નમસ્કાર મિત્રો આજે અમે એક એવા શાકભાજી વિષે વાત કરવા જઈ રહ્યા છીએ જેના ફાયદા તો થોડાઘણા ફાયદા જાણતા હશો પરંતુ તેને સેવન કરવાની આ બેસ્ટ રીતથી 100% તમે અજાણ હશો. મિત્રો આજે અમે વાત કરી રહ્યા છીએ સરગવાની. તમે સરગવાનું શાક તો અવારનવાર ખાધું હશે પરંતુ શું તમે ક્યારેય સરગવાનું સૂપ પીધું છે? સરગવાનું સૂપ માત્ર ટેસ્ટી જ નાથી પરંતુ સ્વાસ્થ્ય માટે અને જે લોકો વજન ઘટાડવા, સાંધાના દુખાવાથી રાહત મેળવવા માંગે છે તેમની માટે તો દવા કરતાં પણ વધુ ગુણકારી છે.
પ્રાચીન સમયથી અને આયુર્વેદ મુજબ સરગવાના અનેક ફાયદાઓ વિષે જણાવવામાં આવ્યું છે. આયુર્વેદમાં સરગવાને અમૃત સમાન માનવામાં આવે છે. એ 300થી વધુ રોગોની દવા છે. કાર્બોહાઇડ્રેટ, પ્રોટીન, કેલ્શિયમ, પોટેશિયમ, આયર્ન, મેગ્નેશિયમ, વિટામિન-એ, સી અને બી કોમ્પ્લેક્સ સરગવાની શીંગો, લીલાં પાંદડા અને સૂકાં પાંદડામાં પુષ્કળ પ્રમાણમાં જોવા મળે છે. સરગવાનાં પાંદડાંમાં વિટામિન-સી હોય છે, જે બ્લડપ્રેશર ઘટાડે છે.
એન્ટી બેક્ટેરીયલ પ્રોપર્ટીના કારણે ચેપને અટકાવે છે. અને વિટામીન સી રોગપ્રતિકારક શક્તિને મજબુત કરે છે. આ સૂપ પીવાથી પાચનતંત્ર મજબુત થાય છે. કારણ કે મજબુત ફાઈબર તેમાં કબજિયાતને દૂર કરે છે. અસ્થમા અને ઉધરસ માટે પણ સરગવાનું સૂપ ફાયદાકારક છે. આ સૂપ લોહીને સાફ કરે છે અને ચહેરો તેજસ્વી બનાવે છે. તે લોહીમાં સુગરનું નિયંત્રણ કરે છે જેથી ડાયાબીટીસમાં પણ ફાયદો રહે છે.
નાના બાળકો જમતા નાં હોય તેને માત્ર આ સૂપ પીવડાવવાથી રોટલી જેટલા જ પોષક તત્વો મળી રહે છે. હૃદયરોગના દર્દી માટે તો આ સૂપ ખૂબ જ ફાયદાકારક છે. લીવરની બીમારી, આંખોની કોઈપણ તકલીફ તેમજ પથરી હોય તો પણ આ સૂપ પથરીને ઓગાળી દેશે.
વધારાની ચરબીને ઓગાળી, કેન્સરની બીમારી અને હાઈ બીપી તેમજ ડાયાબીટીસની તકલીફને દૂર કરે છે. ૨૦ મિલી સરગવાના મૂળ ને એક ચમચી મધ ને અને ૫૦ મિલી તેલ મિલાવી લો. ગરમ કરી ગાળી અને ૨-૨ ટીપા કાન માં નાખવાથી કાન ના દુખાવામાં રાહત થાય છે.
સરગવાના ૮ થી ૧૦ ફૂલ ને ૨૫૦ મિલી દૂધમાં ઉકાળી સવાર-સાંજ આ દૂધ પીવાથી શારીરિક કમજોરી દૂર થાય છે. સરગવાના ગર્ભનો લેપ કરવાથી સંધીવા માં રાહત થાય છે. સરગવાના પાંદને તેલ સાથે બારીક પીસી લેવું. હવે આને નવસેકું ગરમ કરીને ઘુટણ પર લગાવવાથી રાહત થાય છે.
દરરોજ સવારે ખાલી પેટે સરગવાની સિંગ ને બાફીને તેમાં ઘી નાખીને ખાવાથી જુના સંધિવા માં ગજબનો ફાયદો થાય છે અને હાડકા મજબૂત થાય છે. સરગવાનો પાવડર બનાવીને પણ વાપરી સકાય છે. આ પાવડરને સૂપ અને શાકમાં ઉપયોગ માં લઇ શકાય છે.
સરગવાનું સૂપ બનાવવાની રીત:
સરગવાની શીંગના નાના-નાના કટકા કરી તેના લસણની 4 કળી, કાળા મરીનો પાવડર, લીલું મરચું અને સ્વસ અનુસાર મીઠું નાખી બાફી લેવો. બફાય ગયા બાદ તેમાં બ્લેન્ડર ફેરવી ગરણી થી ગાળી લેવું. તૈયાર છે સરગવાનું સૂપ.