આપણી આજુબાજુમાં અવનવા ફળો અને ઝાડ-છોડ મળી આવે છે, જેનું ધાર્મિક મહત્વ સાથે સાથે આયુર્વેદિક મહત્વ પણ રહેલું છે. આજે અમે તમને એક એવા જ છોડ વિષે જણાવવાના છીએ જેને હિન્દુ ધર્મમાં પવિત્ર માનવામાં આવે છે સાથે સાથે આયુર્વેદ માં ઔષધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. જેનું નામ છે ધતૂરો, આ એક સામાન્ય જંગલી છોડ છે જે તેની જાતે ગમે ત્યાં ઉગે છે આ છોડના ફળ ભગવાન શિવને અર્પણ કરવામાં આવે છે કારણ કે તે શિવને ખૂબ જ પ્રિય છે.
ધતુરો હિંદુ ધર્મમાં શિવજી ભગવાન ઉપર ચડાવવામાં આવતો ઘણો સામાન્ય એવો છોડ છે. ધતુરાના ફળ, ફૂલ અને પાંદડા બધું જ શિવજી ઉપર ચડાવવામાં આવે છે. ધાર્મિક કારણોથી તો પૂજવા લાયક છે જ તેની સાથે સાથે તેનો ઉપયોગ આયુર્વેદમાં ઘણી દવાઓ બનાવવામાં ઉપયોગમાં લેવામાં આવે છે. દમ, શરીરમાં સોજા, ગર્ભધારણ, મીર્ગી, હરસ અને ભગંદર, યોન નબળાઈ જેવી ઘણી બીમારીઓમાં તેનો ઉપયોગ કરવામાં આવે છે.
ધતુરાને લોકો હાનિકારક માને છે, પરંતુ કાચા ખાવામાં આવે ત્યારે ધતૂરામાં કેટલાક આશ્ચર્યજનક સ્વાસ્થ્ય લાભો પણ છે. તેના ઝેરી ઘટકોના કારણે આ ઘણીવાર છોડની જીવલેણ પ્રજાતિઓમાંની એક માનવામાં આવે છે, પરંતુ જ્યારે તે કાચા ખાવામાં આવે છે, ત્યારે તે સ્વાસ્થ્ય માટે અત્યંત ફાયદાકારક છે. છોડના તમામ ભાગો ઔષધીય હેતુઓ માટે વાપરી શકાય છે.
ધતુરાના ફળનું ચૂર્ણ ૨.૫ ગ્રામના પ્રમાણમાં બનાવીને તેમના અડધી ચમચી ગાયનું ઘી અને મધ ભેળવીને રોજ ચાટવાથી સ્ત્રીઓને જલ્દી ગર્ભધારણ કરી શકે છે. ધતુરાના પાંદડાનો ધુમાડો દમ શાંત કરે છે. ધતુરાના પાંદડાનો રસ કાનમાં નાખવાથી આંખનો દુ:ખાવો બંધ થઇ જાય છે.
જાતીય એનર્જી, કામવાસના અને પ્રજનનક્ષમતા વધારવા માટે પણ ધતુરાનો ઉપયોગ પરંપરાગત દવા તરીકે થાય છે. તેમ છતાં લોકો હજી પણ તે કેવી રીતે મદદરૂપ છે તે શોધી શક્યા નથી, ધતુરાના બીજને પાણી અથવા દૂધમાં મિક્સ કરો અને તે ગુપ્તાંગમાં લોહીનું પરિભ્રમણ વધારવામાં મદદ કરી શકે છે, આમ, શુક્રાણુના આરોગ્ય અને પ્રજનનક્ષમતામાં વધારો કરે છે.
ધતુરા ના છોડ પર કાંટા વાળા ફળ બેસે ત્યારે લીલા લાવી તેની અંદર ના બીજ કાઢી તેમાં સમાંય તેટલું હળદર નું ચૂર્ણ ભરી એક નાની માટલી માં મૂકી ઉપર ઢાંકણ ઢાંકી દેવું. ત્યારબાદ કપડાં પર મુલતાની માટી ચોપડીને તેનાથી મોં બંધ કરી દેવું . ગેસ પર ચાર-પાંચ કલાક સુધી આ માટલીને ગરમ કરી કોલસા જેવો કાળો ભાગ બહાર નીકળે તેનું ચૂર્ણ માટલીમાં ભરી દેવું. આમાંથી એક એક ગ્રામ ચૂર્ણ સવાર-સાંજ મધ સાથે ચાટવાથી શ્વાસ અને ઉધરસ મટે છે.
ધતુરા વૃદ્ધત્વના વિવિધ લક્ષણો જેમ કે કરચલીઓ ,ડાર્ક સર્કલ વગેરે ત્વચા સંબંધિત સમસ્યાઓની સારવાર કરી શકે છે કારણ કે તે વિટામિન સી અનેએન્ટીઓક્સીડેન્ટ થી ભરપૂર છે. આ ઉપરાંત, આ છોડ ખીલ મટાડવામાં ખૂબ અસરકારક છે.
ધતૂરાના રસનાં 4-5 ટીપાં દહીંમાં મેળવી લેવાથી ઝાડા-મરડો મટે છે. ધતુરાના રસથી માથામાં હળવા હાથે માલીશ કરવાથી વાળની બધી સમસ્યા ઝડપથી દુર થઇ જાય છે, એનાથી વાળ મજબુત અને સ્વસ્થ થઇ જાય છે તેમજ વાળમાં ચમક પણ આવે છે અને વાળ ખરતા પણ બંધ થઇ જાય છે.
અડધો લીટર સરસીયાના તેલમાં ૨૫૦ ગ્રામ ધતુરાના પાંદડાનો રસ કાઢીને અને એટલા જ પ્રમાણમાં પાંદડાના ટુકડા કરીને ધીમા તાપ ઉપર પકાવીને જ્યારે તેલ વધે ત્યારે બોટલમાં ભરીને રાખી દો. આ જુ દુર કરવા તેમજ ખોડો દૂર કરવા માટેની શ્રેષ્ઠ ઔષધી છે.
જો શરીરના કોઈપણ ભાગમાં સોજો આવી જાય તો બસ ધતુરાના પાંદડાને હળવું હુંફાળું કરીને સોજા વાળા ભાગ ઉપર બાંધી દો ચોક્કસ ફાયદો થશે. તેના ફળ, મૂળ, પાંદડા, ત્વક, કાંડ એટલે કે પંચાંગનો રસ કાઢીને. તલના તેલમાં પકાવી લો, જ્યારે માત્ર તેલ વધે ત્યારે તેનું માલીશ સાંધામાં કરો અને પાંદડાને બાંધી દો, તેનાથી ગઠીયાને કારણે થતા સાંધાના દુ:ખાવામાં આરામ મળે છે.