સ્વાસ્થ્ય અને આયુર્વેદિક ઉપચાર વિશે ની માહિતી મેળવવા માટે WhatsApp ગ્રુપ મા જોડાઓ
Join Now
પૃથ્વી પર એવા ઘણા ફૂલો છે જે માત્ર પ્રકૃતિને સુંદર અને આકર્ષક જ નથી બનાવતા પરંતુ સ્વાસ્થ્ય અને ત્વચા માટે પણ ફાયદાકારક છે. તમે પણ કોઈ ને કોઈ ફૂલના આયુર્વેદિક ગુણોથી પરિચિત હશો અને ફૂલોના ઔષધીય ફાયદાઓનો લાભ લીધો જ હશે. પરંતુ આજે અમે એક એવા ફૂલ વિશે વાત કરવાના છીએ જેનું નામ તમે ભાગ્યે જ સાંભળ્યું હશે.
આ એક એવું અસરકારક ફૂલ છે જેનો ઉપયોગ વર્ષોથી આયુર્વેદિક દવાઓમાં કરવામાં આવે છે. આ ફૂલનું નામ છે પનીરનું ફૂલ. આનું નામ અન્ય ફૂલોની જેમ લોકપ્રિય નથી, તેથી મોટાભાગના લોકો તેના વિશે જાણતા નથી અને તેના લાભ લઈ શકતા નથી.
પનીરના ફૂલને ભારતીય રેનેટ તરીકે પણ ઓળખવામાં આવે છે.જોકે ઘણી જગ્યાએ પનીરના ફૂલને પનીર ડોડા તરીકે પણ ઓળખવામાં આવે છે. પનીરના ફૂલનો છોડ ઝાડીવાળો હોય છે જેમાં મહુડાના ફૂલો જેવા નાના ફૂલો હોય છે, જો કે પનીર અને મહુડાના ફૂલોના કદમાં થોડો તફાવત હોય છે. પનીરના ફૂલનો સ્વાદ ક્યારેક મીઠો હોય છે તો ક્યારેક કડવો હોય છે.
પનીરના ફૂલ કરિયાણા કે આયુર્વેદિક દવાખાના સિવાય પણ સરળતાથી ઓનલાઈન મેળવી શકીએ છીએ. શરદી એક સામાન્ય રોગ છે જે સરળતાથી મટાડી શકાય છે. આ સમયે પનીરના ફૂલને રામબાણ માનવામાં આવે છે. જે લોકોને લાંબા સમયથી શરદી હોય તેમણે પનીરના ફૂલનો ઉકાળો પીવો જોઇય.
પનીરના ફૂલોથી ડાયાબિટીસની સારવારમાં રામબાણ ઔષધિ છે. સદીઓથી, પનીરના ફૂલોનો ઉપયોગ ડાયાબિટીસને નિયંત્રિત કરવા માટે કરવામાં આવે છે. માત્ર 7 દિવસ આ ફૂલનો ઉકાળો સવાર સાંજ પીવાથી 100% ડાયાબિટીસમાં ઘટાડો થાય છે આ ને સતત 1 મહિનો શરૂ રાખવાથી ડાયાબિટીસ થી સાવ છુટકારો મળી જાય છે.
પનીરના ફૂલોનો ઉપયોગ કરવાની રીત:
પનીરના ફૂલનો ઉકાળાના રૂપમાં ઉપયોગ કરી શકાય. એક ગ્લાસ પાણીમાં 10 થી 12 ફૂલ નાખી રાત રહેવા દો. સવારે ખાલી પેટ લેવાથી અનેક પ્રકારના રોગો સામે રક્ષણ મળે છે.
વધારે ઉપયોગ કરવાથી નુકસાન પણ થઈ શકે છે. ખોટી રીતે ઉપયોગ કરો છો તો ઉલ્ટીની સમસ્યા થઈ શકે છે. વધુ પડતા સેવનથી ગેસની સમસ્યા ઊભી થઈ શકે છે.