આપણાં પૂર્વજોએ રોંગોથી મુક્તિ મેળવવા માટે જે જંગલી જડ઼ીબૂટ્ટીઓ અને રહેણીકરણીનો સ્વીકાર કર્યો હતો તે બધું જ્ઞાન એમણે પેઢી દરપેઢી વારસામાં આપતા ગયા. આ બધું જ જ્ઞાન શ્રુતિ અને સ્મૃતિ પર આધારિત રહ્યું. કાળક્રમે આ જ્ઞાન એક સ્થાન પર એકત્ર થયું અને તેને આયુર્વેદના નામે ઓળખવામાં આવ્યું.
અહિયાં અમે આવી જ એક પ્રભાવશાળી ઔષધીય જડીબુટ્ટી વિશે જણાવી રહ્યા છીએ. જે અઘરામાં અઘરા રોગને મટાડી શકે છે. જે વનસ્પતિના છોડનું નામ છે લુણી. ઘણા લોકો તેને લાખાલુણી તરીકે ઓળખે છે. જેને ભારતના અલગ અલગ ભાષાઓમાં અને અલગ અલગ પ્રદેશોમાં મોટી લુણી, લોણા, ખુરસા,ફૂલકા, લુનાક, ઢોલ, લોનક જેવા નામોથી ઓળખવામાં આવે છે.
આ વનસ્પતિ ઘરના ફળિયામાં કે ખેતરમાં આપોઆપ ઉગી નીકળે છે. અથવા તો કોઈપણ પાકની વચ્ચે નીંદણ ના સ્વરૂપમાં વધારે પડતી જોવા મળે છે. એવું કહેવામાં આવે છે કે, આ છોડના મૂળ 25 વર્ષ સુધી જતો નથી. લુણી કોલેસ્ટ્રોલ, હાઈ બ્લડપ્રેશરને નિયંત્રિત રાખવા માટે ખૂબ જ ઉપયોગી થાય છે. આ માટે તેનો રસ પીય શકાય છે. આ ઉપરાંત ઘણી વખત શરીરમાં લોહી ગંઠાઈ જાય છે. અથવા તો લોહી જાડું થઈ જાય છે, જેના કારણે બ્રેઈન સ્ટ્રોક અને હાર્ટએટેકનું જોખમ વધી જાય છે. તે માટે લુણી ખૂબ જ ફાયદાકારક છે.
લુણી ની ભાજી માં વિટામીન, કેલ્શિયમ, પોટેશિયમ અને હાઇડ્રોજન ભરપૂર પ્રમાણમાં હોય છે. આ ભાજી બધા લીલા શાકભાજી કરતાં સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. આ લુણીમાં ઓમેગા-૩ ફેટી એસિડ ભરપૂર પ્રમાણમાં મળે છે. જે આપણા શરીરમાં બનતું નથી. આ ઘાસ જેવા છોડમાં લીલા શાકભાજી કરતા પણ વધારે ગુણો રહેલા છે.ખાસ કરીને વિટામીન એ અને આ તત્વો મળે છે જે કેન્સર સામે રક્ષણ આપવાનું કાર્ય કરે છે અને કેન્સર સામે લડવામાં મદદ મળે છે.
લાખાલુણી ચામડીના રોગો માટે ખૂબ જ ઉપયોગી છે. તે ચામડીના રોગોનો ઈલાજ એક મલમ પ્રકારે અને દવા કરતા પણ વહેલા ચામડીના રોગને મટાડી શકે છે. આ સિવાય સૌપ્રથમ ચામડી પર જ્યાં પર રોગ હોય તેને ગરમ પાણીથી ધોઈ ત્યાં આ લાખાલુણીમાંથી રસ કાઢીને લગાવો. આવી રીતે ચામડી સુકાયા બાદ ત્યાં લાખાલુણીનો રસ લગાવવાથી ચામડીનું સંક્રમણ, બેક્ટેરિયા એલર્જી વગેરેમાં સુધારો કરીને રોગથી છુટકારો આપે છે.
લુણી કેન્સર, હ્રદય, લોહીની ખામી, હાડકાની મજબૂતી, શક્તિમાં વધારો, માથાનો રોગ, બાળકોને મગજનો વિકાસ, આંખનો રોગ, કાનનો રોગ, મોઢાના રોગ, ચામડીના રોગ, થૂકમાં લોહી આવવું, મૂત્ર રોગ, પેટના રોગ, તેમજ સોજા, મુત્રપિંડ, કીડની, મૂત્રાશય રોગ, હરસ મસા, માથાની ગરમી, દુઝતા મસા જેવી સમસ્યાઓમાં ફાયદો કરે છે. સ્વાદે લાખાલુણી ખાટી હોય છે. ખાવાથી મોઢાંમાં કુરકુરી થાય છે. તેને નિયમિત સલાડમાં ખાઈ શકાય છે. સલાડમાં તેમજ રાબ બનાવીને લાખાલુણીનો ઉપયોગ કરી શકાય છે. લાખાલુણીના ભજીયા, મુઠીયા, ભાજી વગેરે બનાવીને ખાવાથી અનેક લાભ મળે છે.
લાખાલુણીનો છોડ લગભગ ભારતના બધા જ રાજ્યોમાં થાય છે. લાખાલુણી એન્ટી બાયોટીક, એન્ટીઓક્સીડેન્ટ, એન્ટી વાયરલ, એન્ટીસેપ્ટિક, એન્ટીફંગલ, એન્ટીઈન્ફ્લેમેટ્રી ગુણોનું મિશ્રણ છે. માટે લગભગ બધા જ રોગોનો ઈલાજ આ લાખાલુણીથી થઈ શકે છે. માટે તેના દરરોજ 2 પાંદડા ખાવા સમ્પૂર્ણ રોગ નાશક માનવામાં આવે છે. માટે આ ઔષધીને અમૃત ઔષધી પણ માનવામાં આવે છે.
લીવર કેન્સર, સર્વાઈકલ કેન્સર, બ્રેસ્ટ કેન્સર અને ફેફસાના કેન્સરને ઠીક કરવામાં લાખાલુણીના પાંદડા ખુબ જ ઉપયોગી છે. આ કેન્સરને ઠીક કરવા માટે લાખાલુણીના પાંદડાને રસ કાઢીને, પાંદડા ચાવીને, પાંદડાનો સલાડ બનાવીને, શાકભાજી તેમજ તેનો બીજની રાબ બનાવીને ખાવાથી કેન્સર સામે રક્ષણ મળે છે. કેન્સરના વિકારને ઝડપથી ઠીક કરવા માટે લુણીના પાંદડા એક સફળ ઈલાજ છે.
વધી રહેલા બ્લડપ્રેસરને સામાન્ય કરવા માટે પણ લાખાલુણી ઉપયોગી છે. આ બ્લડ પ્રેસરના ઈલાજ તરીકે લાખાલુણીના પાંદડા દરરોજ સવારે 3 થી 4 જેટલા લઈને તેને ચાવવા અથવા તો તે પાંદડાની શાકભાજી બનાવવી. તેમજ પાંદડાને સલાડના રૂપમાં ખાવાથી ધમનીઓ વ્યવસ્થિત કાર્ય કરે છે. જેના લીધે લોહીનું દબાણ નિયંત્રણમાં રહે છે.
જે લોકોના શરીરમાં હિમોગ્લોબિનનું પ્રમાણ ઓછું થઈ જાય છે. તે લોકોને આ છોડના પાનનું સેવન કરવું જોઇએ. આ છોડના સેવન કરવાથી શરીરમાં નવું લોહી બને છે. અને હિમોગ્લોબિન નું પ્રમાણ ધીમે ધીમે વધે છે. આ ઉપરાંત પણ લોહીમાં વધારો થાય છે. જો કોઈ ઝેરી જીવજંતુ એ ડંખ માર્યો હોય જેમ કે ભમરી, પતંગ, ઈયળ, મધમાખી, સાપ, વીછી તો આ છોડના પાન નો ઉપયોગ કરવાથી તરત જ ઝેરનો નાશ થાય છે. અને શરીરમાં જે ઝેર ગયું હોય તો તે તરત જ નીકળી જાય છે.