અવનવી જીવનશૈલી અને ખાણીપીણીને કારણે શરીરમાં ઝેરી તત્વોનું પ્રમાણ વધતું જાય છે. આ ઝેરી તત્વોને શરીર માંથી બહાર કાઢવા જોઈએ નહીંતો તેનું પ્રમાણ વધતાં શરીરમાં અવનવા રોગ ઉત્પન્ન થાય છે. એટલા માટે જ આજે અમે આ ઝેરી તત્વોને કઈ રીતે શરીર માંથી બહાર નિકાળવા તેના વિષે માહિતી આપી રહ્યા છીએ. માત્ર જમવામાં આ એક વસ્તુનું સેવન નિયમિત કરવા મંડશો તો ક્યારેય પણ શરીરમાં એસિડ કે ઝેરી તત્વો વધશે નહિ.
આજે અમે વાત કરવા જઈ રહ્યા છીએ છાશ વિષે. ગરમીમાં તો છાશ અમૃત જેવું કાર્ય કરે છે. છાશ એક એવું પીણું છે જે શરીરને શક્તિ પ્રદાન કરે છે અને રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે. સારું પીણું શરીરને ઊર્જા આપવાની સાથે શરીરમાં રોગપ્રતિકાર શક્તિમાં પણ વધારો છે. પરંતુ દરેક વસ્તુ માટે યોગ્ય સમય અને કેટલીક બાબતોનું ધ્યાન રાખીએ તો તે વસ્તુઓ ક્યારેય આડઅસર કરતી નથી.
અત્યારે ચાલી રહેલા સમયગાળામાં તો છાશનું સેવન શરીર માટે અમૃત સમાન છે. ગરમી અને પિત્તના દરેક રોગ આના સેવનથી મટી શકે છે પરંતુ સેવન કરવાની રીત અને છાશનું પ્રમાણ બરાબર હોવું જોઈએ. તેથી જ આપણાં પૂર્વજો કહેતા હતા કે છાશ તો દેવું કરીને પણ પીવી જોઈએ.
જો સ્વર્ગમાં છાશ હોત તો મહાદેવ એટલે કે શંકરનું ગળું વિષપાનને લીધે કાળું ન પડત કુબેરને કોઢ ન થાત. ગણપતિને મોટું પેટ ન હોત અને ચંદ્રને ક્ષય ન થાત. છાશ વિશે ભલે આ અતિશયોક્તિ લાગે, પરંતુ છાશમાં જે અનેક ગુણો રહેલા છે એ બાબતમાં ના કહી શકાય તેમ નથી.
પિત્તપ્રકૃતિવાળાએ મોળી છાશ પીવી. ઉનાળામાં છાશમાં સાકર, ધાણાજીરૂ, સંધિવ ઉમેરીને પીવી. હરસથી પીડાતી વ્યક્તિનો જઠરાગ્નિ અતિ મંદ હોય, હલકો ખોરાક પચાવવામાં તકલીફ પડતી હોય એવી વ્યક્તિએ માખણ કાઢેલી ખટાશ વિનાની છાશ ઉપર રહેવું જોઈએ. ચાર છ દિવસ ફક્ત છાશ અને ઔષધો લેવા, પછી હલકો ખોરાક અને ઔષધો ચાલુ રાખવાથી હરસ કાયમ માટે મટે છે. ફરી થતાં નથી.
શાસ્ત્રના નિયમ મુજબ બનાવેલી છાશ ઉત્તમ છે. ભેંશની છાશ ભારે અને બકરીની છાશ હલકી છે. છાશમાંથી તક્રારિષ્ટ અને તકવટી બનાવવામાં આવે છે. આ ઔષધો વાતકફજન્ય પાચનતંત્રનાં રોગોમાં અતિ ઉપયોગી છે.
દરરોજ સવારના નાસ્તા અને બપોરના ભોજન પછી છાશ પીવાથી શક્તિ વધે છે અને વાળ સંબંધી રોગો પણ દૂર થાય છે અને કસમયે વાળ સફેદ થવાની સમસ્યા પણ દૂર થાય છે. ગાયના દૂધમાંથી બનાવેલી છાશ સૌથી વધુ ગુણકારી માનવામાં આવે છે. પેટના રોગો માટે તો છાશ આશીર્વાદ સમાન છે પેટની સમસ્યા અપચો, કબજિયાત જેવી સમસ્યામાં તો દિવસમાં 3-4 વાર છાસ પીવી જોઈએ.
તાજી છાશ વધુ ગુણકારી હોય છે. છાશ પીવાથી શરીરને ઠંડક મળે છે અને એટલે જ ઉનાળામાં લોકો છાશ પીતા હોય છે. છાશ આપણા વાળ અને આંખો માટે પણ અત્યંત લાભકારી હોય છે. છાશ પીવાની અનેક રોગોનું નાશ થાય છે પરંતુ છાશ ખાટી ન હોવી જોઈએ નહિતર તેની આડઅસર પણ થઈ શકે છે.
ભોજન સાથે છાશ લેવાથી ભોજન સરળતાથી પચી જાય છે અને શરીરને વધુ પોષણ મળે છે. છાંસમાં ચપટી મરી, જીરું અને સિંધાલું મીઠું નાખવાથી તે ગેસ, એસીસીટી અને અપચાને દૂર કરે છે. છાશમાં એવા બેક્ટેરિયા હોય છે જે શરીર માટે અત્યંત લાભદાયક હોય છે. પરંતુ ક્યારેય બહારની લસ્સીનું સેવન ન કરવું જોઈએ કારણ કે તેનાથી શરીરમાં કેલરીનું પ્રમાણ વધે છે જે ચરબી વધારી શરીરમાં સ્થૂળતા લાવે છે.
એકદમ ઘાટા જામેલા દહીં ના ઘોળમાં હિંગ, જીરું અને સિંધા નમક નાખીને પીવાથી અતિસાર અને પેટના દુખાવા શૂળ મટે છે. ગાયની તાજી છાશ પીવાથી નસો નું લોહી શ્ધ્ધ થઇ શરીર બળવાન બને છે તેમજ વાત્ત અને કફ ના સેકડો રોગો નાશ પામે છે.
ઘોલ નામની છાશ વાયુ પિત્તને હરે છે. મથિત નામની છાશ કફ અને પિત્તને મટાડે છે. જે છાશમાંથી માખણ કાઢી લીઘું હોય તે. થોડી ભારે અને બલ્ય છે અને કફ કરનાર છે. છાશને ધાણાજીરૂ, હળદરથી વઘારી વાપરવાથી પેટનો ગેસ નાશ કરે છે. રૂચિ ઉત્પન્ન કરનાર પુષ્ટિ કરનાર બલ્ય, મૂત્રાશયમાં વાયુને કારણે થતાં શૂલને મટાડનાર છે.
છાશ ક્યારે વાપરવી અને ક્યારે વાપરવી નહીં:
આપણે ત્યાં છાશ ઠંડી છે એવું સમજવાથી ઉનાળામાં વિશેષ વપરાય છે. જ્યારે મહર્ષિ વાગ્ભટ્ટે જણાવ્યું છે કે, ઉષ્ણકાલ તક્ર ન એવં દઘ્યાત. એટલેકે ઉનાળામાં છાશ વાપરવી નહીં અથવા ઓછી વાપરવી. આ ઉપરાંત અલ્સર (ચાંદા), મૂર્છા અને હાથપગમાં દાહ અને રક્તસ્ત્રાવજન્ય રોગોથી પીડાતા દર્દીઓએ છાશ વાપરવી નહીં. મૂત્રકરછવાળા દદીર્એ ગોળ નાખીને છાશ પીવી. અતિસારમાં ચિત્રકમૂલનું ચૂર્ણ નાખીને છાશ પીવી.