઘ પર લેપ કરવાથી સફેદ ડાઘ મટી જાય છે. બાવચી, પવાંડ, ગેરૂ સરખા પ્રમાણમાં લઈ કૂટી વાટી આદુના રસમાં ખાંડી સફેદ ડાઘ પર લગાવી તડકે બેસી શેક કરવાથી સફેદ કોઢ મટી જાય છે.
બાવચી, અજમો, પવાંડ તથા કમલ કાકડી સરખા પ્રમાણે લઈ વાટી, મધ મેળવી ગોળીઓ બનાવો. એકથી બે ગોળી સવાર-સાંજ અંજીરના મૂળનો ક્વાથ બનાવી તેની સાથે લેવાથી સફેદ કોઢ નાશ પામે છે. એક ગ્રામ શુદ્ધ બાવચી તથા ત્રણ ગ્રામ તલ લઈ બે ચમચી મધ મેળવી સવાર-સાંજ સેવન કરવાથી સફેદ ડાઘ મટી જાય છે. બાવચીના ચૂરણને આદુના રસમાં ઘસીને લેપ કરવાથી સફેદ ડાઘ મટી જાય છે.
એક ગ્રામ શુદ્ધ બાવચી ચૂરણ, બહેડાની છાલ તથા જંગલી અંજીરના મૂળની છાલના ક્વાથમાં મેળવી દરરોજ લેતા રહેવાથી સફેદ તથા બહુ વધારે ડાઘમાં લાભ થાય છે. બાવચી હળદર, મૂત્રનો અર્ક સમાન ભાગે લઈ ચૂરણ બનાવી કપડા વડે ચાળી લો. આ ચૂરણને ગૌમૂત્ર કે સિરકામાં વાટી સફેદ ડાઘ પર લગાવવાથી સફેદ ડાઘ મટી જાય છે. જો લેપ ઉતારતી વખતે બળતરા થાય તો તુબરક વગેરેનું તેલ લગાવી શકો છો.
એક કિલો પાણીમાં બાવચીને પલાળી છોતરું ઉતારી વાટી ૮ કિલો ગાયનું દૂધ તથા ૧૬ લીટર પાણીમાં ઉકાળો બનાવો. પાણી બળી જાય ત્યારે ફક્ત દૂધ લઈ તેમાં મેળવણ નાખી જમાવો. માખણ કાઢી તેનું ઘી બનાવો. એક ચમચી જેટલું ઘી મધ મેળવી ચાટવાથી સફેદ કોઢમાં લાભ થાય છે. બાવચી તેલના ૧૦ ટીપાં પતાસામાં નાખી દરરોજ થોડા દિવસો સુધી ખાવાથી સફેદ ડાઘમાં લાભ થાય છે.
ચીની ઔષધીઓમાં પણ બાવચીનો ઉપયોગ થાય છે. ચીની ભાષામાં તેને બુગુઝિ તરીકે ઓળખવામાં આવે છે અને તેનો ઉપયોગ મૂત્રપિંડને સમારવામાં થાય છે. ચીની ઔષધશાસ્ત્રમાં યિન અને યાંગ એ બે મૂળભુત તત્વો છે(જેમ આયુર્વેદમાં વાત, પિત્ત અને કફ છે).
બાવચી મૂત્રપિંડના યાંગને કાબુમાં રાખવા માટે વપરાય છે. તેના દ્વારા ભાંગી ગયેલા હાડકા (ફ્રેક્ચર), કમરના અને ઘુંટણના દુખાવા, નપુંસકતા, પથારીમાં પેશાબ, ખરતા વાળ અને કોઢ જેવી સમસ્યાઓનું નિદાન થાય છે.
ગુજરાતીમાં આવચી-બાવચી તરીકે પણ ઓળખાતી આ વનસ્પતીનાં બીજ તેના ઔષધિય ગુણધર્મને કારણે આયુર્વેદ, સિદ્ધ અને ચીની ઔષધ શાસ્ત્રમાં વપરાય છે. તેના બીજ સોરેલીન જેવા અનેક ‘કૌમારિન ધરાવે છે. બાવચીના છોડ બે હાથ ઊંચા વધે છે. એનાં પાંદડાં સાધારણ નાનાં હોય છે. એ છોડ ઉપર કાળા રંગનાં મરી કરતાં પણ બારીક બિયાં આવે છે. તેનું તેલ દવામાં ઉપયોગી છે.
બાવચી શરીરે ચોપડી સ્નાન કરવાથી ખરજનો નાશ થતો મનાય છે. બાવચી કડવી, પાકકાળે તીખી, ઉષ્ણ, રસાયન, મધુર, રુચિપ્રદ, રૂક્ષ, હૃદ્ય, અગ્નિદીપન, બલકર, તૂરી, લઘુ તથા મેધ્ય છે અને કૃમિ, કોઢ, કફ, ત્વગ્દોષ, વિષ, કંડૂ, રક્તપિત્ત, શ્વાસ, કાસ, મેહ, જ્વર, વ્રણ, ત્રિદોષ તથા વાયુનો નાશ કરનાર ગણાય છે. એક મત પ્રમાણે બાવચીના બીજને તકમરિયાં કહેવામાં આવે છે.
અત્યંત ઉગ્ર ગંધને લીધે તરત ઓળખાઈ આવતા અને આખા ભારતમાં થતા બાવચીના છોડ આયુર્વેદનું પ્રસીદ્ધ ઔષધ છે. એક ચમચી બાવચીનાં બી એક ચમચી તલના તેલમાં વાટી સવાર-સાંજ એકાદ વરસ સુધી નીયમીત પીવાથી સફેદ ડાઘ અને બીજાં ચામડીનાં દર્દો નાશ પામે છે.
બાવચીનાં બીને દુધમાં ખુબ લસોટી ઘટ્ટ બને ત્યારે લાંબી સોગટી બનાવી લેવી. આ સોગટીને દુધમાં ઘસી પેસ્ટ(લેપ) જેવું બનાવી સફેદ ડાઘના ડાઘ પર લગાવી સવારના કુમળા તડકામાં અર્ધો કલાક બેસવું. લાંબો સમય આ ઉપચાર કરવાથી સફેદ ડાઘ મટે છે.